Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસે રાહુલ ગાંધીની યાત્રાના પ્રમોશન માટે બનાવ્યો વિડીયો, પણ ઉપયોગ કર્યો અટલ...

    કોંગ્રેસે રાહુલ ગાંધીની યાત્રાના પ્રમોશન માટે બનાવ્યો વિડીયો, પણ ઉપયોગ કર્યો અટલ બિહારી બાજપેયીની કવિતા અને સ્મૃતિ ઈરાનીના અવાજનો: હાંસીપાત્ર ઠર્યા બાદ ડિલીટ કરી પોસ્ટ

    રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રાના પ્રમોશન માટે બનાવવામાં આવેલો આ 25 સેકન્ડનો વિડીયો કોંગ્રેસે પોતાના અધિકારિક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો હતો. 

    - Advertisement -

    કોંગ્રેસ પાર્ટીએ ફરી જાતે જ પોતાની ફજેતી કરાવી છે. તાજેતરમાં પાર્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં ગુણગાન તો રાહુલ ગાંધીનાં ગાવામાં આવ્યાં પણ અવાજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઇરાનીનો વાપર્યો હતો. સોશિયલ મીડિયા પર મામલો ચર્ચામાં આવ્યા બાદ પાર્ટીએ વિડીયો હટાવી દીધો હતો. 

    જોકે, તે પહેલાં ઘણા સોશિયલ મીડિયા યુઝર સુધી આ વિડીયો પહોંચી ગયો હતો અને તેમણે સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રાના પ્રમોશન માટે બનાવવામાં આવેલો આ 25 સેકન્ડનો વિડીયો કોંગ્રેસે પોતાના અધિકારિક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો હતો. 

    આ વિડીયોમાં સૌપ્રથમ લખેલું આવે છે, ‘Son: Dad, What is Goosebumps?’, ત્યારબાદ લખાય છે- “Dad: Goosebumps, Come With me.” ત્યારબાદ ‘ભારત જોડો યાત્રા લોડિંગ’ અને ’14 જાન્યુઆરી’ લખેલું આવે છે. ત્યારબાદ રાહુલ ગાંધીનો વિડીયો પ્લે થાય છે, જે સંભવતઃ ભારત જોડો યાત્રા દરમિયાનનો છે. 

    - Advertisement -

    આ દરમિયાન પાછળ વોઇસ ઓવર ચાલે છે- ‘હમ જિયેંગે તો ઇસ ભારત લિયે, ઔર મરેંગે તો ઇસ ભારત કે લિયે…ઔર મરને કે બાદ ભી, ગંગાજલ મેં બહતી હુઈ હમારી અસ્થિયોં કો કોઇ કાન લગાકર સુનેગા, તો એક હી આવાજ આયેગી- ભારત માતા કી જય.’. ત્યાં વિડીયો સમાપ્ત થઈ જાય છે. 

    કોંગ્રેસે અહીં જ લોચો માર્યો હતો. કારણ કે આ પંક્તિઓના મૂળ રચયિતા પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અટલ બિહારી બાજપેયી છે અને જે અવાજનો ઉપયોગ કોંગ્રેસે કર્યો છે તે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનો છે. 

    વાસ્તવમાં, સ્મૃતિ ઈરાનીએ આ કવિતાની પંક્તિઓ 24 ફેબ્રુઆરી, 2016ના રોજ સંસદમાં બોલતી વખતે ટાંકી હતી. તેમનું આ ભાષણ ખૂબ પ્રખ્યાત પણ બન્યું હતું. આ પંક્તિઓ મૂળ અટલ બિહારી બાજપેયીએ લખી હતી અને તેનો ઉલ્લેખ સ્મૃતિ ઇરાની પણ પોતાનાં સંબોધનમાં કરતાં જોવા મળે છે. 

    સ્મૃતિ ઈરાનીએ સંબોધનમાં જે પંક્તિઓ ટાંકી હતી તે આ પ્રમાણે છે- 

    ‘ભારત કોઇ ભૂમિ કા ટુકડા નહીં, યે જીતા-જાગતા રાષ્ટ્રપુરુષ હૈ. યે વંદન કી ધરતી હૈ, યે અભિનંદન કી ધરતી હૈ. યે અર્પણ કી ભૂમિ હૈ, યે તર્પણ કી ભૂમિ હૈ. ઇસકી નદી-નદી હમારે લિયે ગંગા હૈ, ઇસકા કંકડ-કંકડ હમારે લિયે શંકર હૈ. હમ જિયેંગે તો ઇસ ભારત લિયે, ઔર મરેંગે તો ઇસ ભારત કે લિયે…ઔર મરને કે બાદ ભી, ગંગાજલ મેં બહતી હુઈ હમારી અસ્થિયોં કો કોઇ કાન લગાકર સુનેગા, તો એક હી આવાજ આયેગી- ભારત માતા કી જય…’ 

    કોંગ્રેસે આમાંથી અંતિમ કેટલીક પંક્તિઓ ઊઠાવી લઈને રાહુલ ગાંધીના વિડીયો સાથે જોડી દીધી હતી. જે લોકોના ધ્યાને આવતાં ખૂબ ખિલ્લી ઉડાવી હતી. જોકે, પછીથી કોંગ્રેસને ભૂલ સમજાતાં વિડીયો હટાવી દેવામાં આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં