Saturday, May 4, 2024
More
    હોમપેજદુનિયાનેપાળને ફરી હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા રસ્તા પર ઉતરી હજારોની જનમેદની, રાજાશાહી...

    નેપાળને ફરી હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા રસ્તા પર ઉતરી હજારોની જનમેદની, રાજાશાહી પરત લાવવાની પણ માંગ: રાજધાની કાઠમંડુમાં પ્રદર્શન બાદ સેના હાઇએલર્ટ પર

    નેપાળની રાજધાની કાઠમંડુમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ માંગ કરી હતી કે નેપાળમાં રાજાશાહીની પુનઃ સ્થાપના થાય અને નેપાળને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે. એવું કહેવાય રહ્યું છે કે, ચીનના હસ્તક્ષેપના કારણે લોકો આવી માંગ કરી રહ્યા છે.

    - Advertisement -

    પાડોશી દેશ નેપાળ હિંદુવાદી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ત્યાં મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે. વર્ષ 2008 સુધી ત્યાં રાજાશાહી હતી જે બાદ લોકશાહીની સ્થાપના કરવામાં આવી હતી. નેપાળમાં મોટી સંખ્યામાં હિંદુ સમુદાયો રહે છે અને લાંબા સમયથી નેપાળ હિંદુ રાષ્ટ્રનું બિરુદ ભોગવતું રહ્યું છે. જોકે, હાલ તે હિંદુ રાષ્ટ્ર નથી. પરંતુ હવે નેપાળના લોકોએ ફરીવાર હિંદુ રાષ્ટ્રની માંગ કરી છે અને રસ્તા પર ઉતરી આવ્યા છે. સાથે જ ત્યાંનાં લોકોએ નેપાળમાં ફરી રાજાશાહી સ્થાપવાની પણ માંગ કરી છે.

    ગુરુવારે (23 ઓગસ્ટ) નેપાળની રાજધાની કાઠમંડુમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ માંગ કરી હતી કે નેપાળમાં રાજાશાહીની પુનઃ સ્થાપના થાય અને નેપાળને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે. એવું કહેવાય રહ્યું છે કે, ચીનના હસ્તક્ષેપના કારણે લોકો આવી માંગ કરી રહ્યા છે. આરોપ છે કે ચીન એકપણ સરકારને સત્તામાં નથી ટકવા દેતું. જેને લઈને નેપાળના લોકોએ હિંદુ રાષ્ટ્રની માંગ કરી હતી અને રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોના હાથમાં નેપાળનો રાષ્ટ્રધ્વજ પણ જોવા મળી રહ્યો હતો.

    મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો ખડકી દેવાયા

    નેપાળની રાજધાની કાઠમંડુમાં લોકોના પ્રદર્શનના કારણે હિંસા ફાટી નીકળી હતી. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ દરમિયાન ઘટનાની ગંભીરતા જોતાં નેપાળ સરકારે સેનાને પણ એલર્ટ મોડમાં રાખી હતી. રાજાશાહી તરફી વિરોધનું નેતૃત્વ દુર્ગા પરસાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નેપાળના ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે પરંતુ તેનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. આ પ્રદર્શનમાં રાજાશાહી સમર્થક અને ઓલી સમર્થક વચ્ચે ઘર્ષણ ઊભું થયું હતું.

    - Advertisement -

    પ્રદર્શનકારીઓએ રાજાશાહી સ્થાપવાની કરી માંગ

    પ્રદર્શનકારીઓએ નેપાળની સરકાર અને અન્ય રાજકીય પક્ષો પર ભ્રષ્ટાચાર અને શાસનની નિષ્ફળતાનો આરોપ મૂક્યો હતો. આ લોકોની રાજાશાહી સ્થાપવાની માંગણી પાછળનો ઈરાદો વિરોધ પ્રદર્શનમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ ઉપરાંત સમગ્ર નેપાળમાંથી રાજધાની કાઠમંડુ આવેલા લોકોએ નેપાળને ફરી હિંદુ રાષ્ટ્ર બનાવવાની જોરદાર માંગ કરી છે. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

    2008માં રાજાશાહીનો અંત આવ્યો હતો

    ઉલ્લેખનીય છે કે નેપાળ ઘણા લાંબા સમય સુધી રાજાશાહી શાસન ધરાવતો દેશ હતો. વર્ષ 2008 સુધી નેપાળ પર રાજા જ્ઞાનેન્દ્રનું શાસન હતું. પરંતુ 2006થી લોકોના વિરોધ પ્રદર્શન અને બળવાને કારણે વર્ષ 2008માં નેપાળને રાજાશાહીમાંથી મુક્ત કરીને ગણતંત્ર બનાવવામાં આવ્યું હતું. જે બાદ ફરી રાજાશાહી સ્થાપવા માટે લોકો હવે રસ્તા પર ઉતર્યા છે. રાજા જ્ઞાનેન્દ્રના સમર્થકો દેશભરમાંથી નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચ્યા હતા અને રાજાશાહીને પરત લાવવાની માંગ કરી રહ્યા હતા. હિંદુ રાષ્ટ્રની માંગને લઈને લોકોમાં એટલો રોષ વ્યાપેલો હતો કે પોલીસે ભીડને કાબુમાં લેવા માટે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં