Friday, March 29, 2024
More
    હોમપેજદુનિયાચીન સાથેના તણાવ વચ્ચે તાઈવાને ઈન્ટરપોલમાં એન્ટ્રી માંગી: ભારત પાસેથી સમર્થન માંગ્યું,...

    ચીન સાથેના તણાવ વચ્ચે તાઈવાને ઈન્ટરપોલમાં એન્ટ્રી માંગી: ભારત પાસેથી સમર્થન માંગ્યું, ચીને કર્યો હતો વિરોધ

    એક નાનકડા યુરોપીયન દેશ લિથુઆનિયાએ ગુરુવારે 'વન ચાઇના' નીતિને પડકારતા તાઇવાનમાં તેના પ્રથમ પ્રતિનિધિની નિમણૂક કરી. ચીન તાઈવાનના સ્વ-શાસિત ટાપુ પર પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરી રહ્યું છે.

    - Advertisement -

    છેલ્લા ઘણા સમયથી તાઈવાન ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (ઈન્ટરપોલ)માં જોડાવા માંગે છે. આ માટે તે ભારતની મદદ માંગી રહ્યો છે. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે તાઈવાને ભારત પાસે મદદની અપીલ કરી છે.

    ખાસ વાત એ છે કે અમેરિકી રાજનેતાની તાઈવાન મુલાકાત બાદ ચીન પણ આક્રમક વલણ અપનાવી રહ્યું છે. અહેવાલ છે કે તાઈવાનની આસપાસ ચીનની મોટા પાયે સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો છે.

    ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા, ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરોના કમિશનરે કહ્યું, “તાઈવાન ઈન્ટરપોલનું સભ્ય નથી. અમે અમારા પ્રતિનિધિમંડળને સામાન્ય સભામાં મોકલી શકતા નથી. ભારત યજમાન દેશ છે, જે અમને આમંત્રિત કરવાની શક્તિ ધરાવે છે. અમે આશા રાખીએ છીએ કે ભારત અને અન્ય દેશો તાઈવાનને નિરીક્ષક તરીકે આમંત્રિત કરે.” ખાસ વાત એ છે કે 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલી ભારતમાં ઓક્ટોબરમાં યોજાશે. જે માટે તાઈવાને ભારત પાસે મદદની આશા રાખી છે.

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વધતા દબદબા સાથે, ચીન પર પોતાના ફાયદા માટે ઇન્ટરપોલનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અહેવાલ છે કે તે આર્થિક શક્તિનો ઉપયોગ કરીને 2016થી ઇન્ટરપોલ પર પોતાનો પ્રભાવ બતાવી રહ્યો છે.

    યુએસ તાઇવાન સાથે કરશે વેપાર માટે વાટાઘાટો

    અમેરિકન સરકારે ગુરુવારે (18 ઓગસ્ટ) તાઇવાન સાથે વેપાર વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેને ટાપુ રાષ્ટ્ર માટે સમર્થનના સંકેત તરીકે જોવામાં આવે છે.

    ચીને તાઈવાનનો દાવો કર્યો છે અને ચેતવણી આપી છે કે જો જરૂરી હોય તો તે “તેના સાર્વભૌમત્વનું રક્ષણ” કરવા પગલાં લેશે. તાઈવાનને ડરાવવા માટે બેઈજિંગે સમુદ્રમાં મિસાઈલ છોડ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

    લિથુઆનિયાએ તાઇવાનમાં તેના પ્રથમ રાજદૂતની કરી નિમણૂક

    એક નાનકડા યુરોપીયન દેશ લિથુઆનિયાએ ગુરુવારે ‘વન ચાઇના’ નીતિને પડકારતા તાઇવાનમાં તેના પ્રથમ પ્રતિનિધિની નિમણૂક કરી. ચીન તાઈવાનના સ્વ-શાસિત ટાપુ પર પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરી રહ્યું છે.

    ચીન તાઈવાનને તેની મુખ્ય ભૂમિનો ભાગ માને છે અને તાઈવાન સાથે કોઈપણ ખુલ્લા રાજદ્વારી સંબંધોનો વિરોધ કરે છે. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અખબાર અનુસાર, તાઈવાને કહ્યું છે કે તે તાઈપેઈમાં નવા નિયુક્ત લિથુનિયન રાજદૂત સાથે સહયોગથી કામ કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં