Monday, April 29, 2024
More
    હોમપેજદુનિયા13મી સદીની મસ્જીદ તોડી રહ્યું છે ચીન, પત્થરબાજોને પણ પીટ્યા: સોશિયલ મીડિયામાં...

    13મી સદીની મસ્જીદ તોડી રહ્યું છે ચીન, પત્થરબાજોને પણ પીટ્યા: સોશિયલ મીડિયામાં Video વાયરલ, પ્રદર્શન કરી રહેલા મુસ્લિમોને આત્મસમર્પણ કરવા અપાયું અલ્ટીમેટમ

    કમ્યુનિસ્ટ ચીનમાં નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર નથી. વર્ષ 2011માં ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગે "ધર્મનું ચીનીકરણ" કરવાની વાત કરી હતી. જેનો સીધો અર્થ તે થાય છે કે ચીન ધાર્મિક અસ્થાઓને ચીની સંસ્કૃતિ અને સમાજના અનુકુળ બનાવવા માંગે છે.

    - Advertisement -

    મુસ્લિમોની મઝહબી અને સંસ્કૃતિક ઓળખ ભૂંસી નાંખવા તત્પર ચીનના નિશાને હવે 13મી સદીની એક મસ્જિદ આવી ચઢી છે. યૂનાન પ્રાંતના નાગૂ વિસ્તાર સ્થિત નાજિયિંગ મસ્જિદના ગુંબજ અને મિનારાઓ તોડવાનો વિરોધ થઈ રહ્યો છે, જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પરંતુ ચીન 13મી સદીની મસ્જિદ તોડી રહ્યું છે તેના પર ઉમ્માહના ઠેકેદારો બનેલા ઇસ્લામિક દેશોએ આ અંગે મૌન સેવ્યું છે.

    કહેવામાં આવું રહ્યું છે કે ગયા અઠવાડિયે ચીનની પોલીસે આ મસ્જિદમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. મોટી સંખ્યામાં તૈનાત પોલીસ કર્મીઓએ તોળા પર કાબુ મેળવવા બળપ્રયોગ પણ કર્યો હતો. વાયરલ વિડીયોમાં પોલીસ પત્થરમારો કરવાવાળા લોકોની ધોલાઈ કરતી પણ નજરે પડી રહી છે. અનેક લોકોની ધરપકડ કરીને તેમને જેલના હવાલે પણ કરવામાં આવ્યા છે. જોકે ચીન 13મી સદીની મસ્જિદ તોડી રહ્યું છે તેના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોને આત્મસમર્પણ કરવા માટે અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.

    BBCના અહેવાલ અનુસાર પાછલા કેટલાક વર્ષોમાં નાજિયિંગ મસ્જિદનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. તેમાં નવા મિનારાઓ અને ગુમ્બજો જોડવામાં આવ્યા છે. જેને લઈને સ્થાનિક કોર્ટે આ નિર્માણકાર્યને ગેરકાયદેસર ઠેરવીને તેને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત કાર્યવાહી કરવા શનિવારે (27 મે 2023) પોલીસ પહોંચી હતી. નોંધનીય છે કે ચીનના યૂનાન પ્રાંતમાં મુસ્લિમોની સારી એવી આબાદી છે, આ વિસ્તારને હુઈ મુસ્લિમોનો ગઢ માનવામાં આવે છે.

    - Advertisement -

    ચીન 13મી સદીની મસ્જિદ તોડી રહ્યું છે તેના વિરોધમાં મુસ્લીમોના ટોળા એકઠા થઈ જતા આ ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કામગીરી અધવચ્ચે જ અટકી ગઈ હતી. સોશિયલ મીડિયામાં સામે આવેલા વિડીયોમાં મસ્જિદની બહાર પોલીસ અને મુસ્લિમોની મોટી ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન મુસ્લિમો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી. મસ્જિદમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહેલી પોલીસ પર પત્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

    આ ઘટના બાદ પોલીસે રવિવારે (28 મે 2023) એક નિવેદન જાહેર કરીને વિરોધ પ્રદર્શન કરવાવાળા ટોળાને આત્મસમર્પણ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. પોલીસે જણાવ્યું છે કે જે લોકો 6 જૂન સુધીમાં આત્મસમર્પણ કરીને નિવેદન નોંધાવશે તેમને ઓછી સજા આપવામાં આવશે. તો બીજી તરફ ચીની અધિકારીઓએ આ ઘટનાને કાયદો અને વ્યવસ્થામાં અડચણ રૂપ થવાનો ગંભીર પ્રયત્ન ગણાવ્યો છે. સાથે જ જનતાને અપીલ કરી છે કે તેઓ વિરોધ કરવાવાળા લોકોની માહિતી આપે. અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે ચીની પોલીસે અત્યાર સુધીમાં વિરોધ-પ્રદર્શન કરવાવાળા અનેક લોકોની અટકાયત કરી છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2018માં પણ ચીની સરકારે હુઈ મુસ્લિમોની નિંગશિયા ખાતે આવેલી એક મસ્જિદને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે પણ મુસ્લીમોના વિરોધ બાદ કેટલાક દિવસો માટે શાંતિ ધરી લીધી હતી. ત્યારબાદ ગુંબજ અને મિનારોને તોડીને તેને ચીની સંસ્કૃતિના પગોડામાં બદલી નખાયા હતા. આ રીતે જ ઓકટોબર 2011માં ચીનના ઉત્તર-પશ્ચિમી શેર જિંનિંગ ખાતે આવેલી ડોંગુઆન મસ્જિદને ચીનની કમ્યુનિસ્ટ સરકારનો શિકાર બની હતી. લગભગ 700 વર્ષ જૂની આ ઐતિહાસિક મસ્જિદના લીલા ગુમ્બજોને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.

    નોંધનીય છે કે કમ્યુનિસ્ટ ચીનમાં નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર નથી. વર્ષ 2011માં ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગે “ધર્મનું ચીનીકરણ” કરવાની વાત કરી હતી. જેનો સીધો અર્થ તે થાય છે કે ચીન ધાર્મિક અસ્થાઓને ચીની સંસ્કૃતિ અને સમાજના અનુકુળ બનાવવા માંગે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં