Friday, May 3, 2024
More
    હોમપેજદુનિયાપૈગંબર મોહમ્મદના અપમાનના નામે કાપ્યું હતું શિક્ષક સેમ્યુઅલ પેટીનું ગળું, ફ્રાન્સની કોર્ટે...

    પૈગંબર મોહમ્મદના અપમાનના નામે કાપ્યું હતું શિક્ષક સેમ્યુઅલ પેટીનું ગળું, ફ્રાન્સની કોર્ટે વિદ્યાર્થિની સહિત 6 કિશોરોને દોષી ઠેરવ્યા; પણ નહીં જાય જેલ

    ફ્રાન્સની કોર્ટે 3 વર્ષ સુધી તપાસ કર્યા બાદ આ તમામ 6 કિશોરોને દોષિ જાહે ર્ક્યા છે. દોષિતોમાં ખોટી માહિતી ફેલાવવાવાળી વિદ્યાર્થીની તો ખરી જ, પણ એ વિદ્યાર્થીઓ પણ શામેલ છે જેમણે હુમલાખોરોને સેમ્યુઅલ પેટીની ઓળખ કરાવી હતી.

    - Advertisement -

    વર્ષ 2020માં પેરિસના સેમ્યુઅલ પેટી નામના એક શિક્ષકનું સરજાહેર સર કલમ કરીને હત્યા કરવામાં આવી હતી. ફ્રાન્સમાં શિક્ષકની આ હત્યા ઈશનિંદાના ખોટા આરોપો બાદ થઇ હતી. ત્યારે હવે એ જ કેસમાં એક કોર્ટે 6 કિશોરોને દોષી માન્યા છે. દોષિતોમાં એ સગીર વયની વિદ્યાર્થિની પણ છે જેણે ઇસ્લામિક કટ્ટરપંથીઓમાં તેવી અફવા ફેલાવી હતી કે સૈમ્યુઅલ પૈટીએ મહોમ્મદ પૈગંબરનું અપમાન કર્યું છે.

    મળતી માહિતી અનુસાર ફ્રાન્સની કોર્ટે 3 વર્ષ સુધી તપાસ કર્યા બાદ આ તમામ 6 કિશોરોને દોષી જાહેર ર્ક્યા છે. દોષીતોમાં ખોટી માહિતી ફેલાવવાવાળી વિદ્યાર્થિની તો ખરી જ, પણ એ વિદ્યાર્થીઓ પણ સામેલ છે જેમણે હુમલાખોરોને સેમ્યુઅલ પેટીની ઓળખ કરાવી હતી. ઘટના સમયે આ તમામ 14-15 વર્ષના હતા જેના કારણે કોર્ટે તેમને દોષી ઠેરવીને 2 વર્ષની સજા ફટકારી હતી, પરંતુ બાદમાં તેવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમાંથી એક પણને જેલમાં નહીં જવું પડે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે કદાચ સજામાં ફેરબદલ કરવામાં આવ્યો છે અથવા તો રદ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે પેરિસમાં 16 ઓકટોબર 2020ના રોજ પૈગંબર મોહમ્મદના નામે સેમ્યુઅલ પેટી નામના શિક્ષકની હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યા બાદ તેઓ જે સ્કૂલમાં ભણાવતા હતા તે સ્કૂલને પણ ધમકી આપવામાં આવી હતી.

    - Advertisement -

    ઇસ્લામિક કટ્ટરપંથીઓએ સ્કૂલમાં લખ્યું હતું કે, “તમે બધા જ મરવાના છો…સેમ્યુઅલ પેટી….અલ્લાહુ અકબર.” આ ઉપરાંત સેમ્યુઅલ પેટીના પિતાને પણ ધમકી આપવામાં આવી હતી કે જેમ તેમના દીકરાને મારવામાં આવ્યો છે તેવી રીતે જ તેમની પણ હત્યા કરવામાં આવશે. ફ્રાન્સમાં શિક્ષકની હત્યા બાદ કટ્ટરપંથીઓએ આ હત્યાને ઈશનિંદાની સજાના નામે વ્યાજબી ઠેરવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વાસ્તવમાં સેમ્યુઅલ પેટીએ મહોમ્મદ પૈગંબરનું અપમાન નહોતું કર્યું. આ માહિતી હત્યાના એક વર્ષ બાદ સામે આવી હતી.

    7 માર્ચ, 2021ના રોજ 13 વર્ષની વિદ્યાર્થિનીએ પણ કબૂલાત કરી હતી કે તેણે પોતાના અબ્બુના ગુસ્સાથી બચવા માટે પોતાના શિક્ષક પર ખોટા આરોપો લગાવ્યા હતા. જયારે વાસ્તવિકતા તે હતી કે તે દિવસે એ ક્લાસરૂમમાં હાજર જ નહોતી. ફ્રાંસના જાણીતા સમાચાર પત્ર Le Parisienમાં જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થિનીએ ન્યાયાધીશ સામે ઘટનાને લઈને કહ્યું હતું કે તે તેના અબ્બુ સામે ખોટું બોલી હતી કે તેને ક્લાસની બહાર કાઢી મૂકવામાં આવી હતી. વાસ્તવમાં તે એ દિવસે ક્લાસરૂમમાં હાજર જ નહોતી.

    વાસ્તવમાં વિદ્યાર્થિની નહોતી ઈચ્છતી કે તેના ઘરે ખબર પડે કે ક્લાસમાં ગેરહાજર હોવાના કારણે તેને ક્લાસમાં નહોતી બેસવા દેવામાં આવી અને એટલા માટે જ તેણે પોતાના શિક્ષકને લઈને ઈશનિંદાની આ વાર્તા ઘડી. વિદ્યાર્થિનીએ પોતાના અબ્બાને કહ્યું હતું કે સેમ્યુઅલ પેટીએ મુસ્લિમ વિધાર્થીઓને ક્લાસની બહાર નીકળી જવાનું કહ્યું હતું, કારણકે તેઓ ભણાવવા દરમિયાન શર્લી એબ્દો ન્યૂઝપેપરમાં છાપવામાં આવેલા મોહમ્મદના વ્યંગાત્મક ચિત્રને બતાવી રહ્યા હતા.

    વિદ્યાર્થિનીએ કોર્ટમાં આપેલા આ નિવેદનથી સ્પષ્ટ થયું કે કેવીરીતે ઇસ્લામિક કટ્ટરપંથીઓએ મોકો મળતા જ એક શિક્ષકનું ગળું કાપી નાંખ્યું. આ હુમલામાં તે વિદ્યાર્થિનીનો અબ્બુ પણ સામેલ હતો જેણે અફવા ફેલાવી હતી. ફરીયાદી પક્ષે કોર્ટમાં દાવો પણ કર્યો હતો કે હત્યારા અને તેનો અબ્બુ સીધા સંપર્કમાં હતા. હત્યારાએ સેમ્યુઅલ પેટીનું ગળું કાપતાં પહેલાં વિદ્યાર્થિનીના અબ્બુને એક મેસેજ પણ કરેલો કે તે રસોડાના ચાકુથી હત્યા કરવાનો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં