Sunday, May 5, 2024
More
    હોમપેજદુનિયા‘અલ્લાહના રસ્તા માટે આવા ઝંડાની કોઇ જરૂર નથી’: મૌલવીએ રાષ્ટ્રધ્વજને ગણાવ્યો ‘શૈતાની’,...

    ‘અલ્લાહના રસ્તા માટે આવા ઝંડાની કોઇ જરૂર નથી’: મૌલવીએ રાષ્ટ્રધ્વજને ગણાવ્યો ‘શૈતાની’, ધરપકડના 12 કલાકમાં જ ફ્રાન્સ સરકારે દેશવટો આપી દીધો

    આ મૌલવીએ ફ્રાન્સના ત્રિ-રંગી રાષ્ટ્રધ્વજ વિશે વિવાદિત ટિપ્પણી કરીને તેને ‘શેતાની ઝંડો’ ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટમાં તેણે આ ટિપ્પણી કરી હોવાનું કહેવાય છે.

    - Advertisement -

    ફ્રાન્સના રાષ્ટ્રધ્વજનું અપમાન કરીને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરનાર ટ્યુનિશિયન મુસ્લિમ મૌલવીને ત્યાંની સરકારે બહારનો રસ્તો દેખાડ્યો છે. ફ્રાન્સના ઈન્ટીરિયર મિનિસ્ટરે (ભારતના ગૃહમંત્રીની સમકક્ષ) ગુરુવારે આ બાબતની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, ધરપકડના 12 જ કલાકમાં ઇમામ મહજૌબ મહજૌબીને દેશવટો આપવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, કોઇ કંઈ પણ બોલીને બચી જાય તેવું અમે થવા દઈશું નહીં. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મૌલવીએ ફ્રાન્સના ત્રિ-રંગી રાષ્ટ્રધ્વજ વિશે વિવાદિત ટિપ્પણી કરીને તેને ‘શેતાની ઝંડો’ ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટમાં તેણે આ ટિપ્પણી કરી હોવાનું કહેવાય છે. જોકે, મૌલવી પોતાનો બચાવ કરીને કહી રહ્યો છે કે તેના શબ્દોને ખોટા સંદર્ભ સાથે લેવામાં આવ્યા અને તેનો ઈરાદો ફ્રેન્ચ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો ન હતો. 

    જોકે, આ દાવાથી વિપરીત, રિપોર્ટ અનુસાર, ઈમામનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તે કહેતો જોવા મળે છે કે, “અલ્લાહના રસ્તા માટે આવા ઝંડાની કોઇ જરૂર નથી. હવે આપણી પાસે આ બધા તિરંગા ઝંડા નહીં હોય, જે આપણને પરેશાન કરે છે, આપણને માથાનો દુઃખાવો આપે છે.” નોંધવું જોઈએ કે ફ્રાન્સના ઝંડામાં ભૂરો, સફેદ અને લાલ એમ ત્રણ રંગ હોય છે.

    - Advertisement -

    મામલો સામે આવ્યા બાદ ફ્રાન્સ સરકારે મૌલવી વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા હતા અને ઇન્ટિરિયર મિનિસ્ટરે પોતાના વિભાગને અસ્વીકાર્ય ટિપ્પણી કરનાર કટ્ટરપંથી ઇમામને દેશનિકાલ કરવા માટે કાર્યવાહી શરૂ કરવાની સૂચના આપી દીધી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી અને ધરપકડના 12 કલાકમાં જ બહાર કરી દેવામાં આવ્યો. આ વર્ષની શરૂઆતમાં જ ફ્રાન્સમાં એક નવો ઈમિગ્રેશન લૉ પસાર કરવામાં આવ્યો હતો, જે હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી.

    ફ્રેન્ચ મીડિયાએ મૌલવીને દેશવટો આપનાર આદેશનો અમુક ભાગ પ્રકાશિત કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, મહજૌબી ઈસ્લામના અસહિષ્ણુ અને હિંસક વિચારો ધરાવે છે, જેનાથી ગણતંત્રને વિપરીત આચરણને પ્રોત્સાહન મળી શકે છે તથા મહિલાઓ પ્રત્યે ભેદભાવ તેમજ યહૂદી સમુદાય પ્રત્યે તણાવમાં વધારો થઈ શકે છે. તદુપરાંત, જેહાદી કટ્ટરપંથને પણ પ્રોત્સાહન મળવાની સંભાવના છે.’ 

    જાણવા મળ્યા અનુસાર, તે એક મસ્જિદમાં ઇમામ હતો. પરંતુ હવે સરકારે કાઢી મૂકતાં ફરી ટ્યુનિશિયા જવાનો વારો આવ્યો છે. ગુરુવારે સાંજે એક ફ્લાઇટ મારફતે તેને મોકલી દેવામાં આવ્યો. બીજી તરફ, મૌલવીના વકીલોએ આ નિર્ણયને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવીને નિષ્કાસન પ્રક્રિયા વિરુદ્ધ કોર્ટમાં અપીલ દાખલ કરવાની વાત કહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં