Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘ચૈતર વસાવા શેર હૈ, BJP વાલે ડરતે હૈ, ઉનકા કાલ બનેગા’: નેત્રંગની...

    ‘ચૈતર વસાવા શેર હૈ, BJP વાલે ડરતે હૈ, ઉનકા કાલ બનેગા’: નેત્રંગની સભામાં કેજરીવાલ, FIR થયા બાદ પોલીસ સામે હાજર થવામાં AAP MLAને લાગ્યા હતા 41 દિવસ

    આ રેલીમાં કેજરીવાલે એવી પણ જાહેરાત કરી હતી કે આવનારી લોકસભા ચૂંટણીમાં ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી AAPમાંથી ચૂંટણી લડશે. જેથી એક ચર્ચા એવી પણ શરૂ થઈ છે કે તો પછી INDI ગઠબંધનનું શું થશે?

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ રવિવારે (7 જાન્યુઆરી, 2023) ગુજરાત આવ્યા હતા. અહીં નેત્રંગમાં તેમણે અને પંજાબ સીએમ ભગવંત માને એક સભા સંબોધી હતી. કેજરીવાલે ભાષણમાં વનકર્મીઓને માર મારવાના ગુનામાં જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈતર વસાવાનાં ગુણગાન કરીને આરોપો ભારતીય જનતા પાર્ટીની સરકાર પર લગાવ્યા હતા. 

    કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી એક પરિવાર છે અને ચૈતર વસાવા તેમના નાના ભાઈ છે. પરંતુ દુઃખની વાત એ છે કે તેમનાં પત્ની શકુંતલાબેનની પણ ભાજપ સરકારે ધરપકડ કરી લીધી. જાતિવાદનો કાર્ડ ખેલતાં તેમણે કહ્યું કે, સમાજની વહુની ધરપકડ એ સમગ્ર આદિવાસી સમાજ માટે અપમાનની વાત છે. ત્યારબાદ લોકોને પૂછ્યું કે તેઓ આ અપમાનનો બદલો લેશે કે નહીં? 

    તેમણે ઉમેર્યું કે, “ચૈતર વસાવા આદિવાસી સમાજનો ઉભરતો યુવા નેતા છે. ભાજપને ડર છે કે જો ચૈતર વસાવા આગળ વધી જશે તો તે આદિવાસીઓના હકની વાત કરવાનું ચાલુ કરી દેશે.” તેમણે દાવો કર્યો કે ચૈતર વસાવા ગરીબો અને મજૂરોને તેમના હકો અપાવવા માટે લડી રહ્યા હતા. આગળ કહ્યું કે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકો તમારી જમીન હડપવા માટે આવે છે ત્યારે ચૈતર વસાવા વચ્ચે ઉભા રહીને તમારી રક્ષા કરે છે. 

    - Advertisement -

    જોકે, હકીકત એ છે કે તાજા કેસમાં જે જમીન પરથી વન વિભાગે અમુક ખેડૂતોનો પાક હટાવ્યો હતો તે સરકારી જમીન જ હતી, જેના દસ્તાવેજો કોર્ટમાં પણ રજૂ કરવામાં આવી ચૂક્યા છે.

    આગળ તેમણે કહ્યું કે, “આજે આખા ગુજરાતમાં જો BJP જો કોઇ એક વ્યક્તિથી ડરતી હોય તો તેનું નામ છે ચૈતર વસાવા. હું BJPને કહેવા માંગું છું, આવનારા સમયમાં ચૈતર વસાવા તમારો કાળ બનીને નીકળશે અને તમારો સત્યાનાશ કરશે. કાં તો તેને છોડી દો, અથવા ગુજરાતમાં તમારી અવળી ગણતરી શરૂ થઈ ગઈ છે.” આગળ તેઓ કહે છે, “ચૈતર વસાવા સિંહ (હિન્દીમાં શેર) છે….અને ભાજપવાળાઓ સિંહને વધારે દિવસ પીંજરામાં ન રાખી શકાય, જે દિવસે તે બહાર નીકળશે તે દિવસે તમારી ખેર નથી.” 

    આ રેલીમાં કેજરીવાલે એવી પણ જાહેરાત કરી હતી કે આવનારી લોકસભા ચૂંટણીમાં ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી AAPમાંથી ચૂંટણી લડશે. જેથી એક ચર્ચા એવી પણ શરૂ થઈ છે કે તો પછી INDI ગઠબંધનનું શું થશે? ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને INDI ગઠબંધનની સભ્ય પાર્ટીઓ છે. 

    અહીં નોંધવું જોઈએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ વનકર્મીઓને માર મારવાનો આરોપ લાગ્યો છે, જે મામલે ગત 3 નવેમ્બરના રોજ તેમની સામે FIR નોંધાઈ હતી. જોકે, FIR નોંધાતાંની સાથે જ તેઓ ફરાર થઈ ગયા હતા. આખરે 41 દિવસ બાદ તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. આ 41 દિવસ સુધી પોલીસ તેમને શોધતી રહી હતી. 

    આ કેસમાં ચૈતરનાં પત્ની શકુંતલાબેન અને PAનાં નામો પણ FIRમાં સામેલ કરવામાં આવ્યાં હતાં, જેમની પછીથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમણે જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે ફગાવી દીધી હતી. ચૈતર વસાવા પણ ધરપકડ બાદથી જેલમાં બંધ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં