Saturday, September 14, 2024
More
    હોમપેજરાજકારણ'અમેરિકા અને રશિયાને એક સાથે કઈ રીતે બેલેન્સ કરે છે ભારત?': વિદેશમંત્રી...

    ‘અમેરિકા અને રશિયાને એક સાથે કઈ રીતે બેલેન્સ કરે છે ભારત?’: વિદેશમંત્રી એસ જયશંકરે આપ્યો એવો ‘સ્માર્ટ’ જવાબ કે અમેરિકી વિદેશમંત્રી પણ હસી પડ્યા, કહ્યું- તમારે મારી પ્રશંસા કરવી જોઈએ

    વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે, "અમેરિકા અને રશિયાને એક સાથે બેલેન્સ કરવા, શું આ કોઈ સમસ્યા છે? શા માટે તે સમસ્યા હોવી જોઈએ?, હું એટલો સ્માર્ટ છું કે મારી પાસે ઘણા વિકલ્પો છે, તમારે બધાએ મારી પ્રશંસા કરવી જોઈએ."

    - Advertisement -

    અમેરિકા અને રશિયાને લઈને દેશના વિદેશમંત્રી એસ જયશંકરનું નિવેદન સામે આવ્યું છે. વિદેશમંત્રી એસ જયશંકરને જર્મનીમાં એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું હતું કે, ભારત અમેરિકા અને રશિયાને એક સાથે કઈ રીતે બેલેન્સ કરી રહ્યું છે? અમેરિકા અને રશિયાને લઈને પૂછવામાં આવેલા આ પ્રશ્નના જવાબમાં વિદેશમંત્રી એસ જયશંકરે ભારતની રમૂજી રીતે પ્રશંસા કરી હતી. સાથે તેમણે કહ્યું હતું કે, આ ભારત માટે કોઈ સમસ્યા નથી. રસપ્રદ વાત એ છે કે, આ કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરની બાજુમાં અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન પણ હતા. સાથે જ જર્મન વિદેશમંત્રી અનાલેના બેરબોક પણ મંચ પર હતા.

    શનિવારે (17 ફેબ્રુઆરી) વિદેશમંત્રી એસ જયશંકરને મ્યુનિક સુરક્ષા પરિષદના સત્રમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, “ભારત રશિયા સાથે વ્યાપાર ચાલુ રાખીને અમેરિકા સાથે સાથે તેના વધતાં દ્વિપક્ષીય સંબંધોને કેવી રીતે સંતુલિત કરી રહ્યું છે?” આ પ્રશ્નના જવાબમાં વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે, “અમેરિકા અને રશિયાને એક સાથે બેલેન્સ કરવા, શું આ કોઈ સમસ્યા છે? શા માટે તે સમસ્યા હોવી જોઈએ?” તેમણે રમૂજ સાથે કહ્યું કે, “હું એટલો સ્માર્ટ છું કે મારી પાસે ઘણા વિકલ્પો છે, તમારે બધાએ મારી પ્રશંસા કરવી જોઈએ.” જયશંકરે આ જવાબ આપ્યો ત્યારે અમેરિકી વિદેશમંત્રી બ્લિંકન અને કાર્યક્રમમાં હાજર તમામ લોકો હસતાં જોવા મળ્યા હતા.

    નોંધનીય છે કે, આ કોઈ પહેલીવાર નથી જ્યારે વિદેશમંત્રી એસ જયશંકરે સસ્તું રશિયન તેલ ખરીદવા માટે ભારતનું વલણ અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હોય. ભારત એકમાત્ર એવો દેશ છે, જે રશિયા સાથે પણ વેપાર કરે છે અને અમેરિકા સાથે પણ તેના સંબંધો મધુર છે. આ પહેલાં પણ અનેક મંચો પર વિદેશમંત્રી એસ જયશંકર સ્પષ્ટપણે ભારતનું વલણ જણાવી ચૂક્યા છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, વિદેશમંત્રી એસ જયશંકરની સાથે એન્ટની બ્લિંકન અને જર્મન વિદેશમંત્રીએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી 69માં મ્યુનિક સિક્યુરિટી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જર્મની પહોંચ્યા હતા. એસ જયશંકરે આ પ્લેટફોર્મ પર ભારતને એક એવા બિન-પશ્ચિમી દેશના રૂપે પ્રોજેક્ટ કર્યું કે, જેના પશ્ચિમી દેશો સાથે પણ સારા સંબંધ છે. તેમણે કહ્યું કે, “ભારત એન્ટી વેસ્ટ નથી, પરંતુ નોન વેસ્ટ દેશ છે જેના પશ્ચિમી દેશો સાથે મધુર સંબંધ છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં