Wednesday, April 24, 2024
More
    હોમપેજદુનિયાતાલિબાનને સ્ત્રી સશક્તિકરણના નવા પરિમાણ રચ્યા!: 'સરકારી ફતવો' બહાર પાડીને કહ્યું, 'હવે...

    તાલિબાનને સ્ત્રી સશક્તિકરણના નવા પરિમાણ રચ્યા!: ‘સરકારી ફતવો’ બહાર પાડીને કહ્યું, ‘હવે અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે યુનિવર્સીટી શિક્ષણ પર પ્રતિબંધ’

    જ્યારથી અફઘાનિસ્તાનની સત્તા તાલિબાને ઝૂંટવી હતી ત્યારથી તેમને સ્ત્રીઓનું શિક્ષણ આંખમાં કણીની જેમ ખૂંચી રહ્યું હતું. પહેલા તેમણે શિક્ષણ સંસ્થાઓમાં મહિલા અને પુરુષોને જુદા જુદા ભણાવવાના નિયમ બનાવ્યા અને હવે તો મહિલાઓના શિક્ષણ પર જ પ્રતિબંધ.

    - Advertisement -

    શરિયા-શાસિત અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારો પરના કડક નિયંત્રણો વચ્ચે, તાલિબાન શાસને મંગળવારે મહિલાઓ માટે યુનિવર્સિટી શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. નવા આદેશ મુજબ, મહિલા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓમાં પ્રવેશ આગામી સૂચના સુધી સ્થગિત રહેવાનો છે.

    અફઘાનિસ્તાનના શિક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઝિયાઉલ્લાહ હાશિમી દ્વારા પુષ્ટિ કરાયેલ એક પત્રમાં, તમામ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓને કેબિનેટના નિર્ણયના પાલનમાં તરત જ મહિલા વિદ્યાર્થીઓનો પ્રવેશ સ્થગિત કરવાની સૂચના આપવામાં આવી છે.

    ઉચ્ચ શિક્ષણ મંત્રી નેદા મોહમ્મદ નદીમ દ્વારા હસ્તાક્ષર કરાયેલ અને તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને સંબોધવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “આગળની સૂચના સુધી સ્ત્રી શિક્ષણને સ્થગિત કરવાના ઉલ્લેખિત આદેશનો તાત્કાલિક અમલ કરવા માટે તમને બધાને જાણ કરવામાં આવે છે.”

    - Advertisement -

    અમેરિકાએ તાલિબાનના આદેશની નિંદા કરી

    અમેરિકાએ તાલિબાન દ્વારા મહિલાઓ માટે યુનિવર્સિટી શિક્ષણ પર પ્રતિબંધ મુકવા જારી કરાયેલા આક્રમક આદેશની નિંદા કરી છે. યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને તાલિબાનની જાહેરાતને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સ્વીકારવાના તેમના ઉદ્દેશ્યને આંચકો ગણાવ્યો હતો.

    “તાલિબાન દ્વારા મહિલાઓને યુનિવર્સિટી શિક્ષણનો અધિકાર નકારવાની જાહેરાતથી ખૂબ જ નિરાશ કરનારી છે. અફઘાન મહિલાઓ વધુ સારા વ્યવહારને લાયક છે. અફઘાનિસ્તાન વધુ સારા વ્યવહારને લાયક છે. તાલિબાને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સ્વીકારવાના તેમના ઉદ્દેશ્યને નિશ્ચિતપણે પાછું પાડી દીધું છે,” બ્લિંકને ટ્વિટ કર્યું.

    તેમના સત્તાવાર નિવેદનમાં, બ્લિંકને જણાવ્યું હતું કે, “વિશ્વમાં અન્ય કોઈ દેશમાં મહિલાઓ અને છોકરીઓને શિક્ષણ મેળવવા પર પ્રતિબંધ નથી.”

    છબી : યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ વેબસાઇટ

    માનવાધિકાર સંસ્થાઓ પણ ગુસ્સામાં

    માનવ અધિકારો પર નજર રાખતી સંસ્થા, હ્યુમન રાઇટ્સ વોચ, તાલિબાનના પગલાની નિંદા કરી અને કહ્યું, “એક શરમજનક પગલું. તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓને યુનિવર્સિટીમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ એ નીતિઓની શ્રેણીમાં નવીનતમ છે જેણે મહિલાઓ અને છોકરીઓના મૂળભૂત અધિકારોને પ્રતિબંધિત કર્યા છે.”

    17 ડિસેમ્બરના રોજ, ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે દેશમાં તાલિબાનની આગેવાની હેઠળની સરકાર દ્વારા જારી કરાયેલા નવા શાળા અભ્યાસક્રમનો પર્દાફાશ કર્યો હતો. ટ્વીટ્સની શ્રેણીમાં, સાલેહે જણાવ્યું હતું કે નવા અભ્યાસક્રમમાં 62 તાજેતરના ફેરફારો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રને ‘શૈતાની’ બતાવવાનો અને ‘મહિલા વિરોધી’ નિયમોનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં