Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઘરમાં લાગી આગ: એડવાન્સ સિક્યુરીટીથી સુસજ્જ મકાન થયું...

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઘરમાં લાગી આગ: એડવાન્સ સિક્યુરીટીથી સુસજ્જ મકાન થયું રાખ, કારણ હજુ અકબંધ

    રાષ્ટ્રપતિ પુતિનના જે ઘરમાં આગ લાગી, આ એજ ઘર છે જ્યાં તેમણે ઈટલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુંસ્કોને મહેમાનગતી કરાવી હતી. અહી બંને નેતાઓએ સાથે ભોજન લીધું હતું.

    - Advertisement -

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પુતિનનું આ ઘર સાઈબેરિયાના અલ્તાઈ માઉન્ટેન પર આવેલું છે. વિશાળ અને તમામ સુખ સુવિધાઓથી સજ્જ આ ઘર હવે રાખમાં ભળી ગયું છે. આગ કેવી રીતે લાગી તે હજુ સામે નથી આવી શક્યું, પરંતુ આ ઘટના પાછળ યુક્રેનનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પુતિનના જે ઘરમાં આગ લાગી, આ એજ ઘર છે જ્યાં તેમણે ઈટલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુંસ્કોને મહેમાનગતી કરાવી હતી. અહી બંને નેતાઓએ સાથે ભોજન લીધું હતું. આ મકાન એટલું એડવાન્સ અને સુરક્ષા ઉપકરણોથી સુસજ્જ હતું કે સામાન્ય વ્યક્તિ અહીં આવવાની માત્ર કલ્પના જ કરી શકે. અહીં આપાતકાલીન પરિસ્થિતિઓમાં છુપાવવા માટે અનેક બંકર બનેલા હોવાનું કહેવામાં આવે છે. આ પ્રોપર્ટી Gazpromની અન્ડરમાં હતી, જે રશિયાના અનેક મહત્વપૂર્ણ સ્થળોની સારસંભાળ રાખે છે.

    આ મકાનમાં આગ કેવી રીતે લાગી તે હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યું, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે મકાનના મોટાભાગના હિસ્સો બળીને રાખ થઇ ગયા છે. અટકળો એવી પણ ચાલી રહી છે કે આ ઘટના પાછળ યુક્રેનનો હાથ હોઈ શકે, કારણકે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘર્ષણ ચાલીં રહ્યું છે. બીજી તરફ મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ મામલે રશિયન ન્યુઝ કંપની સિરેનાએ રાષ્ટ્રપતિ ભવન પાસે આ મામલે આધિકારિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો ન હોવાનું કહેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે જે ઘરમાં આગ લાગી તે ખૂબ જ એડવાન્સ અને સિક્યોર હતું. અહીં કોઈ પણ સામાન્ય માણસને પ્રવેશવાની પરવાનગી નહતી. મકાનની ચારો તરફ એડવાન્સ સિક્યુરિટી હતી. તેમ પણ કહેવામાં આવે છે કે આ ઘરમાં પુતિન અને તેમના પરિવારની સુરક્ષા માટે હાઈટેક બંકર હતા જે યુદ્ધની પરિસ્થિતિમાં અભેદ્ય કવચની જેમ કામ કરવા સક્ષમ હતા. આ બંકર પરમાણું હુમલા સામે સુરક્ષા આપવા પણ સક્ષમ હતા.

    આ વિશાળ મકાન રશિયાના અલ્તાઈમાં આવેલું છે. અહીંથી મંગોલિયા અને ચીન ખૂબ જ નજીક છે. આ જગ્યાની આસપાસ અનેક વેન્ટીલેશન પોઈન્ટ છે. મહત્વની વાત તે છે કે અહીં માત્ર આ એક ઘરને વીજળી આપવા માટે 110 કિલો વોટનું અલ્ટ્રા મોર્ડન સબસ્ટેશન બનાવવામાં આવ્યું હતું. આ મહેલ જેવા મકાનને બનાવવા માટે જર્મનીથી ખાસ પ્રકારની મશીનરી મંગાવવામાં આવી હતી. ખોદકામ માટે મહાકાય મશીનરી અહીં કામે લગાવવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં