Monday, September 9, 2024
More
    હોમપેજદુનિયાઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે હવે ઈરાનની એન્ટ્રી, યહૂદી દેશ પર કરી દીધો મિસાઇલ...

    ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે હવે ઈરાનની એન્ટ્રી, યહૂદી દેશ પર કરી દીધો મિસાઇલ હુમલો: IDFએ કહ્યું- અમે પણ તૈયાર

    ઇઝરાયેલ અને અમેરિકાની સેનાએ સંયુક્ત રીતે ઘણા ડ્રોનનો નાશ પણ કરી દીધો છે. હુમલા બાદ ઇઝરાયેલે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. ઇઝરાયેલ સરકારના પ્રવક્તાએ કહ્યું કે, ઈરાની હુમલા પર ઈઝરાયેલની પ્રતિક્રિયા સ્પષ્ટ અને નિર્ણાયક હશે.

    - Advertisement -

    ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં હવે ઇરાને પણ ઇઝરાયેલ પણ સીધો હુમલો કરી દીધો છે. ઇરાને અડધી રાતે ઇઝરાયેલ પર 200થી વધુ મિસાઇલ અને ડ્રોન છોડ્યાં હતાં. જેમાં કીલર ડ્રોનથી લઈને બેલિસ્ટિક મિસાઇલ અને ક્રૂઝ મિસાઇલ પણ સામેલ છે. જેરૂશલમ સહિત ઇઝરાયેલનાં ઘણાં શહેરોમાં ધડાકાનો અવાજ સાંભળવા મળ્યો છે. જોકે, મોટાભાગની મિસાઇલો હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. આ સાથે IDFએ જણાવ્યું છે કે, હુમલામાં માત્ર એક મિલીટરી બેઝને નુકસાન પહોંચ્યું છે. ઇઝરાયેલી સેનાએ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે. સાથે સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

    ઇઝરાયેલ અને અમેરિકાની સેનાએ સંયુક્ત રીતે ઘણાં ડ્રોન-મિસાઈલનો નાશ પણ કરી દીધો છે. હુમલા બાદ ઇઝરાયેલે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. ઇઝરાયેલ સરકારના પ્રવક્તાએ કહ્યું કે, ઈરાની હુમલા પર ઈઝરાયેલની પ્રતિક્રિયા સ્પષ્ટ અને નિર્ણાયક હશે. આ સાથે ઇઝરાયેલે એરસ્પેસ બંધ કરી દીધી છે. સુરક્ષા કેબિનેટ પર ચર્ચા બાદ ઇઝરાયેલી વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે વાત કરી હતી. બાયડને કહ્યું છે કે, અમેરિકા ઇઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. સાથે જ ઇઝરાયેલ પર્ હુમલાના લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઇમરજન્સી બેઠક પણ બોલાવી છે. વાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, તેઓ ઇઝરાયેલની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ છે.

    સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે, ઇરાન થોડા સમયમાં ઇઝરાયેલ પર વધુ મિસાઇલ એટેક કરી શકે છે. ઇઝરાયેલ પર હુમલો કરનાર ઈરાન તરફથી કહેવાયું છે કે, આ ઇઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલા અપરાધોની ‘સજા’ છે. ઇરાની સેનાએ આ હુમલાને ‘Operation True Promise’ નામ આપ્યું છે. ઇઝરાયેલી સેના IDFના પ્રવક્તાએ કહ્યું છે કે, ઇરાને ઇઝરાયેલ પર સીધા હુમલા શરૂ કર્યા છે. ઇરાનના હુમલાથી દક્ષિણી ઇઝરાયેલના સૈન્ય બેઝને સામાન્ય નુકસાન થયું છે. ઇઝરાયેલે એરો એરિયલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા અનેક મિસાઇલોનો નાશ પણ કરી દીધો છે. સાથે IDF પણ કાર્યવાહી માટે તૈયાર હોવાનું કહેવાયું છે.

    - Advertisement -

    આ હુમલા પર ઇઝરાયેલી PM નેતન્યાહુએ કહ્યું છે કે, “અમે દેશના ડિફેન્સ સિસ્ટમને કામ પર લગાવી દીધું છે. અમે કોઈપણ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. અમારો દેશ ખૂબ મજબૂત છે. IDF ખૂબ જ મજબૂત છે અને સૌથી વધુ મહત્વનું એ છે કે, અમારા લોકો પણ ખૂબ મજબૂત છે. આ સંકટ સમયે અમારો સાથ આપનાર અમેરિકા, બ્રિટેન અને ફ્રાંસ સહિતના તમામ દેશોની પ્રશંસા કરીએ છીએ.”

    આ સાથે ઇઝરાયેલ પર હુમલા અંગે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનનું નિવેદન સામે આવ્યું છે. બંને દેશોએ ખૂલીને ઇઝરાયેલને સમર્થન જાહેર કર્યું છે અને ઇઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ સાથે અમેરિકી અને બ્રિટનની સેનાએ પણ ઇઝરાયેલી સેના સાથે મળીને અનેક ડ્રોન અને મિસાઇલોનો નાશ કરી દીધો છે.

    જો બાયડને આપ્યું અધિકારિક નિવેદન

    આ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને પણ અધિકારિક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ઈરાન અને યમન, સીરિયા અને ઈરાકમાં સ્થિત તેમના સહયોગીઓએ ઇઝરાયેલની સૈન્ય વ્યવસ્થાઓ ઉપર હુમલો કરી દીધો છે. હું આ હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢું છું. મારી સૂચના પર ઇઝરાયેલની સુરક્ષા માટે US સેનાએ તાજેતરમાં જ એરક્રાફ્ટ અને બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ ડિસ્ટ્રોયર તહેનાત કરી દીધાં હતાં. તેના જ કારણે અમે ઇઝરાયેલને ડ્રોન અને મિસાઈલ ધ્વસ્ત કરવામાં મદદરૂપ થઈ શક્યા. 

    તેમણે આગળ ઉમેર્યું કે, ઇઝરાયેલની સુરક્ષા માટે અમે તેમની પડખે ઉભા છીએ અને મેં વડાપ્રધાન નેતન્યાહુ સાથે પણ ચર્ચા કરી છે. G7 નેતાઓ સાથે વાત કરીને ઈરાનના આ ઘાતક હુમલાની રાજદ્વારી પ્રતિક્રિયા કઈ રીતે આપવી તે અંગે નિર્ણય કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં