Sunday, April 21, 2024
More
  હોમપેજદુનિયા'અમે તેમની સામે આંગળી નહીં ચીંધી શકીએ': અર્જુન રણતુંગાની ટિપ્પણીને લઈને શ્રીલંકન...

  ‘અમે તેમની સામે આંગળી નહીં ચીંધી શકીએ’: અર્જુન રણતુંગાની ટિપ્પણીને લઈને શ્રીલંકન સરકારે BCCI સેક્રેટરી જય શાહની માફી માંગી- જાણો શું છે મામલો

  સંસદના સત્ર દરમિયાન શ્રીલંકન સરકારના મંત્રી હરિન ફર્નાડો અને કંચના વિજેસેકરાએ સમગ્ર વિવાદને લઈને ખેદ વ્યક્ત કર્યો હતો. બંને મંત્રીઓએ ઔપચારિક માફી માંગતા કહ્યું હતું કે, "અમે સરકાર તરફથી જય શાહ પર થયેલી વિવાદિત ટિપ્પણી પર ખેદ વ્યક્ત કરી રહ્યા છીએ. અમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ જય શાહ સામે આંગળી ન ચીંધી શકીએ."

  - Advertisement -

  વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શનથી શ્રીલંકામાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. આ બધા વચ્ચે શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ BCCI સેક્રેટરી જય શાહ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, શ્રીલંકન ક્રિકેટ ટીમના પતન માટે માત્ર જય શાહ જવાબદાર છે. આ બાબતને લઈને હજુ સુધી વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન, શ્રીલંકન સરકારે BCCI સેક્રેટરી જય શાહની ઔપચારિક માફી માંગી છે.

  શુક્રવારે (17 નવેમ્બરે) શ્રીલંકન સરકારે BCC સેક્રેટરી જય શાહની માફી માંગી છે. તેમણે કહ્યું છે કે, રણતુંગાનું આવું નિવેદન યોગ્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે, “અમે અમારા ક્રિકેટના પતન માટે અન્ય કોઈ દેશ, વ્યક્તિ કે સંસ્થાને જવાબદાર ઠેરવી શકીએ નહીં.” નોંધનીય છે કે અર્જુન રણતુંગાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહને શ્રીલંકન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન માટે જવાબદાર ગણાવ્યા હતા.

  ‘અમે તેમની સામે આંગળી ચીંધી શકતા નથી’

  સંસદના સત્ર દરમિયાન શ્રીલંકન સરકારના મંત્રી હરિન ફર્નાડો અને કંચના વિજેસેકરાએ સમગ્ર વિવાદને લઈને ખેદ વ્યક્ત કર્યો હતો. બંને મંત્રીઓએ ઔપચારિક માફી માંગતા કહ્યું હતું કે, “અમે સરકાર તરફથી જય શાહ પર થયેલી વિવાદિત ટિપ્પણી પર ખેદ વ્યક્ત કરી રહ્યા છીએ. અમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ જય શાહ સામે આંગળી ન ચીંધી શકીએ.” વધુમાં હરિન ફર્નાડોએ કહ્યું હતું કે, શ્રીલંકન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ICC દ્વારા શ્રીલંકા ક્રિકેટ (SLC)ના સસ્પેન્શનને લઈને જય શાહના સંપર્કમાં છે. તેમણે ઉમેર્યું હતું કે “જો ICC પ્રતિબંધ નહીં હટાવે તો કોઈ ટીમ શ્રીલંકા નહીં આવે.”

  - Advertisement -

  નોંધનીય છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તાજેતરમાં સરકારી દખલગીરીને કારણે શ્રીલંકા ક્રિકેટ (SLC)ને સ્થગિત કરીને કહ્યું હતું કે, “શ્રીલંકા ક્રિકેટ સભ્ય તરીકે તેમની જવાબદારીનું ગંભીર ઉલ્લંઘન કરી રહ્યું છે.”

  અર્જુન રણતુંગાએ જય શાહ પર કરી હતી વિવાદિત ટિપ્પણી

  ઉલ્લેખનીય છે કે શ્રીલંકન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ તાજેતરમાં જ કહ્યું હતું કે, “જય શાહ શ્રીલંકન ક્રિકેટ ચલાવે છે. જય શાહને કારણે SLCને નુકસાન થયું છે. ભારતનો એક વ્યક્તિ શ્રીલંકા ક્રિકેટને કંટ્રોલ કરી રહ્યો છે. તેઓ તેમના પિતા (કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ)ના કારણે શક્તિશાળી છે.” આવી વિવાદિત ટિપ્પણી કર્યા બાદ શ્રીલંકામાં પણ ભારે હોબાળો મચ્યો હતો. જે બાદ હવે શ્રીલંકન સરકારે BCCI સેક્રેટરી જય શાહની ઔપચારિક માફી માંગી અને રણતુંગાની આવી ટિપ્પણી બાબતે ખેદ વ્યકત કર્યો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં