અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સાથે જોડાયેલા (Joe Biden) વિવિધ પ્રકારના વિડીયો સામે આવતા રહે છે જેમાં તેઓ કોઇ બીજી જ દુનિયામાં ખોવાયેલા દેખાય છે. કેટલીકવાર તેઓ અન્ય લોકોની અવગણના કરે છે અને વિરુદ્ધ દિશામાં જતા રહે છે, અને કેટલીકવાર તેઓ અચાનક કોઈ દિશામાં આગળ વધે છે. અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હશે, જેઓ પહેલા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, આવી સ્થિતિમાં જો બાયડનની તબિયત ડેમોક્રેટ્સ માટે મોટી સમસ્યા બની ગઈ છે.
હવે કંઈક એવું બન્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન દેશના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને (Volodymyr Zelenskyy) ઓળખવામાં નિષ્ફળ ગયા. તે પણ જ્યારે કમલા હેરિસે તેમની સાથે ચૂંટણી લડી હતી અને રશિયા સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકા યુક્રેનને કરોડો ડોલરની મદદ કરી રહ્યું છે. વાસ્તવમાં નવો ડ્રામા નાટો (NATO) નેતાઓની સમિટ દરમિયાન યોજાયેલી ન્યૂઝ કોન્ફરન્સમાં થયો હતો. પહેલા જ સવાલના જવાબમાં જો બાયડને કમલા હેરિસને ‘વાઈસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ’ (Vice President Trump) કહ્યા હતા.
HAHAHA holy sh*t Joe Biden just called Kamala Harris "Vice President Trump" pic.twitter.com/T2IzSEGsRn
— End Wokeness (@EndWokeness) July 11, 2024
વાસ્તવમાં, રોઇટર્સના પત્રકારે જો બાયડનને પૂછ્યું હતું કે શું કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવાની ક્ષમતા ધરાવે છે જો તે આ ચૂંટણીમાંથી ખસી જાય તો? જો કે, બાયડને વારંવાર ઇનકાર કર્યો છે કે તેઓ ચૂંટણીમાંથી નથી ખસી રહ્યા. પ્રશ્નના જવાબમાં, બાયડને કહ્યું, “જુઓ, જો મને લાગતું હોય કે તેઓ રાષ્ટ્રપતિ બનવા માટે લાયક નથી તો હું ઉપરાષ્ટ્રપતિ ટ્રમ્પને ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ ન કરી શક્યો હોત.” તઉલ્લેખનીય છે કે જો બાયડન 81 વર્ષના છે અને અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ બની ગયા છે.
Joe Biden introduced Vlodymyr Zelenskyy as President Putin.
— Charlie Kirk (@charliekirk11) July 11, 2024
This really just happened. Not a cheap fake. pic.twitter.com/CROw2bIZNE
વોશિંગ્ટનમાં નાટો નેતાઓની બેઠક બાદ યુએસએના રાષ્ટ્રપતિ જો બાયડને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને દૃઢ અને હિંમતવાન ગણાવ્યા અને તેમને ‘રાષ્ટ્રપતિ પુતિન’ કહીને સંબોધ્યા. જ્યારે, વ્લાદિમીર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ છે, જેની સાથે યુક્રેન યુદ્ધમાં છે. જો બાયડનને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ તેણે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ પુતિનને હરાવવાના છીએ. ડોનાલ્ડ ટ્રમ્પે પણ આવા વિડીયો માટે જો બાયડનની મજાક ઉડાવી છે.