Thursday, April 25, 2024
More
  હોમપેજક્રાઈમ'હમાસ ISIS કરતા પણ છે ખરાબ': ઇઝરાયેલ સરકારે હત્યા કરાયેલા બિન-મુસ્લિમ બાળકોના...

  ‘હમાસ ISIS કરતા પણ છે ખરાબ’: ઇઝરાયેલ સરકારે હત્યા કરાયેલા બિન-મુસ્લિમ બાળકોના ભયાવહ ફોટા જાહેર કર્યા, ડાયપર પહેરેલ નાના ભૂલકાઓને પણ આતંકીઓએ નહોતા છોડ્યા

  ડાયપર પહેરનાર એક બાળકની જ હત્યા નથી કરી. હમાસના ઈસ્લામિક આતંકવાદીઓએ તો અનેક નવજાત બાળકોને બાળીને પણ મારી નાખ્યા છે. આ માહિતી પણ સત્તાવાર છે. તે ઇઝરાયેલના વડા પ્રધાન તરફથી શેર કરવામાં આવી છે.

  - Advertisement -

  તાજેતરમાં અહેવાલો આવી રહ્યા હતા કે હમાસના આતંકીઓએ ઇઝરાયેલમાં 40 જેટલા નાના બાળકોની હત્યા કરી હતી. ઘણા અહેવાલો એવો પણ દાવો કરતા હતા કે આમાંથી કેટલાક બાળકોના તો માથા ધડથી અલગ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે દુનિયાભરના આતંકી સંરક્ષકો, ઈસ્લામવાદીઓ, કથિત ઉદારવાદીઓ, વામપંથીઓ હમાસને બચાવવા મેદાને ઉતર્યા હતા કે આ ખોટા અહેવાલ છે. જ્યારે હવે ઇઝરાયેલ સરકારે આ ક્રૂર કૃત્યોના પુરાવાઓ ફોટા સ્વરૂપે મૂકવાનું શરૂ કર્યું ત્યારે હવે તેઓ કઈ રીતે હમાસના લોહી ચૂસતા આતંકીઓનો બચાવ કરે છે એ પણ જોવાનું છે.

  ઇઝરાયેલ સરકારે પોતાની ઓફિશિયલ X પ્રોફાઈલ પરથી એક ફોટો મુક્યો છે. જેમાં એક નાનું બાળક દેખાઈ રહ્યું છે. તેની ઉંમર લગભગ એકાદ વર્ષ આસપાસની ભાસે છે. તેણે ડાયપર પણ પહેરેલું દેખાય રહ્યું છે. પરંતુ આ ઉંમરના સામાન્ય બાળકોની જેમ તે રમી નથી રહ્યું. ઉલ્ટાનું તે તો એક પોલિથીન બેગમાં લપટેલાયું છે અને મૃત છે. જે ડાયપર તેના માતા-પિતાએ તેનું પેશાબ-પાણી શોષવા પહેરાવ્યું હતું તે હવે તેનું જ લોહી શોષીને ફુલાઈ ગયું છે. ઇઝરાયેલના આ નાના બાળકોની પેલેસ્ટાઇનના હમાસના ઈસ્લામિક આતંકીઓએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે.

  હમાસના આતંકવાદીઓએ બાળકોની હત્યા
  ઇસ્લામિક આતંકવાદીઓ દૂધ પીતા બાળકોને પણ કરે છે નફરત

  “અમે અત્યાર સુધી જેટલા પણ ફોટા પોસ્ટ કર્યા છે તેમાંથી, આ પોસ્ટ કરવો અમારા માટે સૌથી પીડાદાયક ર્યો છે. આ લખતાં જ આપણે કંપારીએ છીએ. આ ફોટો પોસ્ટ કરવો કે નહીં તે અંગે અમે વારંવાર મૂંઝવણમાં હતા. નક્કી ન કરી શક્યા. આખરે અમે તેને પોસ્ટ કર્યું જેથી વિશ્વ જાણી શકે કે અમારી સાથે, અમારા બાળકો સાથે શું થયું છે.”

  - Advertisement -

  ઉપર જે લખ્યું છે તે X પરનું એક હેન્ડલ છે @Israel. શું આ હેન્ડલ સત્તાવાર છે? હા, તે સત્તાવાર છે. આ હેન્ડલ ઇઝરાયેલી વિદેશ મંત્રાલયની ડિજિટલ ડિપ્લોમસી ટીમ દ્વારા ચલાવવામાં આવે છે (X પર તેમનું હેન્ડલ @IsraelMFA છે). આ બધું એટલા માટે લખવું પડ્યું કારણ કે કેટલાક નકલી ફેક્ટ ચેકરોએ કહેવાનું શરૂ કર્યું છે કે હમાસના ઇસ્લામિક આતંકવાદીઓ કોઈની હત્યા નથી કરતા, આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી.

  ઇસ્લામિક આતંકવાદીઓ માત્ર બાળકોને ગોળી મારતા નથી, તેઓ તેમને બાળી પણ નાખે છે.

  ડાયપર પહેરનાર એક બાળકની જ હત્યા નથી કરી. હમાસના ઈસ્લામિક આતંકવાદીઓએ તો અનેક નવજાત બાળકોને બાળીને પણ મારી નાખ્યા છે. આ માહિતી પણ સત્તાવાર છે. તે ઇઝરાયેલના વડા પ્રધાન તરફથી શેર કરવામાં આવી છે.

  યહૂદીઓ પર થતી આ બર્બરતા ઉજવી રહ્યા છે ઇસ્લામવાદીઓ અને વામપંથીઓ

  જ્યાં એક તરફ પેલેસ્ટાઈનમાં રહેતા હમાસના ઈસ્લામિક આતંકવાદીઓ આટલી બર્બરતા કરી રહ્યા છે, તો બીજી તરફ દુનિયાભરના કટ્ટરપંથી મુસ્લિમો અને વામપંથીઓ તેમને સમર્થન આપી રહ્યા છે. કેટલાક તો ઉજવણી પણ કરી રહ્યા છે. એવા લોકો પણ છે જે શિક્ષિત છે અને બોલિવૂડમાં કામ કરે છે.

  ગાઝા પટ્ટીમાં માત્ર 400 મીટર દૂર એક ગામ છે, જેનું નામ છે – કિબુત્ઝ કફર અઝા. અહીં હમાસના ઈસ્લામિક આતંકવાદીઓએ 100થી વધુ લોકોની હત્યા કરી નાખી હતી. જેમાં 40 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે 40 બાળકોના મોત અને બર્બરતા સાથે ઈસ્લામિક આતંકવાદીઓનું નામ જોડવામાં આવ્યું છે, ત્યારે નકલી ફેક્ટ ચેકરો બૂમો પાડી રહ્યા હતા કે આ બાળકોના ગળા કાપવામાં આવ્યા નથી. પરંતુ બાળકોની હત્યા જ શા માટે કરવામાં આવી તેના પર માત્ર મૌન છે?

  એક બિન-મુસ્લિમ છોકરીના અર્ધ નગ્ન મૃતદેહને પીક-અપ વાનમાં શહેરમાં ફેરવવામાં આવ્યો તેના પર થૂંકવામાં આવ્યું. એક ભારતીય મહિલા પત્રકાર, જે ઇસ્લામિક ધર્મનું પાલન કરે છે, તે એવા કુતર્ક સાથે આવી હતી કે કદાચ મૃત્યુ સમયે છોકરીએ તેટલું જ પહેર્યું હશે.!!! બસ તે એટલો પ્રશ્ન ઉઠાવી ના શકી કે આખરે હમાસના ઇસ્લામિક આતંકવાદીઓએ તેની હત્યા જ કેમ કરી?

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં