Wednesday, September 18, 2024
More
    હોમપેજરાજકારણપહેલાં આતંકી હુમલો કર્યો, ઇઝરાયેલે બધી બાજુથી ઘેર્યું તો યાદ આવ્યું ભારત:...

    પહેલાં આતંકી હુમલો કર્યો, ઇઝરાયેલે બધી બાજુથી ઘેર્યું તો યાદ આવ્યું ભારત: પેલેસ્ટાઇને હસ્તક્ષેપની અપીલ સાથે કહ્યું- ભારત એક મહત્વપૂર્ણ દેશ, અમારી મદદ કરે

    તેમણે વધુમાં કહ્યું કે, "ભારત એક મહત્વપૂર્ણ દેશ છે, તે યુરોપીય દેશો અને અમેરિકાનો સંપર્ક કરી શકે છે. ભારત તેના વધતાં જતાં વૈશ્વિક કદ અને અને પશ્ચિમ એશિયાના સમગ્ર મુખ્ય પક્ષો પર તેના પ્રભાવથી ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને ઓછું કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે."

    - Advertisement -

    એક તરફ પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલમાં ભયાનક હુમલો કરી ઘણા નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા છે. ઘણા લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. તેવામાં જ્યારે ઇઝરાયેલે વળતો જવાબ આપી જબરદસ્ત કાર્યવાહી કરી અને હમાસના ઠેકાણાઓને જમીનદોસ્ત કરી નાખ્યા તો પેલેસ્ટાઇને ભારત પાસે આવી હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અબુ અલહૈજાએ હવે એ કહ્યું કે પેલેસ્ટાઇન નાગરિકોની હત્યાની વિરુદ્ધ છે અને હવે તે આ સંકટની સમસ્યાનું શાંતિપૂર્ણ નિવારણ ઈચ્છે છે. તેમણે આડકતરી રીતે મદદ માંગતા કહ્યું કે ભારત, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંનેનો મિત્ર દેશ છે. એટલા માટે પેલેસ્ટાઇન ઈચ્છે છે કે ભારત આ મામલે હસ્તક્ષેપ કરે અને વાતચીતમાં પેલેસ્ટાઇનની મદદ કરે. પેલેસ્ટાઇને ભારતને હસ્તક્ષેપ માટેની અપીલ પોતાના ભારતસ્થિત રાજદૂત દ્વારા કરી છે.

    પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ છે. તેવામાં પેલેસ્ટાઇને ભારતને હસ્તક્ષેપ કરવા માટેની અપીલ કરવી તે ભારતની વૈશ્વિક સ્તરે વધતી જતી ખ્યાતિ દર્શાવે છે અને પેલેસ્ટાઇનનો એક પ્રકારનો ભય પણ દર્શાવે છે. ભારતે તો પહેલાંથી જ સ્પષ્ટ કહી દીધું છે કે, ઇઝરાયેલ પર થયેલો હુમલો આતંકી હુમલો છે અને ભારત ઇઝરાયેલની સાથે મજબૂતીથી ઊભું છે. ભારતે તો આ હુમલાની સખત નિંદા પણ કરી છે. તેવામાં પેલેસ્ટાઇને ભારતને મદદ માટે અપીલ કરી એ આશ્ચર્યની વાત છે.

    આ હુમલો વેસ્ટ બેન્કમાં ઇઝરાયેલની નીતિઓનું પરિણામ: અબુ અલહૈજા

    પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસના નેતૃત્વવાળી પેલેસ્ટિયન સરકાર તરફથી ભારતમાં નિયુક્ત પેલેસ્ટાઇનના રાજદૂત અબુ અલહૈજાએ એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “જે કઈ પણ થયું, તે વેસ્ટ બેન્કમાં ઇઝરાયેલની નીતિઓનું પરિણામ છે. આ યુદ્ધ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્રએ પેલેસ્ટાઇનને લઈને 800 પ્રસ્તાવ માન્ય કર્યા પણ ઇઝરરાયેલે એકપણ ન માન્યો. જો ઇઝરાયેલ પેલેસ્ટાઇનની કબજો કરેલી જમીન પરથી પોતાનું નિયંત્રણ સમાપ્ત કરે તો હુમલા થવાનું પણ બંધ થઈ જશે.” જોકે, આમાં નોંધવા જેવી વાત એ છે કે ઇઝરાયેલે ક્યારેય ચીનની જેમ ગેરકાયદેસર રીતે જમીન પર કબજો નથી કર્યો.

    - Advertisement -

    ભારત હસ્તક્ષેપ કરી વાતચીતમાં મદદ કરે

    પેલેસ્ટાઇનના રાજદૂત અબુ અલહૈજાએ વધુમાં કહ્યું કે, “પેલેસ્ટાઇન સામાન્ય નાગરિકોની હત્યાની વિરુદ્ધ છે અને આ સમસ્યાનું શાંતિપૂર્ણ નિવારણ ઈચ્છે છે. તેને લઈને અમારા રાષ્ટ્રપતિ યુરોપીય દેશોના સંપર્કમાં છે. ભારત, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંનેનું મિત્ર છે. એવામાં અમે ઈચ્છીએ છીએ કે ભારત આમાં હસ્તક્ષેપ કરે અને વાતચીતમાં અમારી મદદ કરે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “ભારત એક મહત્વપૂર્ણ દેશ છે, તે યુરોપીય દેશો અને અમેરિકાનો સંપર્ક કરી શકે છે. ભારત તેના વધતાં જતાં વૈશ્વિક કદ અને અને પશ્ચિમ એશિયાના સમગ્ર મુખ્ય પક્ષો પર તેના પ્રભાવથી ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને ઓછું કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.”

    તેમણે આગળ જણાવ્યું કે “ભારત શાંતિની દિશામાં કાર્ય કરીને ઇઝરાયેલ પર દબાણ લાવી શકે છે. ભારત પહેલાંથી જાણે છે કે પેલેસ્ટાઇનનો મુદ્દો શું છે, MK ગાંધીના સમયથી. માટે આ ભૂમિકા નિભાવવા માટે ભારત યોગ્ય છે. કારણ કે ભારત પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ બંનેનો મિત્ર દેશ છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં