Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનના કરાચીમાં ચીની નાગરિકો પર હુમલો, 1 નું મૃત્યુ અને 2 ઘાયલ:...

    પાકિસ્તાનના કરાચીમાં ચીની નાગરિકો પર હુમલો, 1 નું મૃત્યુ અને 2 ઘાયલ: આ પહેલા પણ થયા છે હુમલાઓ

    પાકિસ્તાનમાં ચીની નાગરિકો વિરુદ્ધ રોષ ખૂબ વધી રહ્યો છે અને તેમની હત્યાના બનાવો પણ સામે આવી રહ્યાં છે. આ વખતે એક ક્લિનિકમાં આ પ્રકારની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જો કે પાકિસ્તાની સરકાર આ હત્યાઓનો બદલો સ્થાનિક ન હોવાનું રટણ કરતી હોય છે.

    - Advertisement -

    પાકિસ્તાનના કરાચીમાં એક અજ્ઞાત બંદૂકધારીએ ડેન્ટલ ક્લિનિકની અંદર બુધવારે ગોળીબાર કર્યો હતો. જેમાં એક ચીની નાગરિક પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને અન્ય બે ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ચીનના નાગરિકો સામેનો તાજેતરનો લક્ષિત હુમલો માનવામાં આવે છે.

    એસએસપી (દક્ષિણ) અસદ રઝાએ જણાવ્યું હતું કે હુમલાખોર, 30 વર્ષીય, દર્દી હોવાનો ઢોંગ કરીને કરાચીના સદ્દર વિસ્તારમાં સ્થિત ક્લિનિકમાં પ્રવેશ્યો હતો અને ડૉક્ટરના રૂમની અંદર ગોળીબાર કર્યો હતો.

    પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “હુમલાખોરે મદદનીશ રોનાલ્ડ ચાઉનું સ્થળ પર જ મોત નિપજાવ્યું હતું અને દંત ચિકિત્સક ડૉ. રિચર્ડ હુ લી (74) અને તેની પત્ની માર્ગારેટ (72)ને ઇજા પહોંચાડી હતી.”

    - Advertisement -

    હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી

    SSP રઝાએ જણાવ્યું હતું કે, ડૉક્ટર અને તેની પત્ની બંને લાંબા સમયથી ડેન્ટલ ક્લિનિક ચલાવી રહ્યા હતા અને તેમને કોઈ ધમકી મળી ન હતી. હજુ સુધી કોઈએ હુમલાની જવાબદારી પણ લીધી નથી.

    સદર પોલીસ સ્ટેશનના એસએચઓ બશીર અહેમદે જણાવ્યું હતું કે ડૉક્ટર અને તેમની પત્ની હોસ્પિટલમાં ખતરાની બહાર છે જ્યાં તેઓને ગોળી વાગવાથી સારવાર આપવામાં આવી રહી છે.

    તેમણે કહ્યું કે પોલીસે ક્લિનિકમાંથી 9mm પિસ્તોલના ઘણા શેલ કબજે કર્યા છે. બશીરે કહ્યું કે તેઓ હુમલા પાછળના હેતુની તપાસ કરી રહ્યા છે. “એવું લાગે છે કે હુમલાખોરનો ડૉક્ટર અને તેની પત્ની સાથે થોડો વિવાદ હતો,” તેણે કહ્યું હતું.

    આ પહેલા પણ થયા છે ઘણા લક્ષિત હુમલાઓ

    પાકિસ્તાનમાં ચીની નાગરિક પર થયેલા હુમલાઓમાં આ ઘટના સૌથી તાજી છે. આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે.

    એપ્રિલમાં, અલગતાવાદી બલૂચ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવેલા કરાચી યુનિવર્સિટીમાં આત્મઘાતી વિસ્ફોટમાં ત્રણ ચીની નાગરિકો માર્યા ગયા હતા, જે બલૂચિસ્તાનમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે, ચીન અને પાકિસ્તાન પર સંસાધનથી સમૃદ્ધ પ્રદેશના શોષણનો આરોપ લગાવે છે.

    જુલાઇ 2021 માં, મોટરસાઇકલ પર આવેલા બંદૂકધારીઓએ કરાચીના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં બે ચાઇનીઝ ફેક્ટરી કામદારોને લઇ જતા વાહન પર ગોળીબાર કર્યો, જેમાં બંને ઘાયલ થયા.

    નવેમ્બર 2018 માં, BLA બળવાખોરોએ કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં ચીની વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં બે પોલીસકર્મીઓ અને બે હુમલાખોરો સહિત ચાર લોકો માર્યા ગયા હતા.

    નોંધનીય એ છે કે આ તમામ હુમલાઓ ભારતે કરાવ્યા હોવાનું રટણ પાકિસ્તાન કાયમ કરતું હોય છે. પાકિસ્તાનનું ચીનમાં મોટાપાયે નાણાંકીય રોકાણ છે અને આથી અહીં ચીની નાગરિકો વિવિધ કાર્યોની જવાબદારી નિભાવતા હોય છે. પાકિસ્તાન ખાસ કરીને બલુચિસ્તાન અને ખૈબર પખ્તુન્ખવા વિસ્તારોમાં ચીનીઓ વિરુદ્ધ જબરો રોષ જોવા મળે છે તે સર્વવિદિત છે.

    વારંવાર થતા હુમલાઓ સાથે, ચીન કથિત રીતે પાકિસ્તાન પર દબાણ કરી રહ્યું છે કે તે ચીની એજન્સીઓને તેમના કર્મચારીઓની સુરક્ષા પૂરી પાડવાની પરવાનગી આપે, જેનો અખબારી અહેવાલો અનુસાર, ઈસ્લામાબાદ પ્રતિકાર કરી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં