યુરોપમાં રહેતા પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસના એક કાર્યકર્તા રામી અબ્દુએ અજાણતા જ ખુલાસો કરી દીધો છે કે ઇઝરાયેલના બંધકોને રાખવાવાળો એક વ્યક્તિ અમેરિકા સ્થિત કર-મુક્ત સંગઠન માટે કામ કરી ચુક્યો છે. આટલું જ નહીં, અલઝઝીરાના પત્રકારના ઘરમાં 26 વર્ષીય ઇઝરાયેલની મહિલાને બંધક બનાવીને રાખવામાં આવી હતી. મહિલાનું નામ નોઆ અરગામની છે અને તેને બંધક બનાવીને રાખનારનું નામ છે અબ્દુલ્લા અલજમાલ.
યૂરો-મેડ માનવાધિકાર સંસ્થાના પ્રમુખ રામી અબ્દુએ પોતાના વ્યક્તિગત X હેન્ડલ પર 2 પોસ્ટ કરી છે. જેમાંથી એકમાં તેણે 36 વર્ષીય ‘પત્રકાર’ અબ્દુલ્લા અલજમાલ અને તેની બીબી ફાતિમાના નામ સાથે ઉલ્લેખ્યું, જેમણે ઇઝરાયેલની સુરક્ષા એજન્સી IDFના જવાનોએ નુસેરાત ખાતે કાર્યવાહી દરમિયાન મારી નાખ્યા હતા. અહીં ચોંકાવનારી વાત તે છે કે આ એજ જગ્યા છે જ્યાં ઇઝરાયેલના નાગરિકોને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.
In an initial testimony documenting the killings committed by the Israeli army in the Nuseirat camp today, the @EuroMedHR reported that the Israeli army used a ladder to enter the home of Dr. Ahmed Al-Jamal. The army immediately executed 36-year-old Fatima Al-Jamal upon… pic.twitter.com/DjfjerIZTf
— Ramy Abdu| رامي عبده (@RamAbdu) June 8, 2024
રીપોર્ટમાં જણાવ્યા અનુંસાર, બંધક બનાવવામાં આવેલા ઇઝરાયેલના નાગરિકો પૈકી નોઆ અરગામનીને કતરના મીડિયા હાઉસ અલઝઝીરાના પત્રકાર અબ્દુલ્લા અલજમાલના ઘરમાં રાખવામાં આવી હતી. ગાઝા સ્થિત અબ્દુલ્લા અલજમાલ અલઝઝીરા તેમજ પેલેસ્ટાઇન ક્રોનિકલ માટે પત્રકાર તરીકે કામ કરી રહ્યો હતો. નોંધનીય છે કે અલઝઝીરા પર ઇસ્લામિક આતંકવાદી સંગઠનો પ્રત્યે કુણું વલણ રાખવા અને તેમને મદદ કરવાના આરોપો લગતા આવ્યા છે.
તપાસમાં સામે આવ્યું હતું જે, અલજમાલે પેલેસ્ટાઇન ક્રોનિકલ માટે કામ કર્યું હતું. તેને અલઝઝીરાના પૂર્વ કર્મચારી રમજી બરૌદના નેતૃત્વમાં ચલાવવામાં આવી રહ્યું હતું અને તે આતંકવાદી સંગઠન હમાસનો સમર્થક છે. તે પીપલ મીડિયા પ્રોજેક્ટના ઓઠા હેઠળ કામ કરી રહ્યો હતો, જે વર્ષ 2012થી ઓલમ્પિયા, વોશિંગ્ટન સ્ટેટમાં નોંધાયેલ એક 501 (C) સંગઠન છે.
One of the Israeli Hostages that was Rescued yesterday during the Joint-Operation in Central Gaza, 26-Year-Old Noa Argamani was being held Captive in the Home of Abdallah Aljamal, a Photojournalist and Writer/Editor for both Al-Jazeera and the Palestinian Chronicle. During the… pic.twitter.com/1755PL8X9X
— OSINTdefender (@sentdefender) June 9, 2024
અલજમાલ કતારના મુખપત્ર અને હમાસના આતંકવાદીઓના સમર્થનમાં અલઝઝીરા માટે પણ કામ કરતો હતો. અ સાથે જ તે હમાસના શ્રમ મંત્રાલયના પ્રવક્તા તરીકે પણ કામ કરી રહ્યો હતો. રવિવારે (9 જૂન 2024) સવારે અલઝઝીરાએ તે વાત નકારી કાઢી હતી કે અલજમાલને સંગઠન દ્વારા નિયુક્ત કરવામાં આવ્યો હતો. અલઝઝીરાના કહેવા અનુસાર આ માત્ર અફવાહ છે.
જોકે આ કોઈ પહેલીવાર નથી કે ગાઝાના નાગરિકો આતંકવાદી સંગઠન તરફથી પોતાના ઘરોમાં અને અન્ય જગ્યાઓ પર બંધકોને રાખતા હોય. હમાસના હુમલા બાદ IDF દ્વારા છોડાવીને પરત લાવવામાં આવેલા બંધકોએ પણ જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીના આસપાસના નાગરિકોના ઘરોમાં જ તેમને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.