Monday, September 16, 2024
More
    હોમપેજદુનિયાચીનની ડાબેરી સરકારે વિરોધ પ્રદર્શનોનું રિપોર્ટિંગ કરતા BBCના પત્રકારને માર માર્યો: શી...

    ચીનની ડાબેરી સરકારે વિરોધ પ્રદર્શનોનું રિપોર્ટિંગ કરતા BBCના પત્રકારને માર માર્યો: શી જિનપિંગ સામે ચીનના અનેક શહેરોમાં થઇ રહ્યા છે પ્રદર્શનો

    પોલીસે બીબીસીના પત્રકાર લોરેન્સને કલાકો સુધી કસ્ટડીમાં રાખ્યા હતા. આ દરમિયાન તેમને માર મારવામાં આવ્યા હતા. બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. બીબીસીએ પણ પોતાના નિવેદનમાં કહ્યું, "આ જોઈને ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો જ્યારે તે પોતાની ફરજ બજાવી રહ્યો હતો."

    - Advertisement -

    ચીનના અલગ-અલગ શહેરોના રસ્તાઓ પર ડાબેરી સરકાર વિરુદ્ધ દેખાવોએ જોર પકડ્યું છે. એવા અહેવાલો છે કે બેઇજિંગના ચાઓયાંગ જિલ્લામાં જ્યાં દરેક દૂતાવાસ સ્થિત છે ત્યાં સેંકડો વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. અહીં તેમણે પોતાનું પ્રદર્શન કર્યું જે ધીમે ધીમે ચીનના અન્ય શહેરો અને યુનિવર્સિટીઓમાં પણ ફેલાતું દેખાયું હતું. પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવા પડ્યા હતા.

    બીબીસીના પત્રકારને માર મારવામાં આવ્યો

    દરમિયાન બીબીસીએ એ પણ માહિતી આપી હતી કે રવિવારે તેમનો એક પત્રકાર ચીનમાં વિરોધ પ્રદર્શનને કવર કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યો હતો, પરંતુ પોલીસે ત્યાં તેની ધરપકડ કરી હતી. આ પત્રકારનું નામ એડ લોરેન્સ છે જે શાંઘાઈમાં ચાલી રહેલા પ્રદર્શનને કવર કરતી વખતે પકડાયો હતો.

    પોલીસે લોરેન્સને કલાકો સુધી કસ્ટડીમાં રાખ્યો હતો. આ દરમિયાન તેને માર મારવામાં આવ્યો હતો. બાદમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો. બીબીસીએ પણ પોતાના નિવેદનમાં કહ્યું, “આ જોઈને ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો જ્યારે તે પોતાની ફરજ બજાવી રહ્યો હતો.”

    - Advertisement -

    બીબીસીએ જણાવ્યું કે તેમને આ ઘટના અંગે ક્યાંયથી કોઈ સ્પષ્ટતા મળી નથી, પરંતુ વહીવટીતંત્ર કહી રહ્યું છે કે તેમણે પત્રકારને તેના પોતાના ભલા માટે પકડ્યો હતો જેથી તેને ભીડમાં કોરોના ન થઇ જાય. બીબીસીએ આ ઘટનાનો વિગતવાર ખુલાસો માંગ્યો છે.

    લોકો શી જિનપિંગ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા રસ્તાઓ પર ઉતરી આવ્યા

    ઉલ્લેખનીય છે કે ચીનમાં લોકડાઉન વચ્ચે ગુરુવારે (24 નવેમ્બર) એક મોટી દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. જે બાદ શનિવારે ત્યાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ ચીનની ડાબેરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. જે વિડીયો સામે આવ્યા હતા તેના વિશે દાવા કરવામાં આવ્યા હતા કે લોકોએ ડાબેરી સરકારને પડકાર ફેંક્યો હતો અને ખુરશી છોડવા કહ્યું હતું. લોકોએ કહ્યું – “કમ્યુનિસ્ટ પાર્ટી ખુરશી છોડો, શી જિનપિંગ ખુરશી છોડો.”

    ઝીરો કોવિડ પોલિસી પર ગુસ્સે ભરાયેલા ચીની લોકોએ એમ પણ કહ્યું કે, “અમે પીસીઆર ટેસ્ટ કરાવવા માંગતા નથી, અમને આઝાદી જોઈએ છે, લોકડાઉન ખતમ કરો, લોકડાઉન ખતમ કરો.” કથિત રીતે, આ પ્રદર્શન દરમિયાન, સામાન્ય લોકો પોલીસની સામે નારા લગાવતા રહ્યા, જે પોલીસ ચૂપચાપ જોતી રહી. સોશિયલ મીડિયા પર આ દ્રશ્ય જોઈને લોકોએ કહ્યું કે કદાચ આવું એટલા માટે થયું છે કારણ કે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે દાયકાઓથી જે બન્યું ન હતું તે હવે થઈ રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં