Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિરોધ થતાં 'કૉમેડિયન' મુનવ્વર ફારૂકીનો પુણેમાં આયોજિત શૉ રદ કરવો પડ્યો, જયશ્રી...

    વિરોધ થતાં ‘કૉમેડિયન’ મુનવ્વર ફારૂકીનો પુણેમાં આયોજિત શૉ રદ કરવો પડ્યો, જયશ્રી રામ સેનાએ કર્યો હતો વિરોધ

    હિંદુ સંગઠને કહ્યું કે, ફારૂકી હાલ જામીન પર બહાર છે, પરંતુ તેને આરોપમાંથી મુક્તિ આપવામાં આવી નથી. જ્યારે તેની સામે હિંદુ દેવતાઓના અપમાન બદલ પહેલેથી જ કેસ ચાલી રહ્યો હોય ત્યારે તેને આ પ્રકારે વધુ ગુણ આચરવા દેવામાં આવવો જોઈએ નહીં.

    - Advertisement -

    ‘કોમેડિયન’ મુનવ્વર ફારૂકીનો પુણેમાં આયોજિત શૉ હિંદુ સંગઠનના વિરોધ બાદ રદ કરી દેવામાં આવ્યો છે. 15 અને 16 જુલાઈના રોજ મહારાષ્ટ્રના પુણેમાં ફારૂકીના શૉ આયોજિત કરવામાં આવ્યા હતા, પરંતુ જય શ્રીરામ સેના નામના હિંદુ સંગઠને શૉ રદ કરવાની માંગ કરતા આખરે શૉ રદ કરી દેવા પડ્યા હતા. 

    જય શ્રીરામ સેનાએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને મુનવ્વર ફારૂકીનો શૉ રદ કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે શૉ રદ નહીં કરવામાં આવે તો તેઓ વિરોધ કરશે. જે બાદ મુનવ્વર ફારૂકીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક પોસ્ટ શૅર કરીને જાણકારી આપી હતી અને કહ્યું હતું કે કોઈક કારણોસર તેના શૉ રદ કરવામાં આવ્યા છે. આ શૉ પુણેના જવાહરલાલ નહેરુ મેમોરિયલ હૉલમાં આયોજિત કરવામાં આવ્યો છે. 

    પોલીસ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં હિંદુ સંગઠને જણાવ્યું હતું કે, સ્વઘોષિત કોમેડિયન મુનવ્વર ફારૂકી પર હિંદુ દેવી-દેવતાઓ વિશે આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે અને તે 15 જુલાઈએ એક ટોક શૉ માટે આવી રહ્યો છે. આ ટોક શૉનું નામ ‘ડોંગરી ટૂ નોવ્હેર’ છે. (આ નામ મોસ્ટ વૉન્ટેડ ડૉન દાઉદ ઇબ્રાહિમની આત્મકથા ‘ડોંગરી ટૂ દુબઇ’ પરથી પ્રેરિત છે.)

    - Advertisement -

    આગળ જણાવવામાં આવ્યું કે, મુનવ્વર ફારૂકીએ ભગવાન રામ અને માતા સીતા સહિતના દેવતાઓનું અપમાન કર્યું છે. તેમજ તેણે એનઆરસી ઉપર ગીત બનાવીને અપમાન પણ કર્યું હતું. તેણે એનઆરસી અને દિલ્હીનાં રમખાણો વચ્ચે પણ સરખામણી કરી હતી. 

    નોંધવું જોઈએ કે જાન્યુઆરી 2021માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં આયોજિત એક શૉમાં મુનવ્વર ફારૂકીએ ભગવાન રામ અને માતા સીતાનું અપમાન કર્યું હતું. જે મામલે તેની સામે મધ્યપ્રદેશ પોલીસે આઈપીસી કલમ 295A, 298, 269, 188 અને 34 હેઠળ કેસ દાખલ કર્યો હતો. તેની ધરપકડ પણ થઇ હતી, પરંતુ પછીથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. 

    હિંદુ સંગઠને કહ્યું કે, ફારૂકી હાલ જામીન પર બહાર છે, પરંતુ તેને આરોપમાંથી મુક્તિ આપવામાં આવી નથી. જ્યારે તેની સામે હિંદુ દેવતાઓના અપમાન બદલ પહેલેથી જ કેસ ચાલી રહ્યો હોય ત્યારે તેને આ પ્રકારે વધુ ગુણ આચરવા દેવામાં આવવો જોઈએ નહીં. આવેદનપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું કે, આ શૉ હિંદુ દેવતાઓનું અપમાન કરવા માટેના પ્રોપેગેન્ડાના પ્લાન હેઠળ આયોજિત કરવામાં આવ્યો છે. મુનવ્વર ફારૂકીને હિંદુ ધર્મ કે શાસ્ત્રો અંગે બિલકુલ જ્ઞાન ન હોવા છતાં ધર્મ અંગે કોઈ પણ આધાર વગર ટિપ્પણી કરીને નકારાત્મક દ્રષ્ટિકોણ રજૂ કરે છે, જે ચલાવી લેવાય નહીં. 

    મુનવ્વર ફારૂકીએ શૉ રદ થયાની જાણકારી આપી હતી (તસ્વીર: JSRS Pune’s Instagram Handle)

    જય શ્રીરામ સેનાએ આવેદનપત્ર પાઠવીને પોલીસને ફારૂકીના શૉ રદ કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, જો આ શૉ થકી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે તો કાયદો-વ્યવસ્થા માટે તકલીફ ઉભી થઇ શકે છે. જે બાદ ફારૂકીએ પણ તેના શૉ રદ થયા હોવાની જાણ કરી હતી. 

    હિંદુ દેવી-દેવતાઓના અપમાન બદલ જેલમાં રહી આવેલા કથિત કોમેડિયન મુનવ્વર ફારૂકીએ હિંદુઓના વિરોધ બાદ શૉ રદ કરવા પડ્યા હોય તેવો આ એક જ કિસ્સો નથી. આ પહેલાં બેંગ્લોર, ગોવા, ગુજરાત અને કોલકત્તામાં પણ તેના શૉ રદ થઇ ગયા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં