Monday, April 29, 2024
More
    હોમપેજદુનિયા'દારૂ ગોડ ગિફ્ટ, તે આનંદનો અસલ સ્ત્રોત': પૉપ ફ્રાન્સિસનું નિવેદન બન્યું ચર્ચાનો...

    ‘દારૂ ગોડ ગિફ્ટ, તે આનંદનો અસલ સ્ત્રોત’: પૉપ ફ્રાન્સિસનું નિવેદન બન્યું ચર્ચાનો વિષય

    વેટિકન સીટી ખાતે ખ્રિસ્તીઓનો એક સમારોહ યોજવામાં આવ્યો હતો. વેરોના શહેરના બિશપ ડોમેનિકો દ્વારા યોજવામાં આવેલા આ સમારોહમાં ઇટલીના મોટા-મોટા દારૂના વેપારીઓ પણ આવ્યા હતા. આ સમારોહમાં સંબોધન આપતા પૉપ ફ્રાન્સિસે કહ્યું હતું કે દારૂ ગોડ ગિફ્ટ છે.

    - Advertisement -

    સામાન્ય રીતે દારૂને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. વધુ પડતા દારૂનું સેવન અનેક ગંભીર બીમારીઓને નોતરી શકે છે. તેવામાં ખ્રિસ્તી ધર્મગુરુ પૉપે આપેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. પૉપ ફ્રાન્સિસનું કહેવું છે કે દારૂ ગોડની દેન છે અને તે આનંદનો અસલ સ્ત્રોત છે. ધાર્મિક દ્રષ્ટિએ ખ્રિસ્તીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવતા વેટિકન સિટીમાં આયોજિત એક સમારોહમાં તેમણે આ વાત કહી હોવાનું કહેવાય છે.

    મળતી માહિતી અનુસાર, વેટિકન સીટી ખાતે ખ્રિસ્તીઓનો એક સમારોહ યોજવામાં આવ્યો હતો. વેરોના શહેરના બિશપ ડોમેનિકો દ્વારા યોજવામાં આવેલા આ સમારોહમાં ઇટલીના મોટા-મોટા દારૂના વેપારીઓ પણ આવ્યા હતા. આ સમારોહમાં સંબોધન આપતા પૉપ ફ્રાન્સિસે કહ્યું હતું કે, “તમને એમ થશે કે પૉપ નશામાં બોલી રહ્યા છે. દારૂ, જમીન, ખેતી અને વેપાર તે ગોડની ગિફ્ટ છે. તે આપણને એટલા માટે આપવામાં આવ્યા છે કે આપણે તેનો આનંદ લઇ શકીએ. સંવેદનશીલતા અને ઈમાનદારી સાથે જો ઉપયોગ કરવામાં આવે તો આનંદનો અસલ સ્ત્રોત તો આ જ છે.”

    પોતાના નિવેદનમાં પૉપે હાજર દારૂના વેપારીઓને કહ્યું હતું કે, “તમારે દારૂને લઈને નૈતિક જવાબદારીઓ ઉઠાવવી પડશે અને સાથે જ તેને પીવાની સારી અને સાચી આદતને પ્રેરિત કરવી પડશે.” ઉલ્લેખનીય છે કે આ સમારોહમાં માત્ર પૉપ એક જ નહતા જેમણે દારૂનું પ્રમોશન કર્યું, કાર્યક્રમમાં હાજર ખ્રિસ્તી ધર્મગુરુ બિશપ ડોમેનિકો પોમ્પેલીએ પણ તે વાતને સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે, “સેન્ટ પોલે કહ્યું છે કે જો સંભાળીને પીવામાં આવે તો દારૂનો એક ગ્લાસ ઉત્સાહ વધારવા માટે સારો છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે વેરોના ખાતે દર એપ્રિલ મહિનામાં દારૂની સ્પર્ધા યોજવામાં આવે છે. જે સમારોહમાં સામેલ થઈને પૉપ ફ્રાન્સિસે કહ્યું કે, દારૂ ગોડની દેન છે અને તે આનંદનો અસલ સ્ત્રોત છે, તે કાર્યક્રમ આ દારૂ સ્પર્ધા પહેલાં જ યોજવામાં આવે છે.

    આ પહેલાં પણ પૂપ ફ્રાન્સિસ ખુલીને કરી ચૂક્યા છે દારૂનું સમર્થન

    ઉલ્લેખનીય છે કે આ કોઈ પહેલી વાર નથી કે પૉપ ફ્રાન્સિસે ખુલીને દારૂનું સમર્થન કર્યું હોય. આ પહેલાં પણ તેઓ આમ કરી ચૂક્યા છે. વર્ષ 2016માં પણ તેમણે આવું જ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દારૂ તે લગ્ન પ્રસંગનું અવિભાજ્ય અંગ છે. તેમણે દારૂને લઈને કહ્યું હતું કે, “જો લગ્નમાં દારૂ ન હોય તો નવયુગલને શરમ અનુભવાય છે.” દારૂના ઉત્પાદનમાં ઈટલી વિશ્વમાં બીજા નંબર પર આવે છે. તેવામાં ફરી એક વાર દારૂનું સમર્થન કરવા પર દારૂના ઉત્પાદકો અને વેપારીઓએ પૉપનું સ્વાગત કર્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં