અમેરિકાના કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડમાં એક ભારતીય મૂળની યુવતીની ધરપકડ કરવામાં આવી છે. તેણે હમાસને સમર્થન કરવા માટે સીટી કાઉન્સિલના સભ્યોને હત્યાની ધમકી આપી હતી. શુક્રવારે (12 એપ્રિલ) તેણે કોર્ટમાં હાજર થવું પડ્યું, જ્યાં રડવા માંડી હતી. તેની ઓળખ રિદ્ધિ પટેલ તરીકે થઈ છે. ભૂતકાળમાં પણ તે હિંદુઓ અને વડાપ્રધાન મોદી વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી ચૂકી છે.
રિદ્ધિ પટેલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે મેયર સહિત બેકરસફિલ્ડના કાઉન્સીલ સભ્યોને ધમકી આપતી જોવા મળે છે. કારણ એ હતું કે કાઉન્સિલે ઇઝરાયેલના વિરોધમાં પ્રસ્તાવ પસાર કર્યો ન હતો અને શહેરમાં હમાસના સમર્થનમાં થઈ રહેલાં પ્રદર્શનોને જોતાં સુરક્ષામાં વધારો કરી દીધો હતો.
રિદ્ધિએ મિટિંગમાં સિટી કાઉન્સીલના સભ્યોને અપશબ્દો કહીને કહ્યું કે, દરેક પીડિતને તેના અત્યાચારી સામે હિંસક વિરોધ કરવાનો અધિકાર છે અને જો કોઈ ગિલેટીન (માથું કાપવાનું યંત્ર) લાવીને તમારા બધાનાં ગળાં કાપી નાખે તો સારું રહેશે. તેણે દાવો કર્યો હતો કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેણે મિટિંગમાં ક્યારેય મેટલ ડિટેક્ટર નથી જોયું, ન તો તેણે આટલું પોલીસબળ જોયું છે, આ બધું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી પેલેસ્ટિનિયનો ગુનેગાર સાબિત થઈ શકે. આ સાથે જ તેણે ‘મહાત્મા ગાંધી’ને ટાંકીને હત્યાની ધમકી પણ આપી હતી. આ સાથે એવી ઈચ્છા પણ વ્યક્ત કરી કે, ‘યેશુ’ પરિષદના તમામ સભ્યોને મારી નાખે.
તે દરમિયાન મેયર કરેન ગોહે કહ્યું કે, તમે જે કહ્યું છે તે ધમકી છે, એટલે પોલીસ હવે તમને બહાર કાઢીને મામલાની તપાસ કરશે. રિદ્ધિ પટેલ પર 16 ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તે $1 મિલિયન (83.61 લાખ રૂપિયા)ના બોન્ડ પર જેલમાં બંધ છે. હવે તેને 16, 24 અને 25 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિદ્ધિ પટેલ ‘સેન્ટર ઑફ રેસ, પોવર્ટી એન્ડ એન્વાયર્નમેન્ટ’ સંસ્થા સાથે સંકળાયેલી છે. CRPE ઓછી આવક ધરાવતા સમુદાયોને કાનૂની સહાય પૂરી પાડવાનો દાવો કરે છે.
Riddhi Patel is a finest example of how wokeism can destroy anyone. She seems to have been groomed at Centre on Race, Poverty and Environment,
— Alok Bhatt (Modi Ka Parivar) (@alok_bhatt) April 13, 2024
This organisation that groomed her shud be investigated for her links. https://t.co/8GvecduKwU
CRPE is a national environmental… https://t.co/WgZi1FtdEl pic.twitter.com/F3VRFIWW86
સિટી કાઉન્સિલની બેઠકમાં તેણે સભ્યોને ડરામણા ગણાવ્યા અને કહ્યું કે, દુનિયામાં શું થઈ રહ્યું છે તેનો આ લોકોને અંદાજો નથી. આ દરમિયાન તેણે હિંસક ક્રાંતિને યોગ્ય ઠેરવવા નવરાત્રિનો ઉપયોગ કર્યો અને કહ્યું કે, આ તહેવાર ગ્લોબલ સાઉથમાં પણ ઉજવવામાં આવે છે. રિદ્ધિ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને ‘હિંદુ ફાસીવાદ’ વિરુદ્ધ ‘ફ* યુ’ કહીને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તે ઘણીવાર પેલેસ્ટાઇનના સમર્થનમાં પ્રદર્શન કરી ચૂકી છે.
હવે રિદ્ધિની ધરપકડ બાદ તેની ભૂતકાળની સોશિયલ મીડિયા પોસ્ટ બહાર આવી રહી છે, જેમાં તેણે હિંદુવિરોધી ટિપ્પણીઓ કરી હતી. એક પોસ્ટમાં તેણે વડાપ્રધાન મોદી અને હિંદુ ધર્મ વિશે ટિપ્પણી કરી હતી, જે હવે વાયરલ થઈ રહી છે.