Monday, April 29, 2024
More
    હોમપેજદુનિયાફ્રાન્સનાં રમખાણો બાદ પકડાયેલા તોફાનીઓમાં ‘મોહમ્મદ’ નામ ધરાવનારા સૌથી વધુ- સ્થાનિક મીડિયાનો...

    ફ્રાન્સનાં રમખાણો બાદ પકડાયેલા તોફાનીઓમાં ‘મોહમ્મદ’ નામ ધરાવનારા સૌથી વધુ- સ્થાનિક મીડિયાનો રિપોર્ટ: કુલ 2300ની થઇ હતી ધરપકડ

    અખબારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, તેમણે અભ્યાસ માટે જે 335 નામો સેમ્પલ તરીકે લીધાં હતાં, તેમાંથી 160 લોકો આરબ-મુસ્લિમ નામ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું.

    - Advertisement -

    તાજેતરમાં ફ્રાન્સની રાજધાની પેરિસમાં પોલીસે એક કિશોરને ગોળી મારી દીધા બાદ મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. ઉન્માદી ટોળાએ રસ્તા પર ઉતરી આવીને અનેક ઠેકાણે તોફાન મચાવ્યાં હતાં. જે મામલે પોલીસે 2 હજારથી વધુ લોકોની ધરપકડ કરી હતી. હવે અહેવાલો મારફતે જાણવા મળ્યું છે કે ફ્રાન્સ રમખાણો મામલે પકડાયેલા આ લોકોમાંથી ‘મોહમ્મદ’ નામ ધરાવતા વ્યક્તિઓની સંખ્યા સૌથી વધુ છે. 

    ફ્રાન્સના સ્થાનિક અખબાર L’Opinionના એક રિપોર્ટમાં આંકડાઓને ટાંકીને આ જાણકારી આપવામાં આવી છે. તેમણે ફ્રેન્ચ પોલીસ પાસેથી પકડાયેલા તોફાનીઓની વિગતો મેળવી હતી. જેનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે ફ્રાન્સ રમખાણો મામલે પકડાયેલા લોકોમાંથી સૌથી વધુ ‘મોહમ્મદ’ નામ ધરાવતા લોકો છે. અખબારે ધરપકડ કરવામાં આવેલા 335 લોકોનાં નામ ચકાસ્યાં હતાં, જેમાંથી 81 લોકોનાં નામ મોહમ્મદ હોવાનું જાણવા મળ્યું હતું. 

    અખબારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, તેમણે અભ્યાસ માટે જે 335 નામો સેમ્પલ તરીકે લીધાં હતાં, તેમાંથી 160 લોકો આરબ-મુસ્લિમ નામ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલા લોકોમાંથી મોહમ્મદ ઉપરાંત, યાનિસ, રયાન, અલી, ઇબ્રાહિમ વગેરે નામ ધરાવતા લોકો પણ મોટી સંખ્યામાં હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, મોહમ્મદ નામના 81 વ્યક્તિઓ ઉપરાંત યાનિસ નામ ધરાવતા 31, એન્ઝો નામ ધરાવતા 25, આદમ નામ ધરાવતા 19, જોર્ડન નામ ધરાવતા 15, રયાન નામધારી 14, નાથન, અલી, હ્યુગો નામ ધરાવતા 13 અને ઇબ્રાહિમ નામ ધરાવતા 10 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ નામો 335 નામોનાં સેમ્પલમાંથી લેવામાં આવેલ આંકડાઓ છે, કુલ 2300 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

    ફ્રાન્સનાં 20 શહેરોમાં ફાટી નીકળેલાં તોફાનોમાં દિવસો સુધી ચાલ્યાં હતાં અને જેના કારણે દેશમાં 650 મિલિયન યુરો (ભારતીય ચલણ અનુસાર- 59 અબજ 72 કરોડ 91 લાખ પચાસ હજાર) રૂપિયાનું નુકસાન થયું હતું. ટોળાંએ અનેક જાહેર સ્થળો ભડકે બાળ્યાં હતાં તેમજ પોલીસને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, આ આંકડો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, સાચો આંકડો તેનાથી પણ વધુ હોવાનું અનુમાન છે. તોફાનો દરમિયાન 5600 વાહનો સળગાવી દેવામાં આવ્યાં હતાં તો 1300 ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. કુલ 700 પોલીસ અધિકારીઓને ઇજા પહોંચી હતી. 

    ફ્રાન્સમાં થયેલાં આ તોફાનો બાદ શરણાર્થીઓનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હતો. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઉમેદવાર એરિક ઝમોરે એક ઇન્ટરવ્યૂમાં આ તોફાનો બદલ ફ્રેન્ચ ઇમિગ્રેશન પોલિસીને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે, રાજકારણનો એક વર્ગ ઈચ્છે છે કે આને એક સામાજિક સમસ્યા તરીકે જોવામાં આવે પરંતુ તેના મૂળમાં ઇમિગ્રેશન જ છે, બીજું કંઈ નહીં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં