Sunday, May 5, 2024
More
    હોમપેજદુનિયાનેપાળમાં રામનવમીની શોભાયાત્રા પર મુસ્લિમ ટોળાંનો હુમલો: 'અલ્લાહુ અકબર'ના નારા સાથે તૂટી...

    નેપાળમાં રામનવમીની શોભાયાત્રા પર મુસ્લિમ ટોળાંનો હુમલો: ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે તૂટી પડી કટ્ટરપંથી ભીડ, મંદિરમાં ઘૂસી બાળકના માથા પર મારી તલવાર

    અચાનક થયેલા આ હુમલાથી અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ અફરાતફરી વચ્ચે મુસ્લિમ ટોળા દ્વારા શોભાયાત્રામાં ભાગ લઈ રહેલા કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન ટોળાંએ મંદિરમાં ઘૂસીને એક બાળકના માથા પર તલવારનો ઘા કરી દીધો હતો.

    - Advertisement -

    અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા બાદ વિશ્વભરના હિંદુઓએ બુધવારે (17 એપ્રિલ, 2024) વિશેષ ઉત્સાહ સાથે રામનવમીના પર્વની ઉજવણી કરી હતી. આ અવસરે પણ ભારતના વિવિધ ભાગોમાં શોભાયાત્રા પર હુમલાના અહેવાલો સામે આવ્યા હતા, જેમાં પશ્ચિમ બંગાળ મુખ્ય હતું. શોભાયાત્રા પર ઉન્માદી અને દ્વેષપૂર્ણ હુમલાની ઘટનાઓ ભારતની સરહદોની બહાર પણ બની હતી. નેપાળમાં સ્થિત મોરાંગ જિલ્લામાં પણ રામનવમીની શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો.

    આ દરમિયાન ઘણા હિંદુઓ ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોમાં એક સગીર બાળકનો પણ સમાવેશ થાય છે જેના માથા પર તલવારના ઘા મારવામાં આવ્યા હતા. ઑપઇન્ડિયાએ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ પાસેથી આ સમગ્ર મામલાની માહિતી મેળવી છે.

    આ ઘટના નેપાળમાં આવેલા મોરાંગ જિલ્લાના વિરાટનગર વિસ્તારમાં બની હતી. ઑપઇન્ડિયાએ સમગ્ર મામલાની માહિતી વિરાટનગરના હિંદુ સંગઠનના પદાધિકારીઓ પાસેથી મેળવી હતી જેઓ હિંસાના પ્રત્યક્ષદર્શી હતા. અમને જણાવવામાં આવ્યું કે, રામનવમીના અવસર પર હિંદુ સમુદાયના સેંકડો યુવાનો શોભાયાત્રા કાઢી રહ્યા હતા. શોભાયાત્રાનું આયોજન રાજન અને રિતેશ નામના બે હિંદુઓએ કર્યું હતું. આ યાત્રા બપોરે વિરાટનગરના વોર્ડ નંબર 17માંથી પસાર થવાની હતી. આ વોર્ડ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો ગણાય છે. આ વોર્ડમાં રહેતો મઝહર આલમ હિંદુઓ વિરુદ્ધ કોઈને કોઈ વિવાદને કારણે રોજ ચર્ચાઓમાં રહે છે અને આ જ વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા પર હુમલો પણ થયો હતો.

    - Advertisement -

    મુસ્લિમ બાહુલ્ય વોર્ડમાંથી હિંસાની શરૂઆત

    અમને જણાવવામાં આવ્યું કે, મઝહર આલમ વોર્ડ નંબર 17 પાસે ડઝનેક મુસ્લિમો સાથે ઊભો હતો. તેણે હિંદુ સંગઠનોની રેલી અટકાવી દીધી અને તેમને આગળ ન લઈ જવાની ચેતવણી આપી. દરમિયાન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મઝહર આલમને સાથ આપ્યો હોવાનો આરોપ છે. જ્યારે હિંદુ સંગઠનના સભ્યોએ પોતાને અટકાવી રહેલા મુસ્લિમોની જીદનો વિરોધ કર્યો તો તે ટોળાંએ પથ્થરમારો શરૂ કર્યો હતો. આરોપ છે કે, મુસ્લિમોએ પહેલાંથી જ હુમલાની તૈયારી કરી લીધી હતી.

    સ્થળ પર માત્ર ઈંટોના ઢગલા જ ન હતા, પરંતુ ટોળાના હાથમાં લાકડીઓ અને તલવારો પણ લહેરાતા હતા. ‘હિંદુ સમ્રાટ સેના’ના એક પદાધિકારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, હુમલા દરમિયાન હિંસક ટોળું ‘અલ્લાહુ અકબર’ અને ‘નારા-એ-તકબીર’ના નારા લગાવી રહ્યું હતું.

    અચાનક થયેલા આ હુમલાથી અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ અફરાતફરી વચ્ચે મુસ્લિમ ટોળા દ્વારા શોભાયાત્રામાં ભાગ લઈ રહેલા કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. પોલીસની સામે જ પથ્થરમારો થયો હતો. પોલીસને બેકફૂટ પર જોઈને બંને પક્ષો વચ્ચે સામસામેની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન કેટલાક કટ્ટરપંથીઓનું ટોળું નજીકના મંદિરમાં ઘૂસી ગયું હતું. મંદિરમાં એક બાળક ગભરાઈને બેઠો હતો અને તેના માથા પર તલવાર મારી હતી. તલવારના હુમલાને કારણે બાળકની ખોપરીમાં ઊંડો ઘા થયો છે. વિડીયોમાં બાળકની ખોપરી પર થયેલો ઘા જોઈ શકાય છે.

    હિંદુ પર જ હુમલો, હિંદુની જ ધરપકડ

    રક્તસ્રાવ રોકવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન હિંસક ટોળું થોડીવાર સુધી હુમલો કર્યા બાદ વોર્ડ નંબર 17 તરફ ભાગી ગયું હતું. ઘાયલ શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હિંદુ સંગઠનના સભ્યોએ અમને જણાવ્યું કે, વહીવટીતંત્રે શોભાયાત્રાના આયોજકો રિતેશ અને રાજનની એમ કહીને ધરપકડ કરી હતી કે, તેમની પાસે પરવાનગી નથી. રાજન અને રિતેશને જેલમાં મોકલવાની તૈયારીઓ પણ કરવામાં આવી હતી.

    જોકે, હિંદુ સમાજે એકઠા થઈને પ્રદર્શન કરતા બંનેને છોડી મૂકવામાં આવ્યા હતા. અમારી સાથે વાત કરતા સ્થાનિક હિંદુઓએ એમ પણ જણાવ્યું કે, હજુ સુધી મુસ્લિમ પક્ષના કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. આ હુમલામાં મુખ્ય આરોપી મઝહર આલમની સાથે અસલમ સૈફી અને શાજિદ હુસૈન પણ સામેલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    મઝહર પર 2 દેશોની નાગરિકતાનો આરોપ

    ઑપઇન્ડિયા દ્વારા એકત્ર કરવામાં આવેલી જાણકારી અનુસાર, હિંદુઓ પર હુમલાના મુખ્ય આરોપી મઝહર આલમનો નેપાળમાં મોટો બિઝનેસ છે. તેની સામે નેપાળમાં ગેરકાયદેસર રીતે બે દેશોની નાગરિકતા મેળવવાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. ઑપઇન્ડિયાએ મઝહર આલમના બે ઓળખ કાર્ડ મળ્યા હતા. પહેલું નેપાળનું છે અને બીજું ભારતનું પાન કાર્ડ છે. જોકે, નેપાળના હિંદુ સંગઠનોને તે વાતની જાણ નથી કે ગેરકાયદેસર રીતે બે દેશોની નાગરિકતા લેવાના કેસમાં મઝહરનું શું થયું હતું.

    મઝહર આલમ પર છે ભારત અને નેપાળ બંનેની નાગરિકતાનો આરોપ

    ખાસ વાત એ છે કે હિંદુઓ પર હુમલાનો આરોપી મઝહર આલમ હવે નેપાળ પ્રશાસન સાથે મળીને બંને પક્ષો વચ્ચે શાંતિ મંત્રણા કરવા માટે કામ કરી રહ્યો છે.

    નવીનતમ માહિતી અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. ઘાયલ બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યાં તેની હાલત નાજુક છે. પરિસ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં