હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિબહેન, ભત્રીજી, ભાણી, ફોઈ, માસી… કોઈને 'બેગમ' નહિ બનાવી શકાય: ઉત્તરાખંડમાં UCC...

બહેન, ભત્રીજી, ભાણી, ફોઈ, માસી… કોઈને ‘બેગમ’ નહિ બનાવી શકાય: ઉત્તરાખંડમાં UCC લાગુ થતાં જ આ સંબંધો વચ્ચે ‘નિકાહ’ પર લાગશે પ્રતિબંધ

નોંધનીય છે કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ, આ લગ્ન વિષયક પ્રતિબંધો દેશની બહુમતી વસ્તી પર પહેલાથી જ લાગુ હતા. જયારે હવે આ પ્રતિબંધ ઉત્તરાખંડમાં રહેતા તમામ નાગરિકો પર લાગુ પડશે.

- Advertisement -

ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ ​​(6 ફેબ્રુઆરી 2024) વિધાનસભાના વિશેષ સત્રમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કર્યું હતું. આ બિલ પર ઉત્તરાખંડ વિધાનસભામાં ચર્ચા થઈ રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ રાજ્યના તમામ ધર્મના નાગરિકોને સમાન કાયદા લાગુ પડશે. જેમાં લગ્ન- નિકાહ સંબંધિત જોગવાઈઓ અંગે પણ સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે.

UCC હેઠળ કયા સંબંધો વચ્ચે લગ્ન કાયદેસર રીતે પ્રતિબંધિત છે તે તમે અહિયાં આપેલ યાદી દ્વારા સમજી શકો છો. આ યાદીમાં દર્શાવ્યું છે કે, રાજ્યમાં UCC લાગુ થયા બાદ પુરુષ કઈ સ્ત્રીઓ સાથે અને સ્ત્રી કયા પુરુષો સાથે લગ્ન કે નિકાહ નહિ કરી શકે.

કોઈપણ પુરુષ આ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકશે નહીંકોઈપણ સ્ત્રી આ પુરુષો સાથે લગ્ન કરી શકશે નહીં
બહેનભાઈ
ભાણીભાણા
ભત્રીજીભત્રીજા
માસીકાકા/તાઉ
ફોઈપિતરાઈ ભાઈ (કાકાના પુત્ર)
પિતરાઈ બહેન (કાકાની પુત્રી)પિતરાઈ ભાઈ (ફોઈના પુત્ર)
પિતરાઈ બહેન (ફોઈની પુત્રી)પિતરાઈ ભાઈ (માસીના પુત્ર)
પિતરાઈ બહેન (માસીની પુત્રી)માતાના પિતરાઈ ભાઈ (મામાના પુત્ર)
પિતરાઈ બહેન (મામાની પુત્રી)પૌત્રીના જમાઈ
માતાપિતા
સાવકી માસાવકા પિતા
નાનીદાદા
સાવકી નાની સાવકા દાદા
પરનાનીપરદાદા
સાવકી પરનાનીસાવકા પરદાદા
માતાની દાદીપરનાના (પિતાના નાના)
માતાની પરદાદીસાવકા પરનાના
દાદીમાનાના
સાવકી દાદીસાવકા નાના
પિતાની નાનીપરનાના (માતાના નાના)
પિતાની સાવકી નાનીસાવકા પરનાના (માતાના સાવકા પરનાના)
પિતાની પરનાનીમાતાના દાદા
પિતાની સાવકી પરનાનીમાતાના સાવકા દાદા
પરદાદીપુત્ર
સાવકી પરદાદીજમાઈ
દીકરીપૌત્ર
પુત્રવધૂ (વિધવા)પુત્રનો જમાઈ
પૌત્રી (પુત્રીની પુત્રી)પપૌત્ર (પુત્રીનો પુત્ર)
પૌત્રીપુત્રીનો જમાઈ
પૌત્રની વિધવા પુત્રવધૂપ્રપૌત્ર
પપૌત્રીપૌત્રનો જમાઈ
પૌત્રની વિધવાપુત્રનો પૌત્ર (પુત્રની પુત્રીનો પુત્ર)
પુત્રીના પૌત્રની વિધવાપૌત્રીના જમાઈ
દીકરાની પૌત્રી (પુત્રની પુત્રીની પુત્રી)પુત્રીનો પૌત્ર
પપૌત્રીપૌત્રનો જમાઈ (પુત્રની પુત્રીનો જમાઈ)
પરપૌત્રની વિધવાપૌત્રીનો પુત્ર (પુત્રની પુત્રીનો પુત્ર)

ઉત્તરાખંડ રાજ્યમાં UCC લાગુ થયા બાદ આ તમામ સંબંધોમાં કરાયેલા લગ્ન કે નિકાહને માન્ય ગણવામાં આવશે નહીં. નોંધનીય છે કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ, આ લગ્ન વિષયક પ્રતિબંધો દેશની બહુમતી વસ્તી પર પહેલાથી જ લાગુ હતા. જયારે હવે આ પ્રતિબંધ ઉત્તરાખંડમાં રહેતા તમામ નાગરિકો પર લાગુ પડશે.

- Advertisement -

ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય હશે જ્યાં UCC લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી UCC દેશમાં માત્ર ગોવામાં જ લાગુ હતું જે પોર્ટુગીઝ યુગથી અસ્તિત્વમાં છે. ઉત્તરાખંડનો આ UCC કાયદો 5 સભ્યોની પેનલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને 2 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ સરકારને સુપરત કરવામાં આવ્યો હતો. આ પછી, તેને 4 ફેબ્રુઆરી, 2024 ના રોજ કેબિનેટની મંજૂરી પણ મળી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં