Tuesday, November 26, 2024
More
    હોમપેજદુનિયાઆતંકવાદી હાફિઝ સઈદનો પુત્ર કમાલુદ્દીન માર્યો ગયો હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા: 2...

    આતંકવાદી હાફિઝ સઈદનો પુત્ર કમાલુદ્દીન માર્યો ગયો હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા: 2 દિવસ પહેલાં ‘અજાણ્યા લોકો’ દ્વારા અપહરણ થયું હોવાના મળ્યા હતા અહેવાલ 

    કાશ્મીરી પત્રકાર સાજિદ યુસુફ શાહે X પર પોસ્ટ કરીને લખ્યું કે, કમાલુદ્દીનને પેશાવરમાં મારવામાં આવ્યો છે. હત્યા પહેલાં તેને ટોર્ચર કરવામાં આવ્યું હતું, જેના કારણે શરીર પર ઘણાં ઈજાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. 

    - Advertisement -

    પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી છે હાફિઝ સઈદ. તેનો પુત્ર છે કમાલુદ્દીન. બે દિવસ પહેલાં  આ કમાલુદ્દીન ગુમ થઈ ગયો હોવાના સમાચાર આવ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે હાફિઝ સઈદનો પુત્ર માર્યો ગયો છે. આ પ્રકારની અનેક પોસ્ટ્સ જોવા મળી. 

    બે દિવસ પહેલાં મીડિયામાં સમાચારો આવ્યા હતા કે ઈસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના (LeT) ચીફ હાફિઝ સઈદનો પુત્ર કમાલુદ્દીન કિડનેપ થઈ ગયો છે. રિપોર્ટ્સનું માનીએ તો મંગળવારે (26 સપ્ટેમ્બર) કમાલુદ્દીન છેલ્લી વખત પાકિસ્તાનના પેશાવરમાં જોવા મળ્યો હતો અને ત્યાંથી “અજાણ્યા લોકો” આવીને તેને કારમાં ઉઠાવી લઇ ગયા હતા. ત્યારથી તેનો પત્તો લાગ્યો ન હતો. 

    કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ને ટાંકીને આ સમાચાર આપવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે પુત્ર ગાયબ થઈ જવાથી હાફિઝ સઇદ હાંફળોફાંફળો બની ગયો છે અને બીજી તરફ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પણ કમાલુદ્દીનને શોધી શકી નથી. 

    - Advertisement -

    શુક્રવારે (29 સપ્ટેમ્બર) દાવો ફરતો થયો કે કમાલુદ્દીન માર્યો ગયો છે. આ કામ પણ “અજાણ્યા લોકો’એ જ કર્યું હોવાનું સોશિયલ મીડિયામાં કહેવાય છે. કાશ્મીરી પત્રકાર સાજિદ યુસુફ શાહે X પર પોસ્ટ કરીને લખ્યું કે, કમાલુદ્દીનને પેશાવરમાં મારવામાં આવ્યો છે. હત્યા પહેલાં તેને ટોર્ચર કરવામાં આવ્યું હતું, જેના કારણે શરીર પર ઘણાં ઈજાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. 

    આ પ્રકારની અનેક પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દાવો એવો પણ છે કે કમાલુદ્દીનનો મૃતદેહ KPK વિસ્તારની જબ્બા ખીણમાંથી મળી આવ્યો હતો અને હવે ISIએ જ તેની અંતિમવિધિ પણ કરી દીધી છે.

    અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ મીડિયામાં હાફિઝ સઈદના પુત્રના અપહરણના સમાચારો વહેતા થયા હતા અને ત્યારબાદ હવે તે માર્યો ગયો હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલે છે. પરંતુ કોઇ પાકિસ્તાની છાપાં કે મીડિયામાં આવા સમાચાર જોવા મળતા નથી. જેથી તેના અપહરણ અને હત્યાને લઈને હજુ પુષ્ટિ થવાની બાકી છે. 

    હાફિઝ સઇદ પાકિસ્તાનનો આતંકવાદી છે, જે લશ્કર-એ-તૈયબા નામનું ઈસ્લામિક આતંકી સંગઠન ચલાવે છે. તેણે જ વર્ષ 2008માં મુંબઈમાં આતંકવાદી હુમલો પણ કરાવ્યો હતો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. ગયા વર્ષે પાકિસ્તાનની કોર્ટે તેને 31 વર્ષની જેલની સજા સંભળાવી હતી. જોકે, માનવામાં આવે છે કે તેની પાછળ FATFનું દબાણ હતું. આ સિવાય સમયે-સમયે તે પાકિસ્તાનની જેલમાં જલસા કરતો હોવાના અહેવાલો મળતા રહે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં