Monday, May 20, 2024
More
  હોમપેજદુનિયાકેનેડામાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની કારમાં ગોળી મારીને હત્યા: અભ્યાસ પૂર્ણ કરવા...

  કેનેડામાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની કારમાં ગોળી મારીને હત્યા: અભ્યાસ પૂર્ણ કરવા માટે ગયો હતો વિદેશ, પરિવારે સરકાર પાસે માંગી મદદ

  પોલીસે મામલે જણાવ્યું છે કે, "સ્થાનિકોએ ગોળીઓનો અવાજ સાંભળ્યા બાદ 12 એપ્રિલ, રાત્રે 11 વાગ્યાની આસપાસ અધિકારીઓને ઈસ્ટ 55વે એવેન્યુ એન્ડ મેન સ્ટ્રીટ પર બોલાવવામાં આવ્યા હતા. તે દરમિયાન જ 24 વર્ષીય ચિરાગ કારની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો."

  - Advertisement -

  હરિયાણાના એક 24 વર્ષીય વિદ્યાર્થીની કેનેડામાં હત્યા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, કેનેડાના દક્ષિણ વેનકુવરમાં એક ઑડી કારની અંદર 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની હત્યા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે આ વિશેની માહિતી આપી છે. વેનકુવર પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, પાડોશીઓએ ગોળીઓનો અવાજ સાંભળ્યા બાદ 24 વર્ષીય ચિરાગ અંતિલ આ વિસ્તારમાં એક વાહનની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો.

  કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા 12 એપ્રિલના રોજ થઈ છે. પોલીસે આ મામલે જણાવ્યું છે કે, “સ્થાનિકોએ ગોળીઓનો અવાજ સાંભળ્યા બાદ 12 એપ્રિલ, રાત્રે 11 વાગ્યાની આસપાસ અધિકારીઓને ઈસ્ટ 55વે એવેન્યુ એન્ડ મેન સ્ટ્રીટ પર બોલાવવામાં આવ્યા હતા. તે દરમિયાન જ 24 વર્ષીય ચિરાગ કારની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ આ મામલે કોઈ ધરપકડ થઈ નથી અને કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.”

  ચિરાગના ભાઈ રોમિતે સિટીન્યૂઝને જણાવ્યું છે કે, તેનો ભાઈ સ્વભાવે ખૂબ દયાળુ હતો. રોમિતે કહ્યું, “મારા અને મારા ભાઈની વચ્ચે ખૂબ સારો સંબંધ હતો. અમે દરરોજ દિવસ-રાત વાતો કર્યા કરતા હતા. મેં છેલ્લી વાર તેની સાથે દુર્ઘટના પહેલાં વાત કરી હતી. તે ઘણો ખુશ હતો. તેને ક્યારેય પણ, કોઈપણ સાથે વાંધો નથી થયો અને કોઈ સાથે ઝઘડો પણ નહોતો થયો. તે ઘણો વિનમ્ર હતો.” રોમિતે વધુમાં કહ્યું કે, “જે પોલીસ અધિકારીએ અમને ઘટના વિશે જાણ કરી છે, અમે સતત તેમના સંપર્કમાં છીએ. પરંતુ અમને ઘટના કઈ રીતે ઘટી તે વિશેની કોઈ માહિતી આપવામાં આવી નથી. અમે વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી જયશંકરને અપીલ કરીએ છીએ કે, અમને જલ્દીથી ન્યાય અપાવે.”

  - Advertisement -

  આ સાથે જ મૃતકના પરિવારે વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર પાસે ન્યાયની માંગણી કરી છે અને ચિરાગના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ઘરે લાવવાની પણ માંગ કરવામાં આવી છે. વેનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે X પર પોસ્ટ કરીને ચિરાગના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોસ્ટ કરીને કહ્યું કે, “અમને વેનકુવરમાં રહેતા એક ભારતીય નાગરિક ચિરાગ અંતિલની હત્યા વિશે જાણીને ખૂબ દુઃખ થયું છે. અમે આ અંગે વધુ જાણકારી માટે સંબંધિત કેનેડાઈ અધિકારીઓનો સંપર્ક કર્યો છે.”

  નોંધનીય છે કે, ચિરાગ અંતિલ વર્ષ 2022માં MBAનો અભ્યાસ કરવા માટે સ્ટડી વિઝા પર કેનેડા ગયો હતો. તે મૂળ હરિયાણાના સોનીપતનો રહેવાસી હતો. તેણે કેનેડામાં જઈને પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને MBAની ડિગ્રી પણ મેળવી લીધી હતી. જે બાદ તે ત્યાં જ નોકરી પણ કરવા લાગ્યો હતો. આ દરમિયાન જ કારમાં તેની હત્યા કરી નાખવામાં આવી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં