તાજેતરમાં ઓસ્ટ્રેલિયા પાસે આવેલા ટાપુ દેશ પાપુઆ ન્યૂ ગિનીમાં જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ ભારતે ત્વરિત પ્રતિક્રિયા આપતાં 1 મિલિયન ડોલરની મદદ મોકલાવી હતી. જેને લઈને પાપુઆના વડાપ્રધાન જેમ્સ મેરાપે PM મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
અધિકારીક નિવેદનમાં પાપુઆ ન્યૂ ગિનીના વડાપ્રધાને કહ્યું કે, “આ મદદ બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. જેવી અમે મદદ માટે વિનંતી કરી કે ખૂબ ટૂંકા સમયગાળામાં તેમણે મદદ મોકલી આપી. આ પુનર્વસન અને પુનર્નિમાણના પ્રયાસોને સમર્થન આપવાની દિશામાં ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને એ દર્શાવે છે કે મિત્રતા અને ભાગીદારી માટે દેશ કેટલો પ્રતિબદ્ધ છે.”
Just in: Papua New Guinea James Marape thanks PM Modi for "swift response to the urgent request" in the aftermath of the volcanic eruption. India had sent $1MN assistance. Relief includes tents, sleeping mats, hygiene kits, meals ready to eat, water storage tanks etc https://t.co/WYHjElftWL pic.twitter.com/rKMYn2XxQH
— Sidhant Sibal (@sidhant) December 29, 2023
તેમણે આગળ કહ્યું કે, “ભારતે ત્વરિત કાર્યવાહી કરીને જ્વાળામુખી વિસ્ફોટથી પ્રભાવિત થયેલા વેસ્ટ ન્યૂ બ્રિટન (પાપુઆ ન્યૂ ગિનીનો એક પ્રાંત)ના લોકો માટે પ્રાથમિક સહાયની ચીજવસ્તુઓ મોકલી આપી હતી. જે તેમની બંધુત્વની ભાવના અને માનવીય સહાય પૂરી પાડવાના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.” તેમણે આગળ કહ્યું કે, આ મદદ ભારત અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચેના મજબૂત સંબંધો અને આફત સમયે એકબીજાના પડખે ઊભા રહેવાની ભાવના દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે ગત 20 નવેમ્બરના રોજ પાપુઆ ન્યૂ ગિનીમાં જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. ત્યારબાદ મદદ માટે વિનંતી કરવામાં આવતાં ભારતે અહીંથી 10 લાખ મિલિયન ડોલરની લગભગ 11 ટન જેટલી વસ્તુઓ મોકલી આપી હતી. જેમાં ટેન્ટ, સ્લીપિંગ મેટ, સીધું ખાઈ શકાય તેવું ભોજન, પાણીની ટાંકી, મેડિકલ કીટ, બેબી ફૂડ વગેરેનો સમાવેશ થાય છે.
ઈન્ડિયન હાઈકમિશનના ફર્સ્ટ સેક્રેટરી રવિન્દ્ર નાથે પાપુઆ ન્યૂ ગિની સરકારને ભારત સરકાર તરફથી આ ચીજવસ્તુઓ સોંપી હતી. આ વસ્તુઓના પેકેટ પર ભારતના રાષ્ટ્રધ્વજ સાથે ‘ભારતના નાગરિકો તરફથી પાપુઆ ન્યૂ ગિનીના લોકોને ભેટ’ લખવામાં આવ્યું હતું.
પાપુઆ ન્યૂ ગિની એ જ દેશ છે, જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે પોતાની વર્ષો જૂની પરંપરા તોડી દીધી હતી. વાસ્તવમાં ત્યાં સૂર્યાસ્ત બાદ જતા મહેમાનોનું ઔપચારિક સ્વાગત કરવામાં આવતું નથી, પરંતુ PM મોદી માટે આ પરંપરા તોડવામાં આવી હતી. એટલું જ નહીં, જ્યારે PM એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે તેમને આવકારવા માટે પાપુઆ PM જેમ્સ મેરાપ સ્વયં હાજર રહ્યા હતા અને ચરણસ્પર્શ કરીને PM મોદીનું સ્વાગત કર્યું હતું.
નોંધવું જોઈએ કે ભૂતકાળમાં પણ જ્યારે-જ્યારે પાપુઆ ન્યૂ ગિનીને મદદની જરૂર પડી છે ત્યારે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. જેમાં કોરોના કાળ દરમિયાન મોકલાવેલી વેક્સિનનો પણ સમાવેશ થાય છે. જ્યારે-જ્યારે કોઇ દેશ આફતમાં ફસાયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે જે-તે દેશનો હાથ ઝાલવાનો પ્રયાસ કર્યો છે.