હવે મધ્યપ્રદેશમાં મહિલાઓને સરકારી નોકરીઓમાં 35% અનામત મળશે. શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વવાળી ભાજપ સરકારે મહિલાઓના ક્વોટામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ ક્વોટા વન વિભાગની ભરતી સિવાયના તમામ વિભાગોમાં લાગુ પડશે.
મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે અનામત વધારીને 35% કરવાનો સરકારી આદેશ 3 ઓક્ટોબર 2023ના રોજ જારી કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ભાજપ સરકારનું આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
मध्य प्रदेश ने मध्य प्रदेश सिविल सेवा (महिलाओं की नियुक्ति के लिए विशेष प्रावधान) नियम, 1997 में संशोधन किया है, जिसमें वन विभाग को छोड़कर महिलाओं को भर्ती में 35% आरक्षण प्रदान किया गया है। pic.twitter.com/ELv03kIhGI
— ANI_HindiNews (@AHindinews) October 5, 2023
અગાઉ, રાજ્યમાં મહિલાઓ માટે નોકરીઓમાં 33% અનામતની જોગવાઈ હતી જે વર્ષ 1995 માં લાગુ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં શિક્ષકની ભરતીમાં 50% જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે.
મધ્યપ્રદેશમાં મહિલા અનામતને મહિલા મતદારોને આકર્ષવા માટે ભાજપની રાજનીતિમાં એક નવા પગલા તરીકે જોવામાં આવી રહી છે. આ પગલું મોદી સરકારે વિધાનસભાઓ અને સંસદમાં મહિલાઓને 33% અનામત આપવાનું બિલ પસાર કર્યાના થોડા દિવસો બાદ લેવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશમાં ભાજપ મહિલા કલ્યાણ માટે સતત યોજનાઓ લાવી રહી છે. આ પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ‘લાડલી બહેના‘ અંતર્ગત ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યની મહિલાઓને દર મહિને ₹1500 આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં પાંચ હપ્તા મોકલવામાં આવ્યા છે.
मेरी लाड़ली बहनों, तुम्हारे जीवन को आसान बनाने के लिए आज खुशियों की पांचवीं किस्त डाल दी है। pic.twitter.com/h5xM7WImh6
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 4, 2023
મધ્યપ્રદેશની નવી મતદાર યાદી અનુસાર, 48.8% મતદારો મહિલાઓ છે. રાજ્યમાં 2.72 કરોડ મહિલા મતદારો છે. લગભગ 1.3 કરોડ મહિલાઓ લાડલી બહેના યોજના હેઠળ લાભ મેળવી રહી છે. રાજ્યમાં મહિલા મતદારોની સંખ્યામાં ગત ચૂંટણીની સરખામણીએ 12.9%નો વધારો થયો છે.
મધ્યપ્રદેશમાં લાડલી બહેના યોજના સિવાય રાજ્યમાં એલપીજી સિલિન્ડર પર પણ મોટી સબસિડી આપવામાં આવી રહી છે. રાજ્યમાં 36.62 લાખ પરિવારોને ₹450માં LPG સિલિન્ડર મળી રહ્યા છે.