Wednesday, November 6, 2024
More
    હોમપેજદુનિયાકોણ છે હમાસનું ઓનલાઈન 'મુસ્લિમ વિક્ટિમ કાર્ડ' વેચનાર ‘Mr. Fafo’: જે પેલેસ્ટાઇન...

    કોણ છે હમાસનું ઓનલાઈન ‘મુસ્લિમ વિક્ટિમ કાર્ડ’ વેચનાર ‘Mr. Fafo’: જે પેલેસ્ટાઇન માટે દુનિયાની સહાનુભૂતિ એકઠી કરવા ‘બહુરૂપી’ બની ભજવે છે અવનવા વેશ

    એક વિડીયોમાં તે ગંભીર રીતે ઘવાયેલો દર્દી બનેલો છે અને જીવનના અંતિમ શ્વાસ લેતો નજરે પડે છે. અન્ય એક વિડીયોમાં તે એક ઘાયલ બાળકનો બાપ બનેલો જોવા મળે છે. આટલું જ નહીં, આ સિવાયના એક વિડીયોમાં આ બહુરૂપી ડૉક્ટર, તો એક વિડીયોમાં ગાયક કલાકાર બનેલો પણ જોવા મળે છે.

    - Advertisement -

    ઇસ્લામિક આતંકવાદી સંગઠન હમાસ અને ઇઝરાયેલના યુદ્ધ વચ્ચે હમાસ અને પેલેસ્ટાઇનના પ્રોપગેન્ડાની પોલ ખુલી રહી છે. તેવામાં સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો ક્રિએટર છતો થયો છે. આ ક્રિએટર તેના વિડીયોમાં એક દિવસ હમાસનો આતંકવાદી, બીજા દિવસે પીડિત અને ત્રીજા દિવસે ડૉક્ટર બની જાય છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેને ‘Mr. Fafo’ નામ આપ્યું છે. હમાસનું મુસ્લિમ વિક્ટિમ કાર્ડ વેચનાર આ Mr. Fafo અનેક વિડીયોમાં અલગ અલગ રૂપમાં જોવા મળતા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

    વાસ્તવમાં ગત મહિનાના 7 ઓકટોબરે ઇસ્લામીક આતંકવાદી સંગઠન હમાસના ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તરત જ આતંકવાદીઓની કરતૂતોને છુપાવવા અને પેલેસ્ટાઇન માટે સહાનુભૂતિ એકઠી કરવા અનેક કારસ્તાનો શરૂ થઇ ગયા હતા. જે કારસ્તાન પૈકી ગાઝાના રહેવાસી સાલેહ અલજફારવી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર અનેક વિડીયો અપલોડ કર્યા હતા.

    હમાસનું મુસ્લિમ વિક્ટિમ કાર્ડ વેચનાર આ Mr. Fafo એટલે કે સાલેહ પેલીવૂડ (Pallywood)નો અભિનેતા છે. આ Pallywood વાસ્તવમાં પેલેસ્ટાઇન અને અને હોલીવુડને ભેગા કરીને બનાવવામાં આવેલો શબ્દ છે. Pallywoodનું મુખ્ય કામ ઇઝરાયેલ વિરુદ્ધ પ્રોપગેન્ડા કન્ટેન્ટ બનાવવાનું છે.

    - Advertisement -

    સાલેહના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ચુક્યા છે, જે પૈકીના એક વિડીયોમાં તે ગંભીર રીતે ઘવાયેલો દર્દી બનેલો છે અને જીવનના અંતિમ શ્વાસ લેતો નજરે પડે છે. અન્ય એક વિડીયોમાં તે એક ઘાયલ બાળકનો બાપ બનેલો જોવા મળે છે. આટલું જ નહીં, આ સિવાયના એક વિડીયોમાં આ બહુરૂપી ડૉક્ટર, તો એક વિડીયોમાં ગાયક કલાકાર બનેલો પણ જોવા મળે છે.

    સૌથી પહેલા સાલેહનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ઈઝરાયેલ પર થયેલા આતંકી હુમલા બાદ ઉજવણી કરી રહ્યો હતો. ત્યારબાદ બીજા વીડિયોમાં તે ઇઝરાયેલી હવાઈ હુમલાથી ભાગતો જોવા મળી રહ્યો છે. આ કારણે લોકો X પર તેની ઠેકડી ઉડાવવાનું શરૂ કરી દીધું હતું.

    તેની આ પ્રકારની હરકતોના કારણે જ તેને Mr. FAFO નામ આપવામાં આવ્યું છે. વાસ્તવમાં, FAFO એક અંગ્રેજી કહેવત F@*k Around, Find Outનાં પ્રથમ અક્ષરોને મેળવીને બનાવવામાં આવ્યો છે, જેનો અર્થ એવો થાય છે કે ગડબડ કરો અને પરિણામ જુઓ.

    સાલેહના આ સિવાય પણ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ડૉ.એલી ડેવિડ નામના એકાઉન્ટે સાલેહનો આવો જ એક વીડિયો X પર પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે Mr. Fafo, જે સવાર સુધી એક રેડિયોલોજિસ્ટ હતો, હવે ગાયક કલાકાર બની ગયો છે.

    કિંગડમ ઓફ ઇઝરાયેલ નામના એકાઉન્ટે સાલેહના કેટલાક ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં એકમાં તે હમાસના આતંકવાદી તરીકે ગીત ગાતો નજરે પડી રહ્યો છે, એકમાં એક દર્દીને એક્સ-રે મશીન પર સારવાર આપતો નજરે પડે છે, જ્યારે અન્ય એક ફોટોમાં એ જ મીમ છે જેણે તેને Mr. Fafo તરીકે ‘ખ્યાતિ’ અપાવી છે.

    યાકોવ કાપલાન દ્વારા X પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં સાલેહ એક મીડિયા રિપોર્ટર બનેલો જોવા મળી રહ્યો છે. એક વીડિયોમાં તે ગાઝામાં પોતાના ફિલ્મ સ્ટાફ સાથે પણ જોવા મળી રહ્યો છે, જેમાં કેટલાક લોકો તેની સાથે શૂટિંગ માટે જઈ રહ્યા છે.

    ઓલી લંડન દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં સાલેહ હસતો જોવા મળી રહ્યો છે, જોકે તેણે એવા ઘણા વીડિયો બનાવ્યા છે જેમાં તેણે પોતાને ઇઝરાયેલના હવાઇ હુમલામાં માર્યા ગયેલા બાળકોના પિતા તરીકે દર્શાવ્યો હોય અથવા હવાઇ હુમલાથી ભાંગી પડેલી ઇમારતો પર બરડા પાડતો નજરે પડતો હોય. તેના આ જ પ્રોપગેન્ડાના કારણે મેટાએ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉડાવી દીધું હતું, પરંતુ તેણે પોતાના બેકઅપ એકાઉન્ટમાંથી ફરી સ્ટોરીઝ નાખવાનું શરૂ કરી દીધું છે.

    જો કે સોશિયલ મીડિયા પર પેલેસ્ટાઇનના લોકો દ્વારા આ પ્રકારનો પ્રોપગેન્ડા કોઇ નવી વાત નથી. ઇઝરાયેલને એક દમનકારી શક્તિ બતાવવા માટે આવા ઘણા ફોટો વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે ગાઝાની એક યુવતીનો ફોટો વાયરલ થઇ રહ્યો છે, જે થોડા-થોડા દિવસોના અંતરમાંજ ત્રણ અલગ અલગ હવાઇ હુમલામાં ઘાયલ થઇ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં