Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજાણીતા પંજાબી પોપ સિંગર દલેર મહેંદીને 18 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની...

    જાણીતા પંજાબી પોપ સિંગર દલેર મહેંદીને 18 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની જેલની સજા, ધરપકડ થઇ

    આ સજા 2003ના એક માનવ તસ્કરીના કેસમાં કરવામાં આવી છે. આ મામલે દલેર મહેંદી અને તેમના ભાઈ શમશેર સિંઘ વિરુદ્ધ કુલ 31 કેસ નોંધવામાં આવ્યા હતા.

    - Advertisement -

    પંજાબના જાણીતા ગાયક દલેર મહેંદીને (Daler Mehndi) 15 વર્ષ જૂના એક કેસમાં કોર્ટે જેલની સજા સંભળાવી છે. આ મામલે ગુરુવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે દલેર મહેંદીની 2 વર્ષની સજા યથાવત રાખી હતી. જે બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    કોર્ટે દલેર મહેંદીને 2 વર્ષની સજા ફટકારી છે. આ સજા 2003ના એક માનવ તસ્કરીના (Human trafficking) કેસમાં કરવામાં આવી છે. આ મામલે દલેર મહેંદી અને તેમના ભાઈ શમશેર સિંઘ વિરુદ્ધ કુલ 31 કેસ નોંધવામાં આવ્યા હતા.

    આજે કોર્ટે ગાયક (Punjabi Singer) દલેર મહેંદીની અરજી પર સુનાવણી કરી ફગાવી દીધી હતી જે બાદ કોર્ટમાંથી જ તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ફરિયાદીના વકીલે જણાવ્યું કે, દલેર મહેંદીને 2003 ના માનવ તસ્કરી કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. પોલીસે તેમને હિરાસતમાં લીધા છે. કોર્ટે તેમની અરજી પણ ફગાવી દીધી છે. 

    - Advertisement -

    2003માં દલેર મહેંદી વિરુદ્ધ કેસ દાખલ થયો હતો. તેમની વિરુદ્ધ લોકોને ગેરકાયદે વિદેશ મોકલવાનો આરોપ લાગ્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે તેના બદલામાં મહેંદીએ લોકો પાસેથી મોટી રકમ વસૂલી હતી. 1998 અને 1999 દરમિયાન તેમણે ઓછામાં ઓછા 10 લોકોને ગેરકાયદે સેન ફ્રાંસિસ્કો અને ન્યૂ-જર્સી મોકલ્યા હતા. જે બાદ દલેર મહેંદી અને તેમના ભાઈ શમશેર સિંઘ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

    2003માં પોલીસે બખ્શીશસિંહની ફરિયાદના આધારે દલેર મેંહદી અને અને તેમના ભાઈ શમશેર સિંઘ અને બુલબુલ મહેતા સામે વિદેશ મોકલવાના નામે છેતરીને 20 લાખ રૂપિયા લેવા મામલે કેસ દાખલ કર્યો હતો. જે બાદ વર્ષ 2006માં દિલ્હી ખાતેની તેમની ઑફિસે દરોડા પણ પાડવામાં આવ્યા હતા, જ્યાંથી કેસના દસ્તાવેજો અને નાણાં પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.

    આ મામલે 15 વર્ષ બાદ 2018 માં નીચલી કોર્ટે તેમને ગુનેગાર ઠેરવીને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી, પરંતુ સજા સંભળાવ્યાની માત્ર 30 મિનિટમાં જ કોર્ટે તેમને જામીન આપી દીધા હતા. જે બાદ મામલો સેશન્સ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં કોર્ટે સજા યથાવત રાખી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં