Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજુમ્માની નમાજ પઢવા ગયા પાકિસ્તાની સાંસદો, તો પાર્લામેન્ટમાંથી ચપ્પલ જ ચોરાઈ ગયા:...

    જુમ્માની નમાજ પઢવા ગયા પાકિસ્તાની સાંસદો, તો પાર્લામેન્ટમાંથી ચપ્પલ જ ચોરાઈ ગયા: પત્રકારોના જૂતાં પણ ના છોડ્યા, સ્પીકર કરાવશે તપાસ

    નમાજ અદા કરીને જ્યારે પાકિસ્તાની સાંસદો પાછા ફર્યા તો તેમાંના મોટા ભાગના લોકોના ચપ્પલ ગાયબ હતા. નમાજ દરમિયાન સંસદમાં બનેલી મસ્જિદની બહારથી લગભગ 20 જોડી જૂતાં ગુમ થઈ ગયા હતા. આ પછી ઘણા સાંસદો તેમના જૂતા શોધતા રહ્યા.

    - Advertisement -

    પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિની જ્વાળાઓ હવે ઈસ્લામાબાદમાં બેઠેલા સાંસદો સુધી પહોંચવા લાગી છે. નબળી આર્થિક સ્થિતિને કારણે દેશમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. સમસ્યા એટલી વધી ગઈ કે જુમ્માની નમાજ દરમિયાન પાકિસ્તાની સંસદમાંથી જ ચપ્પલ ચોરી થઈ ગયા છે. તમામ મંત્રીઓ અને સાંસદોના જૂતાં ચોરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાનની કંગાળ પરિસ્થિતિ એ હદ વટાવી ચૂકી છે કે, હવે પાકિસ્તાની પાર્લામેન્ટમાં બેસેલા નેતાઓ અને સભ્યોના ચપ્પલ પણ ચોરી થઈ રહ્યા છે.

    માહિતી અનુસાર, ચોરીની આ ઘટના શુક્રવારે (19 એપ્રિલ, 2024) પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બની હતી. તમામ પાકિસ્તાની સાંસદો ઈસ્લામાબાદમાં સંસદની અંદર બનેલી મસ્જિદમાં જુમ્માની નમાજ અદા કરવા ગયા હતા. આ સાંસદોની સાથે અનેક પત્રકારો અને સંસદના અધિકારીઓ પણ નમાજ અદા કરવા ગયા હતા. તે સમયે જ બહાર કાઢવામાં આવેલા ચપ્પલ ચોરી થઈ ગયા હતા.

    નમાજ અદા કરીને જ્યારે બધા પાછા ફર્યા તો તેમાંના મોટા ભાગના લોકોના ચપ્પલ ગાયબ હતા. નમાજ દરમિયાન સંસદમાં બનેલી મસ્જિદની બહારથી લગભગ 20 જોડી જૂતાં ગુમ થઈ ગયા હતા. આ પછી ઘણા સાંસદો તેમના જૂતા શોધતા રહ્યા. તેમણે આસપાસ બધી જગ્યાએ શોધખોળ કરી હતી, પરંતુ ચપ્પલ મળી શકયા નહીં. કારણ કે, પાકિસ્તાની ચોર સંસદમાંથી ચપ્પલની ચોરી કરી ગયા હતા. આ ઘટનાથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફજેતી થઈ છે. સંસદની સુરક્ષા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

    - Advertisement -

    આ પછી ઘણા સાંસદોએ ખુલ્લા પગે નમાજ અદા કરીને પરત ફરવું પડ્યું હતું. આ ચોરી બાદ ઘણા પત્રકારો પણ ઉઘાડપગું થઈ ગયા હતા. સંસદની અંદર આ ચોરીથી ઘણા સાંસદો ગુસ્સે થયા હતા અને તપાસની માંગ કરી હતી. અહીં તૈનાત સુરક્ષાકર્મીઓ પણ તેમને આ મામલે કોઈ જવાબ આપી શક્યા ન હતા. મામલો વધતો જોઈને સંસદના સ્પીકર અયાઝ સાદિકને આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. આ મામલાની માહિતી લઈને તેમણે તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ ઘટના બાદ સંસદની સુરક્ષા વ્યવસ્થાની પણ માહિતી લીધી છે.

    હવે સંસદના CCTVની તપાસ કરવામાં આવી રહી છે. CCTV દ્વારા એ જાણવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની સંસદની અંદરથી જૂતાં કોણ ચોરી ગયું છે. આ ઘટના હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. આ શેર કરીને લોકો પાકિસ્તાની સંસદની સુરક્ષા વ્યવસ્થાની પણ મજાક ઉડાવી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ છે. પાકિસ્તાને ફરી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે મદદ માંગી છે. દરમિયાન, દેશમાં મોંઘવારી આસમાને છે અને લોકો સામાન્ય ચીજવસ્તુઓ માટે પણ તલપાપડ છે. ગયા વર્ષે પણ પાકિસ્તાનમાં લોટ સંબંધિત આવા જ વિડીયો સામે આવ્યા હતા. કેટલીક જગ્યાએ લોકો લોટ માટે એકબીજા સાથે લડતા જોવા મળ્યા હતા અને કેટલીક જગ્યાએ તો લોટ માટે લૂંટફાટ જોવા મળી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં