Saturday, July 27, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એકસાથે 11 લોકોની હત્યા: પહેલાં બસમાંથી કર્યું અપહરણ, પછી મારી...

    પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એકસાથે 11 લોકોની હત્યા: પહેલાં બસમાંથી કર્યું અપહરણ, પછી મારી દેવાઇ ગોળી

    આ ઘટના પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના નોશાકી વિસ્તારની છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં પહેલાં 11 લોકોનું બસમાં અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં હત્યા કરી દેવામાં આવી.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 11 લોકોનું પહેલાં બસમાં અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ઘટનાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને નથી લીધી. હાલ આ હત્યાકાંડથી આખા પાકિસ્તાનમાં ખળખળાટી મચી ગઈ છે. પાકિસ્તાની પોલીસ તપાસમાં લાગી છે. આ ઘટના શુક્રવારે (12 એપ્રિલ) રાત્રે બની.

    મળતી માહિતી અનુસાર, આ ઘટના પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના નોશકી વિસ્તારની છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં પહેલાં 11 લોકોનું બસમાં અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં હત્યા કરી દેવામાં આવી. મૃતકોમાં મોટાભાગના પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નિવાસીઓ છે. આરોપ છે કે 12થી 12ની સંખ્યામાં આવેલા હથિયારધારી ટોળાએ નોશકી ક્વેટા-તાફતાન રસ્તાને ઘેરીને બસને રોકી અને 11 યાત્રિકોનું અપહરણ કરી લીધું હતું.

    આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અધિકારી હબીબુલ્લાહ મુસખેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “હથિયારબંધ ટોળાએ તાફ્તાન જતી બસને ઉભી રાખીને તેમાં પહેલાં તપાસ કરી અને બાદમાં તેમનું અપહરણ કરી લીધું. અપહરણ બાદ તેમને ખૂબ જ નજીકથી ગોળી ધરબી દેવામાં આવી. લગભગ દોઢ કલાક બાદ તમામ મૃતકોના મૃતદેહો નજીકના જ એક પુલ નીચેથી મળી આવ્યા હતા.” અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર 11 મૃતકો પૈકી 9 પંજાબના રહેવાસી હતા.

    - Advertisement -

    બીજી તરફ ઘટનાને લઈને બલોચિસ્તાનના મુખ્યમંત્રીએ ઘટનાની આકરી નિંદા કરી છે. તેમણે કહ્યું હતું કે, બસના યાત્રીઓના અપહરણ અને બાદમાં હત્યા કરનાર એક પણ વ્યક્તિને માફ કરવામાં નહીં આવે. સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે અને બહુ જ જલ્દીથી તેમની ધરપકડ કરી લેવામાં આવશે. નોંધનીય છે કે હજુ સુધી પાકિસ્તાનના કોઈ પણ સંગઠને આ નરસંહારની જવાબદારી નથી ઉઠાવી.

    આ પહેલાં પાકિસ્તાનમાં 24 કલાકમાં 2 હુમલા થયા હતા

    ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં આ પ્રકારના હુમલા વધી ગયા છે. ગત 26 માર્ચના રોજ પાકિસ્તાનના સહુથી મોટા નેવી એર બેઝ તેમજ ચીનના નાગરિકોને લઈને જઈ રહેલી ગાડીમાં વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. એરબેઝ પર કરવામાં આવેલા હુમલાની જવાબદારી BLAની મજીદ બ્રિગેડે લીધી છે. BLA (બલોચ લિબરેશન આર્મી) બલોચિસ્તાનને સ્વતંત્ર કરાવવા માટે સશસ્ત્ર ક્રાંતિકારીઓનું એક સમૂહ છે.

    મોડી રાત સુધી ત્યાં ગોળીબાર અને બૉમ્બ બ્લાસ્ટના અવાજો સાંભળવા મળ્યા હતા. PNS સિદ્દિકી પાકિસ્તાનનું બીજું સૌથી મોટું એરબેઝ છે અને એવો દાવો કરવામાં આવે છે કે, પાકિસ્તાનના અત્યાધુનિક હથિયારો અહીં જ રાખવામાં આવે છે.

    ખૈબર પખ્તૂનખ્વામાં ફિદાયીન હુમલો

    આ હુમલાના 24 કલાકની અંદર જ બીજો એક ફિદાયીન હુમલો કરવામાં આવ્યો. તે હુમલો પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં કરવામાં આવ્યો હતો જેમાં 5 ચીની એન્જિનિયરો સહિત 6નાં મોત નીપજ્યાં હતાં. તમામ મૃતકો એક ગાડીમાં જઈ રહ્યા હતા, દરમિયાન અન્ય એક ગાડીમાં વિસ્ફોટક ભરી ભીષણ બ્લાસ્ટ કરવામાં આવ્યો. આ બ્લાસ્ટ ગલા જિલ્લાના બેશમ ખાતે કરવામાં આવ્યો હતો.

    જયારે તમામ લોકો ગાડીમાં સવાર જઈ રહ્યા હતા ત્યારે હુમલો કરનાર લોકોએ વિસ્ફોટ ભરેલી ગાડીથી તેમને ટક્કર મારી દીધી હતી. આ ટક્કરથી ભીષણ વિસ્ફોટ થયો હતો અને ગાડીના ચિંથડા ઉડી ગયા હતા. ગાડીમાં સવાર તમામ લોકો મોતને ભેટ્યા હતા. ચીને પણ આ હુમલા બાદ આકરી પ્રતિક્રિયા આપી હતી. પાકિસ્તાન સ્થિત ચીનના દુતાવાસ દ્વારા આધિકારિક નિવેદન આપવામાં આવ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, “ચીની દુતાવાસ આ હુમલાની આકરી નિંદા કરે છે અને બંને દેશોના પીડિતો પ્રત્યે સહાનુભુતિ દર્શાવે છે. ચીન પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના દર્શાવી રહ્યું છે.” ઉલ્લેખનીય છે કે આ હુમલામાં ચીનના 5 નાગરિક મર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં