Friday, May 3, 2024
More
    હોમપેજદુનિયા50 દિવસ બંધક રહ્યા બાદ 13 ઈઝરાયેલી નાગરિકોની ઘરવાપસી, હમાસે મુક્ત કરવા...

    50 દિવસ બંધક રહ્યા બાદ 13 ઈઝરાયેલી નાગરિકોની ઘરવાપસી, હમાસે મુક્ત કરવા પડ્યા: ઈઝરાયેલમાં બંધ 39 પેલેસ્ટેનિયન કેદીઓને પણ છોડાયા

    આ નાગરિકોને આતંકી સંગઠન હમાસે કરેલા ભીષણ હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવ્યા હતા. શનિવારે મુક્ત કરેલા ઇઝરાયેલી નાગરિકોમાં 8 બાળકો, ચાર મહિલાઓ અને એક યુવતીનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    પેલેસ્ટિયન આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પર કરેલા ભયાનક હુમલા બાદથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં 24 નવેમ્બરે 4 દિવસ માટેના યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી. કરાર મુજબ બંને તરફથી બંધક બનાવેલા કેદીઓને મુક્ત કરવાનો સિલસિલો ચાલુ થયો છે. હમાસે શુક્રવારે (24 નવેમ્બર) 13 ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કર્યા હતા. જે બાદ શનિવારે (25 નવેમ્બર) મોડી રાત્રે પણ 13 ઇઝરાયેલી નાગરિકો સહિત 17 બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ ઇઝરાયેલે પણ 39 પેલેસ્ટિયન કેદીઓને મુક્ત કરી દીધા છે.

    અમેરિકા અને ઇજિપ્તની મધ્યસ્થી બાદ આખરે 24 નવેમ્બરથી ઇઝરાયેલ-હમાસ વચ્ચે 4 દિવસના યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી. જે બાદ બંને તરફથી બંધક બનાવેલ નાગરિકોને મુક્ત કરવા માટેની તજવીજ હાથ ધરાઇ હતી. આતંકી સંગઠન હમાસે શુક્રવારે (24 નવેમ્બરે) પહેલા રાઉન્ડમાં 13 ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કર્યા હતા. જ્યારે શનિવારે (25 નવેમ્બર) બીજા રાઉન્ડમાં એક કલાકનાના લાંબા વિલંબ બાદ આખરે હમાસે 50 દિવસથી બંધક બનાવેલા 13 ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કર્યા હતા. અન્ય 4 વિદેશી નાગરિકો મળીને મુક્ત કરાયેલા બંધકોનો કુલ આંકડો 17 છે.

    આ નાગરિકોને આતંકી સંગઠન હમાસે કરેલા ભીષણ હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવ્યા હતા. શનિવારે મુક્ત કરેલા ઇઝરાયેલી નાગરિકોમાં 8 બાળકો, ચાર મહિલાઓ અને એક યુવતીનો સમાવેશ થાય છે. આ તમામ નાગરિકોને રેડક્રોસ એમ્બ્યુલન્સ દ્વારા ગાઝાથી ઇજિપ્ત લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને મેડિકલ સારવાર આપવામાં આવી હતી.

    - Advertisement -

    આતંકી સંગઠન હમાસે 7 થાઈ નાગરિકોને પણ બંધક બનાવ્યા હતા. જેને મુક્ત કરવા માટે ઇજિપ્ત, કતર, ઈરાન અને હમાસ વચ્ચે વાતચીત થઈ હતી. જે બાદ તે 7 નાગરિકોમાંથી 4 નાગરિકોને જ મુક્ત કર્યા હોવાના અહેવાલો છે. જ્યારે બાકીના નાગરિકો હજુપણ હમાસની કેદમાં છે.

    ઇઝરાયેલે 39 પેલેસ્ટિયન નાગરિકોને કર્યા મુકત

    બીજી તરફ ઇઝરાયેલે હમાસ સાથે થયેલા કરાર મુજબ 39 પેલેસ્ટિયન કેદીઓને મુક્ત કર્યા હતા. પેલેસ્ટિયન કેદીઓમાં 33 સગીરો અને 6 મહિલાઓનો સમાવેશ થતો હતો. આ કેદીઓને રેડક્રોસ એમ્બ્યુલન્સ મારફતે વેસ્ટ બેન્ક લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઈન્ટરનેશનલ રેડક્રોસ દ્વારા તમામ કેદીઓને મેડિકલ સારવાર આપવામાં આવી હતી. શુક્રવારે મુક્ત થયેલા કેદીઓને પણ પ્રથમ મેડિકલ સારવાર આપવામાં આવી હતી. ગાઝાએ જ્યારે બીજા રાઉન્ડમાં 13 ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કર્યા અને તેની ઓળખ કરવામાં આવી તે બાદ જ ઇઝરાયેલ તરફથી પેલેસ્ટિયન કેદીઓને મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં