Monday, April 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટહવે UAEમાં પણ UPIથી પેમેન્ટ કરી શકાશે: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શેખ...

  હવે UAEમાં પણ UPIથી પેમેન્ટ કરી શકાશે: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિને કરી શુભ શરૂઆત, કરશે જનમેદનીને સંબોધન

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE પહોંચ્યા પોતાના સ્વાગતને લઈને જણાવ્યું હતું કે, "અબુધાબી એરપોર્ટ પર મારા સ્વાગત માટે સમય કાઢવા બદલ હું મારા ભાઈ શેખ મહોમ્મદ બિન સલમાનનો ખુબ આભારી છું. આ યાત્રા ભારત અને UAE વચ્ચેની મિત્રતા મજબુત થશે તેવી મને આશા છે."

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE પહોંચી ચુક્યા છે. અબુધાબી એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન સલામને ભેટીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પહોંચતાની સાથે જ તેમને ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે UAEમાં પણ UPI પેમેન્ટ સુવિધા શરૂ કરાવી હતી. UAE ખાતે વડાપ્રધાન મોદીની આ સાતમી યાત્રા છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE પહોંચ્યા પોતાના સ્વાગતને લઈને X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “અબુધાબી એરપોર્ટ પર મારા સ્વાગત માટે સમય કાઢવા બદલ હું મારા ભાઈ શેખ મહોમ્મદ બિન સલમાનનો ખુબ આભારી છું. આ યાત્રા ભારત અને UAE વચ્ચેની મિત્રતા મજબુત થશે તેવી મને આશા છે.

  હવે UAEમાં પણ ચાલશે UPI

  ઉલ્લેખનીય છે કે UAE પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને અબુધાબીમાં UPI RuPay કાર્ડ સેવાની શરૂઆત કરી હતી. હવેથી ભારતીયો UAEમાં પણ UPI RuPay કાર્ડની સેવાઓ મેળવી શકશે. આ શરૂઆતથી ભારતીઓને પડતી કરન્સી કન્વર્ટની તકલીફમાં ઘટાડો થશે.

  - Advertisement -

  શું કહ્યું વડાપ્રધાન મોદીએ?

  અબુધાબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત માટે રાષ્ટ્રપતિ તેમજ અન્ય લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, “ભાઈ હું સહુથી પહેલા તો અમારું અને અમારી ટીમનું શાનદાર અને ઉસ્માભર્યું સ્વાગત કરવા બદલ હૃદયથી આભાર માનું છું. અને જેમ આપે કહ્યું તેમ હું સંપૂર્ણપણે અનુભવી શકુ છું કે મને હંમેશા એવું લાગ્યું છે કે હું જયારે પણ અહીં આવ્યો છું, મને એમ થયું છે કે હું મારા જ ઘરે મારા જ પરિવારના સભ્યો પાસે આવ્યો છું. આપણા સંબંધોની ઘનતા એવી છે કે પાછલા સાત મહિનામાં આપણે પાંચ વાર મળ્યા છીએ. આ ખુબ રેરલી થાય છે, આ આપણી નિકટતા છે. દરેક ક્ષેત્રમાં આપણે જે પ્રકારે આગળ વધી રહ્યા છીએ અને આજે ભારત UAE વચ્ચે દરેક ક્ષેત્રમાં ભાગીદારી થઈ રહી છે.”

  તેમણે કહ્યું કે, “આજે આપણે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કરવા જઈ રહ્યા છીએ, આજે આપણું UPI અને RuPay કાર્ડનો નવો યુગ શરૂ થઇ રહ્યો છું. હું આપનો હ્રદયથી આભાર માનું છું કે મારા આમંત્રણ પર સમય કાઢીને મારા હોમ સ્ટેટ આવ્યા અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટને એક નવી ઊંચાઈ આપી અને તેના કારણે ગૌરવ પણ વધ્યું છે અને વિશ્વમાં તે ઇવેન્ટની પ્રતિષ્ઠા વધી છે. આપનું ત્યાં આવવું અને ઉદબોધન આપવું તે આજે પણ અમારા દેશના લોકો માટે ઉત્સાહવર્ધક છે. આપનો ભારત પ્રત્યેનો લગાવ અને ઉજ્જવળ ભવિષ્યનું જે વિઝન છે તે હું BAPS મંદિર દ્વારા જોઈ શકુ છું. આપના સહયોગ વગર તે શક્ય નહતું. પ્રથમ મુલાકાતમાં જ મેં આપને કહ્યું હતું કે આપ જરા તે તરફ જોજો અને આંખના પલકારામાં જ આપે કહ્યું કે આપ માત્ર આંગળી મુકો જગ્યા મળી જશે. આટલો વિશ્વાસ આટલો પ્રેમ એ પોતાનામાં જ સંબંધોનું ઊંડાણ દર્શાવે છે.”

  ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ UAEના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. રાત્રે કમ્યુનીટી ઇવેન્ટમાં સંબોધન બાદ 14 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં