કાનપુરની સિસમાઉ વિધાનસભા સીટના SP ધારાસભ્ય ઈરફાન સોલંકીના ભાઈ ફરહાન પર તેની પત્નીએ ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાવી છે. આ સાથે પીડિતાએ ચકેરી પોલીસ સ્ટેશનમાં દહેજ માટે ઉત્પીડન અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ પણ કરી છે. પીડિતાએ આ કેસમાં તેના દિયર ઈમરાન અને તેની પત્ની રૂબીનું નામ પણ આપ્યું છે.
Kanpur Uttar Pradesh Brother SP MLA Irfan Solanki Booked For Torturing Wife For Dowry Triple Talaq https://t.co/j6oMlO6y71
— TIMES18 (@TIMES18News) June 27, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતાનું નામ અંબરીન ફાતિમા છે. કાનપુરની ડિફેન્સ કોલોનીમાં રહેતી ફાતિમાના લગ્ન 25 માર્ચ 2009ના રોજ કાનપુરના ફરહાન સોલંકી સાથે થયા હતા. પીડિતાને 3 બાળકો પણ છે. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે, લગ્નના 2 વર્ષ બાદ ફરહાન અન્ય યુવતી સાથે ગેરકાયદેસર સંબંધ બાંધ્યો હતો. જ્યારે મેં વિરોધ કર્યો તો મને માર મારવામાં આવ્યો હતો.”
ટ્રિપલ તલાકની ફરિયાદ દરમિયાન વધુમાં જણાવાયું છે કે, “થોડા સમય પછી ફરહાને મને 5 લાખ રૂપિયાનું દહેજ લાવવા કહ્યું. મારા ના પાડવા પર તેણે બીજા લગ્નની ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું. 8 સપ્ટેમ્બર 2019ના રોજ ફરહાને મને 3 તલાક આપીને ઘરની બહાર કાઢી મૂકી હતી. આ અંગે મેં ચકેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ ધારાસભ્ય ઈરફાન સોલંકીના દબાણ હેઠળ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.” ફાતિમાના કહેવા પ્રમાણે, જ્યારે તેણે ફરહાન વિશે તેના દિયર ઈરફાનને ફરિયાદ કરી તો તે સમાધાનનું ખોટું આશ્વાસન આપતો હતો.
પીડિત અંબરીને આ વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કાનપુર પોલીસ કમિશનરને અપીલ કરી છે. કમિશનરના આદેશ પછી, ચકેરી પોલીસ સ્ટેશને આરોપી પતિ ફરહાન અને પીડિતાના દિયર અને દેરાણી વિરુદ્ધ ટ્રિપલ તલાક, હુમલો, દહેજ એક્ટ અને ધમકીની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. એસીપી કેન્ટ મૃગાંક શેખરે અમર ઉજાલાને જણાવ્યું હતું કે કેસ નોંધ્યા બાદ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
ઈરફાન સોલંકી તેના વિવાદાસ્પદ નિવેદનો અને કારનામાઓ માટે જાણીતો
ઉલ્લેખનીય છે કે, સિસમઈના સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને કારનામાઓને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. થોડા દિવસો પહેલા, 18 જૂન, 2022 ના રોજ, તેમણે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં અગ્નિપથ યોજના વિરુદ્ધ પૂતળા દહન કરીને પ્રદર્શન કર્યું હતું.
#SamajwadiParty Legislator Irfan Solanki, his brother and a former corporator have been booked for holding a meeting in #Kanpur‘s Prem Nagar hotspot area and flouting the #socialdistancing norms. pic.twitter.com/EjWrwADZgl
— IANS (@ians_india) June 1, 2020
સપ્ટેમ્બર 2021 માં, તેણે ઝારખંડની જેમ યુપી વિધાનસભામાં પ્રાર્થના માટે રૂમની પણ માંગ કરી હતી. મે 2020 માં, તેણે કોરોના સમયગાળા દરમિયાન માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને ભીડ એકઠી કરી હતી. માર્ચ 2022 માં વિધાનસભામાં જીત પછી, તેણે વહીવટીતંત્રના આદેશોની અવગણના કરીને એક મોટું સરઘસ કાઢ્યું. આ મામલામાં તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.