Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકુખ્યાત ચીખલીગર ગેંગ સુરત પોલીસના સકંજામાં, દિલધડક ધરપકડનો વિડીયો થયો વાયરલ

    કુખ્યાત ચીખલીગર ગેંગ સુરત પોલીસના સકંજામાં, દિલધડક ધરપકડનો વિડીયો થયો વાયરલ

    દક્ષિણ ગુજરાતની ચીખલીગર ગેંગના કેટલાક સભ્યો આજે સુરત નજીક ઝડપાઈ ગયા હતા પરંતુ તે અગાઉ તેમણે ભાગવાની કરેલી કોશિશનો એક વિડીયો વાયરલ થયો છે.

    - Advertisement -

    ચીખલીગર ગેંગ સુરત પોલીસના સકંજામાં આવી ગઈ છે, સમગ્ર રાજ્યમાં આતંક ફેલાવતી ચીકલીખર ગેંગ આખરે સુરત પોલીસ દ્વારા પોલીસ પકડમાં આવી છે. આ વખતે પોલીસે ચીખલીગર ગેંગને ઝડપી લીધી છે. ગઇકાલે સુરત પોલીસે ચીખલીગર ગેંગને આંતરીને ફિલ્મી ઢબે પકડી પાડી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. આ સમયે ક્રાઇમબ્રાન્ચ અને ચીકલીગર ગેંગ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અને અંતે ચીખલીગર ગેંગ સુરત પોલીસના સકંજામાં આવી ગઈ છે.

    આ દ્રશ્યો સર્જાયા હતા સુરત શહેરના દસ્તાન ફાટકના રોડ પર, જ્યાં પોલીસે ચીખલીગર ગેંગના 3 સભ્યોને ઝડપી લીધા છે. ગેંગને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાંચે જેસીબી વચ્ચે મુકીને ગાડી પર લાઠીઓ મારવાની શરૂ કરી હતી. જેમાં ગેંગ ભાગવામા સફળ તો થઇ પરંતુ તેમની કાર જેસીબી સાથે અથડાઇ ગઇ હતી. આ આખી ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.

    બારડોલી દાસ્તાન ફાટક પાસેથી ઈકો કારમાં સવાર થઈને પસાર થઈ રહેલી ચીકલીગર ગેંકના 3 સભ્યો પોલીસે પકડી પાડ્યા છે. પોલીસને જોતા જ તેમણે કાર રિવર્સમાં લીધી હતી, પરંતુ પોલીસ તેમને છટકવા દીધા ન હતા. પોલીસે કાર પર લાકડાથી હુમલો કર્યો હતો .

    - Advertisement -

    આ વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, પોલીસ અને ગેંગ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જે બાદ કાર જેસીબી સાથે અથડાતા દોડતા પોલીસકર્મીઓએ આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા હતા. શહેરના બારડોલીના દસ્તાન ફાટક પાસેથી ચીખલીગર ગેંગના સભ્યો ઇકો લઇને જઇ રહ્યાં હતા. તે દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે કારને રોકી હતી. જોકે પહેલા તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા. જે બાદ કાર પર ડંડા અને ધોકાવાળી કરીને તેમજ ચીખલીગર ગેંગના સભ્યો ફરાર ન થઇ જાય એ માટે કારને રોકવા વચ્ચોવચ બુલડોઝર પણ મૂકવામાં આવ્યું હતું

    કેવી રીતે પાર પડ્યું ઓપરેશન

    ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ઈકો કારમાં સવાર થઈને ચીખલીગર ગેંગના કેટલાક સભ્યો બારડોલી પાસેથી પસાર થવાના છે. ત્યારે ટીમ તેમના પહોંચતા પહેલા જ તૈનાત થઈ ગઈ હતી. જેમ કાર આવી તેમ આખી ટીમ તેમના પર દંડા લઈને તૂટી પડી હતી. લગભગ 12 જેટલા પોલીસ કર્મીોએ કાર પર લાકડાથી પ્રહાર કર્યા હતા. જેમાં કારમાં સવારે બે સાગરિતોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પકડાઈ ગયા હતા. તેમને પકડવા માટે પોલીસે રોડ પર એક સાઈડ કારનો કાફલો અને એક સાઈડ જેસીબી ઉભુ કરી દીધું હતું. ઈકો કાર ભગાવતા કાર જેસીબી સાથે અથડાઈ હતી અને કાર ત્યા જ ફસાઈ ગઈ હતી.

    ચીખલીગર ગેંગનો ગુનાહિત ઈતિહાસ

    ચીકલગર ગેંગનો આતંક સમગ્ર સુરત જિલ્લામાં ફેલાયેલો છે. આ ગેંગ રાત્રી ઘરફોડ, ધાડ, ધાડની કોશિશ અને હત્યાના પ્રયાસ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા છે. આ ગેંગની ખાસ વાત એ છે કે, ચીકલીગર ગેંગમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાતના મળીને આરોપીઓ સામેલ છે. બે સાગરિતો પકડાતા હવે ક્રાઈમ બ્રાન્ચને તેમના વધુ ગુના ઉકેલાય અને અન્ય સાથીઓ સુધી પહોંચી શકશે તેવી આશા છે.

    આ ગેંગ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. તેઓએ સુરત પોલીસના નાકમાં દમ લાવી દીધો હતો. તેઓ ખાસ પ્રકારની મોડસ ઓપરેન્ડી પર કામ કરતા હતા. આ ખૂંખાર ટીમ શહેર અને જિલ્લાની અંદરથી કાર ચોરી કરતા હતા અને તે જ વાહનોનો ઉપયોગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં