પાકિસ્તાની ICC વર્લ્ડ કપ પ્રેઝેન્ટર અને સ્પોર્ટ્સ એન્કર ઝૈનાબ અબ્બાસે ભારત છોડીને ભાગી ગઈ છે. પાકિસ્તાનની મીડિયા ચેનલ સમા ટીવીએ એક ટ્વિટમાં જાણકારી આપી કે, ઝૈનાબે ભારત છોડી દીધું છે. જોકે, પાકિસ્તાની ચેનલે સાથે લખ્યું કે, તેણે ‘સુરક્ષાનાં કારણોસર’ દેશ છોડવો પડ્યો હતો. હાલ તે દુબઈમાં હોવાનું પણ જણાવ્યું હતું.
Pakistani sports presenter Zainab Abbas has safely exited India over "safety concerns"
— SAMAA TV (@SAMAATV) October 9, 2023
She is currently in Dubai; allegations involve #cybercrime and old anti-India tweets #ICCWorldCup2023 #IndiaPakistan #WorldCup2023 pic.twitter.com/DRWKMZs0qS
ઉલ્લેખનીય છે કે ઝૈનાબને હાલ ભારતમાં ચાલી રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપની પ્રેઝેન્ટર નીમવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ પાકિસ્તાની સ્પોર્ટ્સ એન્કરનાં અમુક જૂનાં ટ્વિટ્સ વાયરલ થઈ ગયાં હતાં. જેને લઈને તેની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી. જેની ઉપર કાર્યવાહીના ડરે ઝૈનાબ અબ્બાસે ચાલતી પકડી હતી.
રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર મુદ્દો ઉઠ્યા બાદ ICC અને BCCIએ પણ સંજ્ઞાન લીધું અને તેને પ્રેઝેન્ટર લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેને ભારત છોડવા માટે કહી દેવામાં આવ્યું.
ગત 2 ઓક્ટોબરે ઝૈનાબે X પર એક પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે તે ICC વર્લ્ડ કપમાં પ્રેઝેન્ટર તરીકે કામ કરશે. ત્યારબાદ એક યુઝર @YearOfTheKrakenએ એક થ્રેડ પોસ્ટ કરીને પાકિસ્તાની એન્કરની જૂની પોસ્ટના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા હતા, જેમાં તેણે હિંદુવિરોધી અને ભારતવિરોધી ટિપ્પણીઓ કરી હતી.
A Rabid Hindu Hater from Pakistan is among the ICC presenters for the World Cup
— Sensei Kraken Zero (@YearOfTheKraken) October 2, 2023
Shameful pic.twitter.com/2sezuNbafl
તેણે એક પોસ્ટમાં ભારતીયોને ટાર્ગેટ કરીને ટિપ્પણી કરી હતી તો બીજી એક પોસ્ટમાં ખાસ કરીને હિંદુઓને નિશાન બનાવીને ગૌમૂત્ર વિશે ટિપ્પણી કરી હતી. ઉપરાંત, દેવી-દેવતાઓ વિશે પણ ઘસાતું લખ્યું હતું. જોકે, પછીથી આ પોસ્ટ ડિલીટ થઈ ગઈ હતી અને તેણે પોતાનું હેન્ડલ પણ બદલી નાખ્યું હતું.
ટ્વિટ્સ વાયરલ થયા બાદ સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદલે દિલ્હી પોલીસ સાયબર સેલ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી હતી. 4 ઓક્ટોબરના રોજ દાખલ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, ઝૈનાબ અબ્બાસે ભારતવિરોધી અને હિંદુવિરોધી વાતો લખી હતી, જેની સામે IPCની કલમ 153A, 295, 506, 121 અને આઇટી એક્ટની કલમ 67 હેઠળ કેસ દાખલ થવો જોઈએ. આ સિવાય તેમણે એવી પણ માંગ કરી હતી કે ઝૈનાબને ICC વર્લ્ડ કપના પ્રેઝેન્ટર લિસ્ટમાંથી બાકાત કરવામાં આવે.
ફરિયાદ દાખલ થયા બાદ આખરે કાર્યવાહીના ડરે તેણે જાતે જ ભારત છોડી દીધું અને દુબઈ ચાલી ગઈ.