Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતઅમરેલી: લાઠી ખાતે 'જળ ઉત્સવ'ના લોકાર્પણમાં પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 10 દિવસીય...

    અમરેલી: લાઠી ખાતે ‘જળ ઉત્સવ’ના લોકાર્પણમાં પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 10 દિવસીય કાર્યક્રમનો કરાવ્યો શુભારંભ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમરેલીના લાઠીમાં લોકાર્પિત કરાયેલા જળ ઉત્સવ કાર્યક્રમની લાંબા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી. આ ઉત્સવ માટે લાઠીના દુધાળા અને આસપાસના વિસ્તારોમાં સરોવરોની હારમાળા બનાવવામાં આવી છે.

    - Advertisement -

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમરેલીના લાઠીમાં જળ ઉત્સવ કાર્યક્રમની શરૂઆત કરાવવામાં આવી હતી. અહીં તેમણે ધોળકિયા ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના સહયોગથી બનાવવામાં જળ સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ મુખ્યમંત્રીએ 10 દિવસીય જળ ઉત્સવનો શુભારંભ પણ કરાવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યનો આ પ્રથમ જળ ઉત્સવ હશે જેને 15થી 25 નવેમ્બર સુધી ઉજવવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમરેલીના લાઠીમાં લોકાર્પિત કરાયેલા જળ ઉત્સવ કાર્યક્રમની લાંબા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી. આ ઉત્સવ માટે લાઠીના દુધાળા અને આસપાસના વિસ્તારોમાં સરોવરોની હારમાળા બનાવવામાં આવી છે. આ સરોવરોને લાઈટોથી શણગારવામાં આવ્યા છે, સાથે જ 10 દિવસીય આ ઉત્સવમાં વિવિધ પ્રકારના રોમાંચક વોટર સ્પોર્ટ્સ, એડવેન્ચર એક્ટીવીટી તેમજ સંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

    આ જળ ઉત્સવની શુભ શરૂઆત કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “આટલા વર્ષોમાં લગભગ બધાએ સૌરાષ્ટ્રમાં પાણીની તકલીફો જોઈ છે. ખારા પાટ અને પ્રતિકૂળ જમીન હોવા છતાં આજે અહીં પાણીનો નોંધપાત્ર સંગ્રહ કરવામાં આવ્યો છે. આ પહેલા જયારે હું અમરેલી આવ્યો ત્યારે અમે કહેલું કે અમરેલીને તમામ પ્રકારની મદદ કરવાનું વચન આપ્યું હતું. આપણા વડાપ્રધાને આફતને અવસરમાં કેવીરીતે બદલી શકાય તેવો પ્રયત્ન કર્યો છે. આ જાળ ઉત્સવના માધ્યમથી બાકીના ગામોને પણ પાણીના સંગ્રહ કરવાની પ્રેરણા મળશે અને અહીના ગામોની ખેતી સમૃદ્ધ બનશે અને આ પ્રયાસમાં સરકાર અને ફાઉન્ડેશન દ્વારા પણ મદદ કરવામાં આવશે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે દુધાળા ખાતે બનાવવામાં આવેલા જળાશયની ફરતે વિવિધ સુશોભન કરીને એક લોક મેળા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ફૂડ સ્ટોલ, નેચર પાર્ક, બર્ડ પાર્ક સાથે સાથે લોકોને પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય તેની સમજણ આપતી માર્ગદર્શિકાઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ કાર્યક્રમ દ્વારા પાણીની અછતનો સામનો કરી રહેલા અમરેલી પંથકના ગામડાઓને જળ સંગ્રહ કરવાની પદ્ધતિથી સમૃદ્ધ બનાવવાના સંકલ્પ સાથે કર્મ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં