Sunday, September 8, 2024
More
    હોમપેજરાજકારણકંગાળ પાકિસ્તાન પર ઈરાન ઠોકી શકે છે 18 અબજ ડોલરનો દંડ: વારંવાર...

    કંગાળ પાકિસ્તાન પર ઈરાન ઠોકી શકે છે 18 અબજ ડોલરનો દંડ: વારંવાર નોટિસ આપી હોવા છતાં ટસનું મસ નથી થતું પાક, આંતરાષ્ટ્રીય સ્તરે થઈ શકે છે કાર્યવાહી

    પાકિસ્તાન અને ઈરાન વચ્ચે એક ગેસ પાઈપલાઈન યોજના પર કામ થઈ રહ્યું છે. બંને દેશોએ મળીને આ યોજના પૂર્ણ કરવાની છે. જ્યારે પાકિસ્તાન આ ઈરાન-પાકિસ્તાન ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટમાં કામ કરી રહ્યું નથી.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાન આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. તેમ છતાં ત્યાંના નેતાઓ જનતાને નવી યોજનાઓ આપવાની જગ્યાએ પોતે જ નવાબી ઠાઠમાં દેખાતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને ઈરાન વચ્ચે પણ તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આર્થિક રીતે કંગાળ પાકિસ્તાન પાસે મદદ માટેના તમામ દરવાજા ધીરે-ધીરે બંધ થઈ રહ્યા છે. ઈરાને તાજેતરમાં એરસ્ટ્રાઈક કરી હતી જેને લઈને પાકિસ્તાન હડબડી ઉઠ્યું હતું. ત્યારથી બંને દેશો વચ્ચે ખટાશ પેદા થઈ છે. તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે, ઈરાન કંગાળ પાકિસ્તાન પર 18 અબજ ડોલરનો દંડ ઠોકી શકે છે.

    ઈરાન પાકિસ્તાન પર 18 અબજ ડોલરનો દંડ લગાવવાની તૈયારી કરી રહ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાને આ અંગે પાકિસ્તાનને નોટિસ પણ પાઠવી છે. પાકિસ્તાન માટે આ દંડની રકમ બંને દેશો વચ્ચે ચાલી રહેલા મિસાઈલ હુમલા કરતાં પણ વધુ ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે 18 અબજ ડોલરની મોટી રકમ કંગાળ પાકિસ્તાન માટે ઘણી વધારે છે. પાકિસ્તાન પાસે તો હવે પ્લેનમાં ફ્યુલ નાખવા સુધીના પણ પૈસા નથી તેવામાં આવડી મોટી રકમ ભરવી તેમના માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.

    શા માટે ઈરાન ઠોકી શકે છે દંડ?

    વાસ્તવમાં પાકિસ્તાન અને ઈરાન વચ્ચે એક ગેસ પાઈપલાઈન યોજના પર કામ થઈ રહ્યું છે. બંને દેશોએ મળીને આ યોજના પૂર્ણ કરવાની છે. જ્યારે પાકિસ્તાન આ ઈરાન-પાકિસ્તાન ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટમાં કામ કરી રહ્યું નથી. તેથી ઈરાને વારંવાર પાકિસ્તાનને આ અંગે નોટિસ પણ પાઠવી છે. પરંતુ હવેની સ્થિતિ જોતાં એવું લાગે છે કે, ઈરાન પાકિસ્તાન સામે ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં જઈ શકે છે અને આ અંતર્ગત પાકિસ્તાન પર 18 અબજ ડોલરનો દંડ ઠોકી શકે છે. હાલના એક રિપોર્ટ અનુસાર, ઈરાને ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટની ડેડલાઈન 180 દિવસ વધારીને સપ્ટેમ્બર, 2024 કરી છે.

    - Advertisement -

    ઘણા પાકિસ્તાની ન્યૂઝ રિપોર્ટમાં ત્યાંનાં એક અધિકારીને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, ઈરાને ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તેની કાનૂની અને તકનીકી ટીમને પાકિસ્તાન મોકલવાનું કહ્યું હતું. ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ માટે જરૂરી વાતચીત કરવા ઈરાનના નિષ્ણાંતો 21 જાન્યુઆરીએ પાકિસ્તાન આવવાના પણ હતા, પરંતુ બંને દેશો વચ્ચે સરહદ પર વધી રહેલા તણાવને લીધે તેઓ આવી શક્યા નહોતા. હવે જાણવા મળી રહ્યું છે કે, ઈરાની ટીમ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં પાકિસ્તાન જઈ શકે છે.

    ઈરાને આ પહેલાં આપી હતી ત્રણ નોટિસ

    એક રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટ 2014થી લટકી રહ્યો છે. ઈરાને આ અંગે પાકિસ્તાનને અત્યાર સુધીમાં ત્રણ નોટિસ આપી છે. ઈરાને લગભગ 25 દિવસ પહેલાં છેલ્લી નોટિસ આપી હતી. તે પહેલાં ઈરાને વર્ષ 2022ના છેલ્લા મહિનામાં પાકિસ્તાનને બીજી નોટિસ આપી હતી. આ દરમિયાન ઈરાને પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો પ્રોજેક્ટ પર કામ નહીં થાય તો પાકિસ્તાન 18 અબજ ડોલરનો દંડ ભરવા માટે તૈયાર રહે. તે પહેલાં ઈરાને વર્ષ 2019માં પાકિસ્તાનને પહેલી નોટિસ મોકલી હતી.

    ઈરાન-પાકિસ્તાન ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટને લઈને પાકિસ્તાનનું એવું કહેવું છે કે, અમેરિકાએ ઈરાન પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે, તેના કારણે પ્રોજેક્ટ ખોરવાઈ ગયો છે. જ્યારે પાકિસ્તાનના આવા નિવેદન પર ઈરાને પટલવાર કર્યો છે. ઈરાને કહ્યું છે કે, અમેરિકન પ્રતિબંધોને લઈને પોતાનું બહાનું કાઢવું ​​યોગ્ય નથી. ઈરાક અને તુર્કી લાંબા સમયથી ઈરાની ગેસનો ઉપયોગ કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં