Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'ભારતના ભોગે ચીન સાથે સંબંધ નહીં બનાવીએ': શ્રીલંકાએ કહ્યું- સારા પાડોશીની જેમ...

    ‘ભારતના ભોગે ચીન સાથે સંબંધ નહીં બનાવીએ’: શ્રીલંકાએ કહ્યું- સારા પાડોશીની જેમ ભારતની સુરક્ષા માટે છીએ પ્રતિબદ્ધ, તેને કોઈ નહીં પહોંચાડી શકે નુકશાન

    શ્રીલંકાના વિદેશ મંત્રી સાબરીએકહ્યું કે, "ભારતની ચિંતા અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે હવે આ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવી છે અને તે બનાવતી વખતે અમે ભારત સહિત અન્ય મિત્રોની સલાહ પણ લીધી હતી. સુરક્ષાને લઈને ભારતની ચિંતા અમારા માટે યોગ્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ છે."

    - Advertisement -

    શ્રીલંકન વિદેશ મંત્રી અલી સાબરીએ ભારતને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ભારતને પોતાનો સારો દોસ્ત અને પાડોશી ગણાવ્યો છે. આ સાથે તેમણે ભારતની સુરક્ષાને ધ્યાને રાખીને પણ વાત કરી હતી. શ્રીલંકાના વિદેશપ્રધાન અલી સાબરીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા હિતોની રક્ષા માટે તેમના દેશની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરતાં કહ્યું કે, એક જવાબદાર પાડોશી તરીકે શ્રીલંકા કોઈને પણ ભારતની સુરક્ષાને નુકસાન પહોંચાડવાની મંજૂરી આપશે નહીં. તેમણે કહ્યું કે, ભારતના ભોગે તેઓ ચીન સાથે સંબંધ બનાવશે નહીં.

    શ્રીલંકન વિદેશ મંત્રી અલી સાબરીએ સોમવારે (20 મે, 2024) ભારતની પ્રશંસા કરતું નિવેદન આપ્યું હતું. તેમણે જવાબદાર પાડોશી તરીકે પ્રતિબદ્ધતા દર્શાવતા ભારતને આશ્વાસન આપ્યું છે કે, શ્રીલંકન સરકાર કોઈને પણ તેમના દેશમાં એવા કામની મંજૂરી નહીં આપે, જેનાથી ભારતની સુરક્ષાને નુકશાન પહોંચી શકે. તેમણે કહ્યું કે, તેઓ પારદર્શી રીતે તમામ દેશો સાથે કામ કરવા માંગશે. તેમણે ઉમેર્યું કે, “ભારતની સુરક્ષા અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. શ્રીલંકા ભારતના ભોગે ચીન સાથે સંબંધ નહીં બનાવે.”

    શ્રીલંકાના વિદેશ મંત્રી સાબરીએ વધુમાં કહ્યું કે, “ભારતની ચિંતા અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે હવે આ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવી છે અને તે બનાવતી વખતે અમે ભારત સહિત અન્ય મિત્રોની સલાહ પણ લીધી હતી. સુરક્ષાને લઈને ભારતની ચિંતા અમારા માટે યોગ્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે અમારા વિસ્તારને શાંતિનો વિસ્તાર બનાવવા માંગીએ છીએ. અને આસ્વસ્થ કરવા માંગીએ છીએ કે, ભારતને કોઈ નુકશાન નહીં પહોંચાડી શકે.”

    - Advertisement -

    BRICSમાં સામેલ થવા ભારત પાસેથી માંગશે મદદ

    બીજી તરફ શ્રીલંકાએ પણ BRICS સંગઠનમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શ્રીલંકાના વિદેશ મંત્રીએ કહ્યું, “ભારત BRICSમાં જોડાયા પછી તે ખૂબ જ સારી સંસ્થા બની ગઈ છે. જ્યારે પણ અમે સત્તાવાર રીતે BRICSમાં સામેલ થવા માટે અરજી કરીશું, ત્યારે અમે સૌથી પહેલા ભારત સાથે વાત કરીશું.” વિદેશ મંત્રીએ કહ્યું કે, શ્રીલંકાની કેબિનેટે દેશને BRICSનો સભ્ય બનાવવા માટે એક સમિતિની પણ રચના કરી છે.

    નોંધનીય છે કે, ગયા વર્ષે ભારતે શ્રીલંકાના ટાપુ પર ચીનના જહાજને રોકવા માટે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે ભારતે કહ્યું હતું કે, ચીન તેના રિસર્ચ જહાજો દ્વારા ભારતની જાસૂસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પછી, શ્રીલંકાએ સપ્ટેમ્બર 2023માં ચીનના જહાજોને તેના દેશમાં રોકાવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જે પછી ચીન જહાજો શ્રીલંકાના ટાપુ પર આવી શક્યા નહોતા. આર્થિક તંગીથી લઈને દરેક આપદા વખતે ભારતે શ્રીલંકાને ખૂલીને મદદ કરી છે, જેના કારણે શ્રીલંકા પણ ભારત માટે સન્માન ધરાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં