કેરળમાં ઇડુક્કીમાં એક ચર્ચના પાદરી ભાજપમાં જોડાયા. ત્યાર બાદ જે કેથોલિક ચર્ચમાં તેઓ પાદરી હતા તે ચર્ચે તેમને તેમના તમામ પદ પરથી હટાવી દીધા છે. કેરળમાં ભાજપમાં જોડાવવા બદલ ચર્ચમાંથી પાદરીની હકાલપટ્ટી કરવા માટે તાત્કાલિક ધોરણે ચર્ચમાં એક બેઠક પણ બોલાવવામાં આવી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, ઇડુક્કીના કેથોલિક મંકુવા ચર્ચમાં 73 વર્ષના પાદરી કુરિયાકોસ મટ્ટમે ગત 2 ઓકટોબર 2023ના રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રથીક સભ્ય પદ લીધું હતું. પાર્ટીમાં જોદાયબ બાદ તેમના કેટલાક ફોટા પણ સોશિયલ મીડીયામાં સામે આવ્યા હતા.
કુરિયાકોસ મટ્ટમના ભાજપમાં જોડાવવાને લઈને સાઈર મલાબાર ચર્ચના આર્કબિશપે તાત્કાલિક ધોરણે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કુરિયાકોસ મટ્ટમને ચર્ચના તમામ પડો પરથી હટાવી દેવામાં આવે.
આર્કબિશપના આ નિર્ણય પર ચર્ચના એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે પાદરી વર્ગના લોકો કોઈ રાજનૈતિક દળનું સભ્ય પદ લઇ શકે નહીં. મટ્ટમ સેન્ટ થોમસ ચર્ચમાં પાદરીના પદ પર કામ કરતા હતા, એટલા માટે જ તેમને ભાજપમાં જોડાવવાની અનુમતિ નથી.
કુરિયાકોસ મટ્ટમને ઇડુક્કી જિલ્લાના ભાજપ જિલ્લાધ્યક્ષ કે સેક આજીએ પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. આજીએ તે સમયના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર પણ મુક્યા હતા. મટ્ટમના ભાજપમાં જોડાવવા પર તેમણે કહ્યું કે તેમને નથી લાગતું કે ભાજપ ખ્રિસ્તી વિરોધી પાર્ટી છે.
મટ્ટમે આગળ જણાવ્યું કે, “હું વર્તમાન સમયના મુદ્દાઓ પર નજર રાખું છું. એવું કોઈ જ કારણ નથી કે હું ભાજપનો સભ્ય ન બની શકું. ભાજપના અનેક કાર્યકર્તાઓ સાથે મારે મિત્રતા છે. મેં આજે સભ્યપદ મેળવ્યું છે. હું સતત સમાચાર પત્રો વાંચતો રહું છું અને ભાજપને સારી રીતે સમજુ છું.”
તેમણે આગળ જણાવ્યું કે, “આજથી 40-45 વર્ષ પહેલા તિરુવનંતપુરમનું માર્ક્સવાદી પાર્ટીનું એક સંગઠન અમારા ત્યાંથી પસાર થઇ રહ્યું હતું, મેં તેમની બેઠકમાં ભાગ લીધો હતો. હું આને પણ એ મુજબ જ લઇ રહ્યો છું.”
કેરળમાં ભાજપમાં જોડાવવા બદલ ચર્ચમાંથી પાદરીની હકાલપટ્ટી થવાની ઘટનાએ અનેક ચર્ચાઓને જોર આપ્યું છે. તો બીજી તરફ ભાજપના જિલ્લાઅધ્યક્ષ આજીએ કહ્યું હતું કે, “ભાજપ પ્રસન્નતાથી પાદરીનું સ્વાગત કરીએ છીએ. આ પ્રથમ વખત છે કે કોઈ પાદરી ભાજપમાં જોડાઈ રહ્યા હોય. વર્તમાન સમયમાં ભાજપ અલ્પસંખ્યકો માટે કામ કરી રહ્યું છે અને અનેક વિપક્ષી દળો તેનો વિરોધ કરી રહ્યા છે.”