પોતાના નાગરિકો પર થયેલા બર્બર આતંકવાદી હુમલા બાદ હવે ઇઝરાયેલની સેના બદલો લઇ રહી છે. જેના ભાગરૂપે છેલ્લા એક અઠવાડિયાથી ગાઝામાં સતત આતંકી સંગઠન હમાસનાં ઠેકાણાં ધ્વસ્ત કરવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ હવે જમીન માર્ગે આક્રમણની તૈયારીઓ ચાલી રહી છે. હવે એક પછી એક ઈઝરાયેલના દુશ્મનો અને હમાસના ટોપ કમાન્ડરોનો સફાયો થવાનો શરૂ થયો છે. શનિવારે હમાસ એરફોર્સના ચીફ અબુ મુરાદને ઠેકાણે પાડ્યા બાદ હવે ઇઝરાયેલી સેનાએ આતંકી સંગઠનના કંપની કમાન્ડર અલી કાદીને ઠાર કર્યો છે.
આ અલી કાદી એ જ આતંકવાદી હતો જેના ઈશારે ઈઝરાયેલના હજારો નિર્દોષ નાગરિકો માર્યા ગયા. 7 ઓક્ટોબરે હમાસે ઇઝરાયેલ પર જે હુમલો કર્યો તેના આયોજન અને અમલમાં કાદીએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. આખરે તેને મારી નાખવામાં આવ્યો છે.
Ali Qadi led the inhumane, barbaric October 7 massacre of civilians in Israel.
— Israel Defense Forces (@IDF) October 14, 2023
We just eliminated him.
All Hamas terrorists will meet the same fate.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ દ્વારા X પર એક પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું કે, “7 ઓક્ટોબરના ઇઝરાયેલી નાગરિકોના બર્બર નરસંહાર જેના આદેશથી થયો, તે અલી કાદીને અમે ઠાર માર્યો છે. હમાસના દરેક આતંકવાદીની હાલત આવી જ થશે.” જાણવા મળ્યા અનુસાર, આ કાર્યવાહીમાં કાદી સાથે હમાસના અન્ય આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.
ઇઝરાયેલની સુરક્ષા એજન્સી શીન બેટના ઈન્ટેલિજન્સ ઇનપુટના આધારે સેનાએ એક ઑપરેશન ચલાવીને ગાઝામાં ડ્રોન સ્ટ્રાઈક કરી હતી, જેમાં કાદી માર્યો ગયો. ઉલ્લેખનીય છે કે શીન બેટ એ ઇઝરાયેલની સુરક્ષા એજન્સી છે, જે આંતરિક સુરક્ષા સંભાળે છે. અન્ય એક એજન્સી મોસાદ છે, જે ફોરેન ઇન્ટેલિજન્સ એજન્સી છે. તે વિદેશોમાં કામ કરે છે.
כלי טיס של חיל-אוויר, בהכוונה מודיעינית של שב"כ ואמ"ן, חיסלו את עלי קאצ'י, מפקד בכוח הנח'בה של ארגון הטרור חמאס, שהוביל מתקפת טרור ביישובי עוטף עזה בסוף השבוע האחרון. בשנת 2005 עלי נעצר בעקבות חטיפה ורצח של ישראלים והוחזר כחלק מעסקת גלעד שליט. pic.twitter.com/BpfqdxEUeT
— Israeli Air Force (@IAFsite) October 14, 2023
ટાઈમ્સ ઑફ ઇઝરાયેલના રિપોર્ટ અનુસાર, જે અલી કાદીને મારવામાં આવ્યો તે હમાસનો ટોચનો કમાન્ડર હતો અને વર્ષ 2005માં ઇઝરાયેલી સેનાએ તેની ધરપકડ પણ કરી લીધી હતી. તેને એક ઇઝરાયેલી ઉદ્યોગપતિના અપહરણ અને હત્યા માટે ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો. પરંતુ વર્ષ 2011માં હમાસે કિડનેપ કરેલા એક સૈનિકને છોડાવવા માટે કરેલા સોદામાં બાકીના પેલેસ્ટેનિયન આતંકવાદીઓ સાથે તેને પણ છોડી મૂક્યો હતો.
આ પહેલાં ઇઝરાયેલી સેનાએ હમાસના એરફોર્સ ચીફને પણ મારી નાખ્યો હતો. ગાઝા સ્થિત હમાસના એરિયલ ફોર્સના હેડક્વાર્ટર પર હુમલો કરવામાં આવ્યો, જેમાં અબુ મુરાદ માર્યો ગયો હતો. જે હુમલો થયો હતો તેમાં તેણે પણ સક્રિય ભાગ ભજવ્યો હતો.