ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નૂપુર શર્માના કથિત નિવેદનને લઈને રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ અને મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હેની ઘાતકી હત્યાના વિરોધમાં હવે હિન્દુ સંગઠનો વિરોધ દર્શાવવા ઊભા થયા છે. આ ક્રમમાં, બુધવારે (6 જુલાઈ, 2022) સર્વ હિન્દુ સમાજ દ્વારા પાલી બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું અને બાદમાં વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી.
कन्हैयालाल जी की बर्बर हत्या के विरोध में आज पाली राजस्थान में सकल हिन्दू समाज ने शांतिपूर्ण विरोध प्रदर्शन किया pic.twitter.com/yvwFikNOev
— Vishwa Samvad Kendra,Jodhpur (@samvadJodhpur) July 6, 2022
રાજસ્થાનમાં આ પ્રસંગે હજારો હિંદુઓએ પાલી જિલ્લાના સૂરજપોલ ચોકડી પર રેલી કાઢી અને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. અહેવાલો અનુસાર આ રેલીમાં લગભગ 4-5 હજાર લોકો સંમેલિત થયા હતા. રેલી દરમિયાન સંત સુરજનદાસ, સંત ઓમ મહારાજ 72 ફૂટ બાલાજી, સંત પરશુરામ અને સંત રામવિચારના નેતૃત્વમાં પાંચ વખત હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંતોએ કોંગ્રેસ પાર્ટી પર ઈસ્લામિક હત્યાના ગુનેગારોને બચાવવાનો આરોપ લગાવ્યો હતો.
રેલી દરમિયાન લોકોએ હાથમાં પ્લેકાર્ડ પણ લીધા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘આતંકને નહીં સહીશું, બધા હિંદુઓ એક રહીશું’. આ સાથે જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરીમાં સંતોએ જિલ્લા મેજીસ્ટ્રેટ નમિત મહેતાને મળી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ મંગળવારે સર્વ સમાજની બેઠકમાં 65 સમાજના 850થી વધુ લોકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ બંધને બાર એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને પાલી ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો.
न किसी ने पत्थर चलाया..न आगजनी की…न छुरी चलाई..!#कन्हैयालाल हत्याकांड के विरोध में #पाली बंद कर सर्व #हिंदूसमाज का विशाल प्रदर्शन किया!
— Narayan Kumawat Adv (@NarayanKumawat_) July 6, 2022
श्रद्धांजलि के बाद सामूहिक हनुमान चालीसा पाठ किया.! pic.twitter.com/FZ8fHXyhSt
રાષ્ટ્રપતિને આવેદનપત્રમાં સર્વ હિંદુ સમાજ દ્વારા ગેહલોત સરકારને બરખાસ્ત કરવા અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા, PFI પર પ્રતિબંધ મૂકવા, મૃતકના પરિવારને વળતર અને સુરક્ષા આપવા, રાષ્ટ્રવિરોધી તત્વો સામે પગલાં લેવા અને ઉદયપુર-અમરાવતી જેવી ઘટનાઓને અંજામ આપવાવાળા માટે ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત આ રેલીમાં ભાજપના જિલ્લા પ્રમુખ મનશારામ પરમાર, ભાજપ મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ મનોહર કંવર, ધારાસભ્ય જ્ઞાનચંદ પરમાર સહિત અનેક આગેવાનો પણ જોડાયા હતા.
જયપુરમાં પણ વિરોધ પ્રદર્શન અને હનુમાન ચાલીસા
ઉદયપુરમાં બે ઇસ્લામવાદીઓ દ્વારા હિન્દુ દરજી કન્હૈયા લાલની હિંસક હત્યાની નિંદા કરવા માટે રાજસ્થાનના જયપુરમાં 3 જુલાઈના રોજ હજારો લોકોએ વિરોધ કર્યો હતો. આરએસએસ, વીએચપી અને અન્ય હિન્દુ સંગઠનોના સભ્યોએ ‘સર્વ હિન્દુ સમાજ’ રેલીમાં ભાગ લીધો હતો, જેમાં ગુનેગારોને ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી. મુખ્ય વિરોધ સ્ટેચ્યુ સર્કલ ખાતે થયો હતો જ્યાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવામાં આવ્યા હતા.
आतंक के खिलाफ जयपुर स्टेच्यू सर्किल पर सर्व हिन्दू समाज का अनुशासनात्मक प्रदर्शन। #जय_जय_श्री_राम #Hindu #udaipur pic.twitter.com/5w8pSAPho6
— SHADHU RAM GURJAR दैनिक भास्कर राजस्थान (@ShadhuGurjar) July 4, 2022
6 જુલાઈના રોજ જયપુરના રેનવાલમાં પણ આવા જ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. વેપારી સંગઠને બંધના એલાનને સમર્થન આપ્યું હતું. સર્વ હિન્દુ સમાજ દ્વારા આ બંધનું આહ્વાન કરાયું હતું અને કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.