Thursday, November 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતેહરાનમાં આતંકી સંગઠન હમાસના ચીફ ઈસ્માઈલ હનીહની હત્યા: ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ...

    તેહરાનમાં આતંકી સંગઠન હમાસના ચીફ ઈસ્માઈલ હનીહની હત્યા: ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે કરી પુષ્ટિ, કહ્યું- તેના જ ઘરમાં થયો હતો બ્લાસ્ટ

    ઈરાની મીડિયા અનુસાર, ઈસ્માઈલ તેહરાનમાં જે ઇમારતમાં રહેતો હતો, તેના પર જ હુમલો કરી દેવામાં આવ્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે, થોડા જ સમયમાં હનીહ અને તેના બોડીગાર્ડ મૃત્યુ પામ્યા હતા. હનીહ ઈરાની રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ગયો હતો.

    - Advertisement -

    હમાસ ચીફ ઈસ્માઈલ હનીહ (હનિયા) (Ismail Haniyeh) માર્યો ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ઈરાનના તેહરાનમાં (Tehran) તેના ઘરમાં જ તેની હત્યા કરી નાખવામાં આવી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) આ સમાચારની પુષ્ટિ પણ કરી છે. IRGCએ જણાવ્યું છે કે, તેહરાનમાં તેના ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. જે બાદ તેના ઘર પર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટના કારણે હમાસ ચીફ (Hamas Cheaf) ઈસ્માઈલ હનીહ અને તેના બોડીગાર્ડનું મોત થયું છે. હાલ ઈરાની પ્રશાસન આ મામલે તપાસ હાથ ધરી રહી છે.

    બુધવારે (31 જુલાઈ, 2024) ઈરાનના (Iran) તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હનીહની હત્યા કરી નાખવામાં આવી છે. આ સાથે જ તેના બોડીગાર્ડનું પણ મોત થયું છે. પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે પણ આ વાતની પુષ્ટિ કરી છે. હમાસે કહ્યું છે કે, તેના નેતા ઈસ્માઈલ હનીહની ઈરાનના તેહરાનમાં ‘હત્યા’ કરી નાખવામાં આવી છે. જોકે, આ હત્યા કોણે કરી છે અને તેની પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. બીજી તરફ ઇઝરાયેલ (Israel) તરફથી પણ આ મામલે કોઈ સ્પષ્ટતા આવી નથી.

    ઈરાની મીડિયા અનુસાર, ઈસ્માઈલ તેહરાનમાં જે ઇમારતમાં રહેતો હતો, તેના પર જ હુમલો કરી દેવામાં આવ્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે, થોડા જ સમયમાં હનીહ અને તેના બોડીગાર્ડ મૃત્યુ પામ્યા હતા. હનીહ ઈરાની રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ગયો હતો, પરંતુ તે પહેલાં જ તેની હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘટનાને લઈને હજુ સુધી વિશેષ માહિતી સામે આવી નથી. પરંતુ હમાસ ચીફ માર્યો ગયો હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે.

    - Advertisement -

    નોંધવા જેવું છે કે, તાજેતરમાં જ ઇઝરાયેલી સેનાએ હનીહના ત્રણ પુત્રોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઈક કરીને એક ઓપરેશન હાથ હદર્યું હતું. જેમાં હનીહના ત્રણ પુત્રો માર્યા ગયા હતા. ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે, હનીહના ત્રણ પુત્રો, આમિર, હામેઝ અને મોહમ્મદ ગાઝા પટ્ટીના આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા હતા અને આતંકવાદને ફેલાવી રહ્યા હતા. તેથી એરસ્ટ્રાઈકમાં તેમણે પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે તેના અબ્બુને પણ મારી નાખવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં