Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'ટ્રિપલ તલાક' આપ્યા બાદ પણ શોહરે લૂંટી લાજ, ભાઈ સાથે કરાવ્યા 'હલાલા':...

    ‘ટ્રિપલ તલાક’ આપ્યા બાદ પણ શોહરે લૂંટી લાજ, ભાઈ સાથે કરાવ્યા ‘હલાલા’: સાસુ મોં બંધ રાખવાની આપતી હતી ધમકી, નોંધાઈ FIR

    શોહર તેની પત્નીને ઘરની બહાર ઉતારીને થોડા સમયમાં પરત આવશે તેવું કહીને ચાલ્યો ગયો હતો. 4 ઓક્ટોબરની એ જ રાત્રે પીડિતાના દિયરે તેની સાથે બળાત્કાર કર્યો હતો. તેણે આ બળાત્કારને 'હલાલા' નામ આપ્યું અને પીડિતા માટે તેના પતિ સાથે રહેવા માટે તેને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા ગણાવી.

    - Advertisement -

    હરિયાણામાં આવેલા યમુનાનગર જિલ્લામાંથી ટ્રિપલ તલાક અને હલાલાનો મામલો સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના શોહરે પહેલાં તેને ટ્રિપલ તલાક આપ્યા અને બાદમાં તેના દિયર સાથે હલાલા કરવાની ફરજ પાડી. હરિયાણા પોલીસે આ મામલે FIR નોંધી કેસને સહારનપુર જિલ્લામાં ટ્રાન્સફર કર્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર મામલો હરિયાણામાં સ્થિત યમુનાનગરના સિટી કોતવાલી પોલીસ સ્ટેશનનો છે. અહીંની એક મહિલાના નિકાહ 7-8 વર્ષ પહેલાં સહારનપુરમાં થયા હતા. આ નિકાહથી મહિલાને 2 બાળકો પણ છે. પરંતુ તેના શોહરે તેને 10 ઓગસ્ટ 2022ના રોજ ટ્રિપલ તલાક આપીને ઘરમાંથી કાઢી મુકી હતી. જે બાદ તેના ભાઈ સાથે હલાલા કરવાની પણ ફરજ પાડી હતી. આરોપી શોહર સહારનપુરના ન્યુ મંડી પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે.

    પીડિતાએ આ સંબંધમાં યમુનાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને 22 એપ્રિલ, 2023ના રોજ આરોપી પતિ વિરુદ્ધ IPCની કલમ 354, 406, 498-A અને મુસ્લિમ વુમેન પ્રોટેક્શન રાઈટ ઓન મેરેજ એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે.

    - Advertisement -

    પોલીસનું કહેવું છે કે, કેસ નોંધાયા બાદ 4 સપ્ટેમ્બરે આરોપી શોહરે તેની પત્નીને કેસ પાછો ખેંચી લેવા વિનંતી કરી હતી. તેણે તેની પત્નીને ફરીથી પોતાની સાથે રાખવાની ખાતરી પણ આપી હતી. જેના આધારે પીડિતાના પરિવારજનોએ આરોપી સાસરિયાઓ સાથે સમાધાન કર્યું હતું.

    2 ઓક્ટોબરે આરોપી શોહર ફરી એકવાર યમુનાનગરમાં પીડિતા પાસે ગયો હતો. તે રાત્રે તેની પત્ની સાથે રહ્યો હતો અને શારીરિક સંબંધો બાંધ્યા હતા. અહીં તે 2 દિવસ રોકાયો હતો અને 4 ઓક્ટોબરે શોહર તેની બીવીને લઈને સહારનપુર ગયો હતો.

    સહારનપુરમાં આરોપી શોહર તેની પત્નીને ઘરની બહાર ઉતારીને થોડા સમયમાં પરત આવશે તેવું કહીને ચાલ્યો ગયો હતો. 4 ઓક્ટોબરની એ જ રાત્રે પીડિતાના દિયરે તેની સાથે બળાત્કાર કર્યો હતો. તેણે આ બળાત્કારને ‘હલાલા’ નામ આપ્યું અને પીડિતા માટે તેના પતિ સાથે રહેવા માટે તેને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા ગણાવી. જ્યારે પીડિતાએ તેની સાસુને તેના દિયરની હરકતો જણાવી ત્યારે તેને મોં બંધ રાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત આરોપી સાસુએ પણ હલાલાને સમર્થન આપ્યું હતું.

    નોંધનીય છે કે યમુનાનગર પોલીસે આ કેસમાં FIR નોંધીને કેસને વધુ તપાસ અને કાર્યવાહી માટે નવી મંડી કોતવાલી સહારનપુર મોકલવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર FIRમાં કુલ 5 લોકોના નામ છે. આ આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 376 અને 323 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં