Sunday, November 24, 2024
More
    હોમપેજક્રાઈમગોધરાકાંડ બાદ થયેલા હુલ્લડોનો બદલો લેવા UPથી હથિયાર મંગાવનાર અંજુમ કુરેશી વટવાથી...

    ગોધરાકાંડ બાદ થયેલા હુલ્લડોનો બદલો લેવા UPથી હથિયાર મંગાવનાર અંજુમ કુરેશી વટવાથી જડપાઈ: ATS દ્વારા 18 વર્ષથી નાસતી ફરતી આરોપીને પકડી પડાઇ

    વર્ષ 2005માં આર્મ્સ એક્ટ હેઠળ અંજુમ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેનો પતિ ફિરોઝ કાનપુરી પણ આ કેસમાં આરોપી છે, જેનું 2009માં મૃત્યુ થયું હતું.

    - Advertisement -

    વર્ષ 2002માં અયોધ્યા જઈને પાર્ટ ફરી રહેલ રામભક્તો ભરેલી ટ્રેનને ગોધરા ખાતે આગને હવાલે સોંપ્યા બાદ શરૂ થયેલા રમખાણો બાબતે ગુજરાત ATSએ 18 વર્ષથી નાસતી ફરતી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. ગોધરાકાંડ બાદ થયેલા રમખાણોનો બદલો લેવા UPથી હથિયારો મંગાવવાનો આરોપ છે.

    અહેવાલો અનુસાર ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ અમદાવાદના વટવા ખાતેથી અંજુમ કુરેશી ઉર્ફે અંજુમ કાનપુરીની એક ઘરમાંથી 23 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી. વર્ષ 2005માં આર્મ્સ એક્ટ હેઠળ અંજુમ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેનો પતિ ફિરોઝ કાનપુરી પણ આ કેસમાં આરોપી છે, જેનું 2009માં મૃત્યુ થયું હતું. હાલ અંજુમને ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી છે.

    મળતી જાણકારી મુજબ અમદાવાદમાં થયેલા કોમી રમખાણોનો બદલો લેવા કુરેશી દંપતીએ અન્ય લોકો સાથે મળીને હથિયાર અને કારતુસ ખરીદવા માટે ₹50,000 એકઠા કર્યા હતા. ગોધરા રમખાણોનો બદલો લેવા માટે શહેરના ત્રણ શખ્સો વારિસ પઠાણ, નસીમ પઠાણ અને નાદિર ખાન પઠાણે ભંડોળ એકત્ર કરીને શસ્ત્રો અને દારૂગોળો ખરીદવાનું કાવતરું ઘડ્યું હતું.

    - Advertisement -

    તેઓએ 2005માં લોકો પાસેથી ₹50,000 એકઠા કર્યા અને ઉત્તર પ્રદેશમાંથી બંદૂકો અને કારતુસ ખરીદવા માટે ગુલામ રબ્બાની શેખને આપ્યા. આ ચારેય લોકોની 2005માં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 10 દેશી બંદૂકો તેમજ કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા. તેઓ હાલમાં ટ્રાયલ પર છે.

    ATSએ નિવેદન આપતા જણાવ્યું કે, “તેમની પૂછપરછમાં જાણવા મળ્યું કે ફિરોઝ કાનપુરી અને તેની પત્ની અંજુમ કાનપુરી પણ આ ગુનામાં સામેલ હતા. ગુલામની કબુલાત અનુસાર, તેઓ તેમના વાહનમાં દાહોદ ગયા હતા અને કેટલાક શસ્ત્રો એકઠા કર્યા હતા અને અમદાવાદના વારિસને પહોંચાડ્યા હતા.”

    ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરતમાં ધમાકા કરવાની આતંકીઓનો હતો પ્લાન

    તાજેતરમાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને NIA દ્વારા પૂછપરછ દરમિયાન, ISISના પૂણે, દિલ્હી અને અલીગઢ મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકવાદી શાહનવાઝે કબૂલ્યું હતું કે તેણે વર્ષ 2023માં ગુજરાતમાં અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. તેણે ફોટોગ્રાફ્સ લીધા હતા અને હુમલાના સ્થળની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી હતી. એટલું જ નહીં શાહનવાઝે બોહરા મસ્જિદ, દરગાહ, અમદાવાદની મઝાર, દરગાહ અને સાબરમતી આશ્રમની તસવીરો પણ ખેંચી હતી.

    ધરપકડ કરાયેલ ISIS આતંકવાદી શાહનવાઝ આલમે કબૂલ્યું છે કે ISISની સૂચના પર તેણે ગોધરાકાંડનો બદલો લેવા માટે ગુજરાતના અનેક શહેરોની રેકી કરી હતી. તેણે ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરતની રેકી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં