Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ બાળકીઓનું બળજબરીથી ધર્માંતરણ કરાવી નિકાહ કરાવતા મૌલાના પર બ્રિટને મૂક્યો પ્રતિબંધ:...

    હિંદુ બાળકીઓનું બળજબરીથી ધર્માંતરણ કરાવી નિકાહ કરાવતા મૌલાના પર બ્રિટને મૂક્યો પ્રતિબંધ: ઋષિ સુનક સરકારનો નિર્ણય

    પાકિસ્તાનના સિંધના ઘોટકી સ્થિત ભરચુંડી શરીફ દરગાહના મૌલવી અબ્દુલ હકનું નામ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. શુક્રવારે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અને માનવઅધિકાર દિવસ પર બ્રિટનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ આ યાદી જારી કરી હતી. 

    - Advertisement -

    બ્રિટને પાકિસ્તાનમાં બળજબરીથી ધર્માંતરણ કરાવવા અને હિંદુ યુવતીઓનાં બળજબરીથી નિકાહ કરાવનાર મૌલાના સહિત માનવઅધિકારોનું હનન કરનારા, ભ્રષ્ટ અધિકારીઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બ્રિટને કુલ 30 લોકો અને સંસ્થાઓનાં નામ પ્રતિબંધની યાદીમાં મૂક્યાં છે. 

    બ્રિટનના વિદેશ મંત્રાલયે એક યાદી બહાર પાડીને આ પ્રતિબંધિત લોકો અને સંસ્થાઓના નામો જાહેર કર્યાં હતાં. જેમાં પાકિસ્તાનના એક મૌલાના ઉપરાંત અન્ય દેશોના કેટલાક લોકોનાં નામો પણ સામેલ કરવામાં આવ્યાં છે. પાકિસ્તાનના મૌલાના પર બિન મુસ્લિમ યુવતીઓના ધર્માંતરણનો આરોપ લાગ્યો છે. 

    રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના સિંધના ઘોટકી સ્થિત ભરચુંડી શરીફ દરગાહના મૌલવી અબ્દુલ હકનું નામ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. શુક્રવારે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અને માનવઅધિકાર દિવસ પર બ્રિટનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ આ યાદી જારી કરી હતી. 

    - Advertisement -

    અહેવાલો એમ પણ જણાવે છે કે, આ યાદીમાં કેદીઓને પ્રતાડિત કરનારા, સૈનિકોને મહિલાઓનો બળાત્કાર કરવાનું કહેનારા અને અત્યાચારમાં સામેલ લોકો અને સંસ્થાઓનાં નામો છે. બ્રિટિશ વિદેશ મંત્રીએ જણાવ્યું કે, દુનિયાભરમાં સ્વતંત્ર અને મુક્ત સમાજને પ્રોત્સાહન આપવું એ તેમની ફરજ છે અને આ પ્રતિબંધથી તેઓ પાયાગત અધિકારોનું હનન કરનારાઓને ખુલ્લા પાડશે. 

    અબ્દુલ હક મૌલાના અને રાજકારણી પણ છે. જે બિન-મુસ્લિમો અને સગીરોના બળજબરીથી નિકાહ અને ધર્મપરિવર્તન કરાવે છે. તેનું નેટવર્ક સિંધ પ્રાંતમાં ફેલાયેલું છે. આ પ્રાંતમાં હિંદુ યુવતઓનું બળજબરીથી ધર્માંતરણ કરવાનો આરોપ ઘણા સમયથી લાગતો રહ્યો છે. હવે બ્રિટને તેની ઉપર સકંજો કરીને પ્રતિબંધ લગાવી દીધો હતો. 

    બ્રિટનમાં પ્રતિબંધિત લોકોની યાદીમાં સામેલ લોકોની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવે છે. ઉપરાંત, તેમની યાત્રા પર પણ રોક લાગી જાય છે. બ્રિટનનો કોઈ નાગરિક કે કંપની તેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવસાયિક સબંધ રાખી શકે નહીં. આ પ્રતિબંધોમાં રશિયા, યુગાન્ડા, મ્યાનમાર અને ઈરાનના લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે. 

    પાકિસ્તાનના મૌલવી ઉપરાંત, રશિયાના એક ન્યાયાધીશ અને વકીલ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈરાનના ન્યાયતંત્ર અને જેલ વ્યવસ્થા સાથે જોડાયેલા 10 અધિકારીઓ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, મ્યાનમારના સૈન્ય શાસક ઉપર પણ બળાત્કાર અને યૌન હિંસાના આરોપોને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં