કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર બદનામ થયા છે. આ વખતે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ‘X’ પર તેમના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર મામલો જસ્ટિનના એક નિવેદન સાથે જોડાયેલો છે.
જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, “હું ઇઝરાયેલ સરકારને વધુ સંયમ રાખવાની અપીલ કરું છું. દુનિયા સોશિયલ મીડિયા અને ટીવી પર બધું જોઈ રહી છે. ડોકટરો, પીડિતો અને તેમના માતાપિતા ગુમાવનારા બાળકોનો અવાજ સાંભળી રહી છે.” તેમણે કહ્યું હતું કે બાળકોની હત્યા બંધ થવી જોઈએ.
.@JustinTrudeau
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) November 15, 2023
It is not Israel that is deliberately targeting civilians but Hamas that beheaded, burned and massacred civilians in the worst horrors perpetrated on Jews since the Holocaust.
While Israel is doing everything to keep civilians out of harm’s way, Hamas is doing…
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ X પર જસ્ટિન ટ્રુડો દ્વારા કરવામાં આવેલા હત્યાના આરોપોનો જવાબ આપ્યો. તેમણે લખ્યું, “જસ્ટિન ટ્રુડો, ઇઝરાયેલ નાગરિકોને નિશાન બનાવી રહ્યું નથી, પરંતુ હમાસના આતંકવાદીઓએ નાગરિકોના માથા કાપી નાખ્યા છે, સળગાવી દીધા છે અને હત્યા કરી છે. જે બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓના હોલોકોસ્ટ પછી સૌથી વધુ ક્રૂર હત્યાકાંડ છે.”
તેમણે આગળ લખ્યું, “જ્યારે ઇઝરાયેલ સામાન્ય નાગરિકોને નુકસાનથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે હમાસ તેમને નુકસાન પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું છે. ઇઝરાયેલ ગાઝાના નાગરિકોને સલામત માર્ગ આપે છે, પરંતુ ગાઝા તેમને બંદૂકની અણી પર રોકે છે. ઇઝરાયેલ નહીં હમાસને નાગરિકોની હત્યા અને તેમને ઢાલ તરીકે વાપરવાના બેવડા ગુના માટે જવાબદાર ગણવા જોઈએ.”
નોંધનીય છે કે હાલમાં ઈઝરાયેલ ગાઝાની અંદર પોતાની સેના મોકલી રહ્યું છે જેથી આતંકીઓને શોધીને તેમને નષ્ટ કરી શકાય. ગાઝાની અલ શિફા હોસ્પિટલ હેઠળની સુરંગોમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓએ આશ્રય લીધો છે. આ હોસ્પિટલમાં વીજળી અને પાણીની પણ સમસ્યા છે.
ઇઝરાયેલ હોસ્પિટલ ખાલી કરવા, દર્દીઓને અન્ય સલામત સ્થળે મોકલવા અને તમામ સુવિધાઓ પૂરી પાડવાની ઓફર કરી રહ્યું છે, પરંતુ હમાસના આતંકવાદીઓ હોસ્પિટલ મેનેજમેન્ટને ધમકી આપી રહ્યા છે. હમાસના આતંકવાદીઓ આ હોસ્પિટલનો ઉપયોગ પોતાની ઢાલ તરીકે કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઈસ્લામિક આતંકવાદી સંગઠન હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કરીને 1200 લોકોની હત્યા કરી હતી અને મોટી સંખ્યામાં લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારથી, ઇઝરાયેલ ગાઝાની અંદર સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે અને હવે તેણે ગાઝાની અંદર તેની સેના પણ મોકલી છે.