Friday, November 22, 2024
More
    હોમપેજદેશસ્વતંત્રતા પછી પ્રથમ વાર થશે દેશ જોડનાર 562 રજવાડાના વંશજોનું સન્માન: ગુજરાતમાં...

    સ્વતંત્રતા પછી પ્રથમ વાર થશે દેશ જોડનાર 562 રજવાડાના વંશજોનું સન્માન: ગુજરાતમાં સરદાર વલ્લભાઈ પટેલની જન્મજયંતી પર યોજાશે ભવ્ય કાર્યક્રમ

    રજવાડાના સન્માનમાં યોજાતા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશના 562 રજવાડાને આમંત્રણ આપાયું છે. જેમાંથી મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વંશજો સહિતના 51 રાજવી પરિવારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે કન્ફર્મેશન આપ્યું છે.

    - Advertisement -

    31 ઓક્ટોબરે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી આવી રહી છે. જેને લઈને અનેક નાના-મોટા કાર્યક્રમો થવા જઈ રહ્યા છે. સરદાર પટેલે ભારતને અખંડ બનાવવા માટે ઘણું મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે દેશના 562 રજવાડાનું વિલીનીકરણ કરી આજનું ભારત બનાવ્યું હતું. દેશને એક કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહફાળો રહ્યો છે. જેને લઈને તેમની જન્મજયંતી પર દરવર્ષે તેમના સન્માનમાં અનેકો કાર્યક્રમો યોજાય છે. પરંતુ આ વર્ષે સરદાર પટેલની સાથે એ 562 રજવાડાના વંશજોનું પણ સન્માન કરવામાં આવશે જેમના પૂર્વજોએ દેશને અખંડ બનાવવા માટે હસતાં મુખે રજવાડા દાન કર્યા હતા. તેને લઈને અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

    દિવ્ય ભાસ્કરના ખાસ અહેવાલ અનુસાર આ કાર્યક્રમ અમદાવાદના ગોતા બ્રિજ પાસે સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનમાં યોજાશે. વર્તમાન સ્થિતિમાં રાષ્ટ્ર વિરોધી પરિબળો સક્રિય થયા છે. આવી સ્થિતિમાં આધ્યાત્મિક ચેતના થકી રાષ્ટ્ર ચેતના લાવવાના શુભ ઉદ્દેશ્ય સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પહેલ કરવામાં આવી છે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી છે. તે માટે સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના 562 રજવાડાના વંશજોને આમંત્રિત કરી તેમનું સન્માન કરવા માટે ભવ્યું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

    મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ અને કૃષ્ણકુમારસિંહજીના વંશજ સહિતના 51 રાજવી પરિવારે આપ્યું કન્ફર્મેશન

    રજવાડાના સન્માનમાં યોજાતા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશના 562 રજવાડાને આમંત્રણ આપાયું છે. જેમાંથી મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વંશજો સહિતના 51 રાજવી પરિવારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે કન્ફર્મેશન આપ્યું છે. 31 ઓક્ટોબરના રોજ રાજ્યની અનેક જગ્યાઓ પરથી 1 લાખથી વધુ યુવાનો જોડાશે એવી શકયતા છે. સમગ્ર રાજ્યમાંથી આશરે 10 હજાર માણસો કાર રેલી સ્વરૂપે કાર્યક્રમમાં પહોંચશે.

    - Advertisement -

    રાજવી પરિવારના વંશજોના રોકાણ માટે કરાઈ વ્યવસ્થા

    દેશના 562 રજવાડાના વંશજો અમદાવાદ ખાતે આવશે ત્યારે તેમના રોકાણ માટે અમદાવાદ-ગાંધીનગરની હોટલોના રૂમ બુક કરવામાં આવ્યા છે. સન્માન માટે 9 હજાર ચો. ફૂટનો મંચ તૈયાર કરાયો છે. આ કાર્યકર્મ માટે હમણાં સુધીમાં 51 રાજવી પરિવારનું કન્ફર્મેશન આવી ચૂક્યું છે. 30 ઓક્ટોબરે તેઓ હવાઈ અને રોડ માર્ગે અમદાવાદ પહોંચશે. પ્રોટોકોલ કમિટી દ્વારા તેમનું એરપોર્ટ અને હોટલ પર ભવ્ય પારંપરિક સ્વાગત થશે. 31 ઓક્ટોબરે રાજવી પરિવારના વંશજોનું બેન્ડબાજા સાથે કાર્યક્રમ સ્થળે સ્વાગત કરાશે. 562 રજવાડામાં માત્ર સૌરાષ્ટ્ર-કાઠીયાવાડના જ 222 રજવાડાનો સમાવેશ થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં