Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુસ્લિમ મહિલા ટિકટોકરે 'બિસ્મિલ્લાહ' બોલીને ખાધું ડુક્કરનું માંસ, કોર્ટે 2 વર્ષની જેલની...

    મુસ્લિમ મહિલા ટિકટોકરે ‘બિસ્મિલ્લાહ’ બોલીને ખાધું ડુક્કરનું માંસ, કોર્ટે 2 વર્ષની જેલની સજા ફટકારી: ઇન્ડોનેશિયાનો મામલો

    ગયા વર્ષે ઈન્ડોનેશિયામાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો પર હોલીવિંગ્સ નામના બારમાં મોહમ્મદ નામના વ્યક્તિને મફતમાં દારૂનો પિવડાવવાનો પ્રચાર કરવાનો આરોપ હતો. નોંધનીય છે કે ડુક્કરની જેમ ઈસ્લામમાં દારૂ પણ પ્રતિબંધિત છે.

    - Advertisement -

    ઇન્ડોનેશિયાની એક કોર્ટે TikTok ઇન્ફ્લુએન્સરને ડુક્કરનું માંસ ખાતા પહેલા બિસ્મિલ્લાહ કહેવા બદલ બે વર્ષની જેલની સજા ફટકારી છે. ઇન્ફ્લુએન્સરનું નામ લીના મુખર્જી ઉર્ફે લીના લુત્ફિયાવતી છે. લીનાના TikTok પર 20 લાખથી વધુ ફોલોઅર્સ છે.

    લીના લુત્ફિયાવતીને ઈશનિંદાના આરોપમાં આ સજા સંભળાવવામાં આવી છે. તેને હિંસા ભડકાવવા માટે દોષી ઠેરવવામાં આવી છે. ખરેખર, લીનાએ TikTok પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે ‘ક્રિસ્પી સ્કિન પોર્ક’ ખાતા પહેલા ‘બિસ્મિલ્લાહ’ કહ્યું હતું.

    ઈન્ડોનેશિયા મુસ્લિમ બહુમતી ધરાવતું રાષ્ટ્ર છે, જ્યાં ડુક્કરનું માંસ ખાવા પર પ્રતિબંધ છે. મુસ્લિમ ધર્મનું પાલન કરતી લીનાનો આ વીડિયો આ વર્ષે માર્ચમાં વાયરલ થયો હતો. જે બાદ આને લઈને વિવાદ સર્જાયો હતો. બિસ્મિલ્લાહ અરબી શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘અલ્લાહના નામે’.

    - Advertisement -

    બોલિવૂડથી પ્રભાવિત થઈને લીનાએ પોતાનું નામ બદલીને લીના મુખર્જી રાખ્યું. તે ભારતમાં પોતાનો બિઝનેસ પણ કરે છે. આ સિવાય તે અલગ-અલગ જગ્યાએ ફરતી વખતે પણ સતત વીડિયો અપલોડ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનો આ વીડિયો ઈન્ડોનેશિયાના બાલીનો છે.

    લીનાને મે મહિનામાં ઇન્ડોનેશિયાની એક અદાલતે દ્વેષપૂર્ણ માહિતી ફેલાવવા બદલ દોષી ઠેરવી હતી. કોર્ટે કહ્યું કે આ ધર્મ, વંશીય જૂથ અને જાતિ પ્રત્યે નફરતનું કૃત્ય છે. લીનાના આ વીડિયોને લઈને ઈન્ડોનેશિયાના કટ્ટરપંથી મુસ્લિમોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

    2 વર્ષની જેલ અને 13.48 લાખનો દંડ

    કોર્ટે લીનાને 2 વર્ષની જેલની સજા ફટકારી છે અને 250 મિલિયન રૂપિયા ($16,245 અથવા 13.48 લાખ રૂપિયા)નો દંડ પણ ફટકાર્યો છે. જો લીના આ દંડ ન સ્વીકારે તો તેણે વધારાના ત્રણ મહિના જેલમાં પસાર કરવા પડશે.

    ઈન્ડોનેશિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઈસ્લામિક કાયદા વધુને વધુ કડક બન્યા છે. ગયા વર્ષે ઈન્ડોનેશિયામાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો પર હોલીવિંગ્સ નામના બારમાં મોહમ્મદ નામના વ્યક્તિને મફતમાં દારૂનો પિવડાવવાનો પ્રચાર કરવાનો આરોપ હતો. નોંધનીય છે કે ડુક્કરની જેમ ઈસ્લામમાં દારૂ પણ પ્રતિબંધિત છે.

    ઈન્ડોનેશિયામાં માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ ઉચ્ચ હોદ્દા પરના લોકોને પણ ઈશનિંદા માટે દોષિત ઠેરવવામાં આવે છે. 2017 માં, ઇન્ડોનેશિયાના જકાર્તાના ખ્રિસ્તી ગવર્નર બાસુકી પૂર્ણમાને નિંદાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં